
તા.રપ
ઘર આંગણે પાકિસ્તાનને ટેસ્ટ મેચમાં હરાવવાની પહેલી વખત સિદ્ધિ મળતા આખા બાંગ્લાદેશમાં જોરદાર ઉજવણી અને જશ્નનો માહોલઃ રાવલપિંડી ખાતે રમાયેલા શ્રેણીના પહેલા જ ટેસ્ટમાં બાંગ્લાદેશે ઝડપી બોલરોની શાનદાર બોલિંગની મદદથી પાકિસ્તાનને ૧૦ વિકેટ એ આપ્યો કારમો નમોશી ભર્યો પરાજય
નવી દિલ્હી તા ૨૫ પાકિસ્તાનને ઘર આંગણે ટેસ્ટ મેચમાં પહેલી વખત પરાજિત કરવાની બાંગ્લાદેશને ઐતિહાસિક અને અબૂત પૂર્વ સિદ્ધિ મળી છે જેના પગલે સમગ્ર બાંગ્લાદેશમાં ઉજવણીનો વિસ્ફોટ થયો છે અને ઠેર ઠેર જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનને તેના ઘરમાં જ પરાજિત કરવાની ઐતિહાસિક સિદ્ધિ બાંગ્લાદેશને પહેલી વાર મળી છે. વિજય માટે બાંગ્લાદેશો દ્વારા આપવામાં આવેલો લક્ષ્યાંક પાર કરવાને બદલે બાંગ્લાદેશની ઝડપી બોલીને સામે અને તોફાની બોલરોની તોફાની બોલીંગ સામે પાકિસ્તાનની બેટિંગ પત્તા ના મહેલની જેમ ધરાશાહી થઈ ગઈ હતી જેના કારણે પાકિસ્તાનની જેવી મજબૂત ટીમને પહેલીવાર ઘર આંગણે પડોશી હાથે સખત પરાજય સહન કરવો પડ્યો હતો.
પાકિસ્તાનનું પ્રારંભિક ટોપ ઓર્ડર ઝડપી બોલરોએ ભેગું કર્યા બાદ બાંગ્લા સ્પીનર જોડી મહેંદી હસન મિરાજ અને શાકીબલ હસનની શાનદાર સ્પીડ બોલીંગને કારણે પાકિસ્તાનનો દાવ ૧૪૬ રનમાં સમેટાઈ ગયો હતો. આ રીતે બંને દેશો વચ્ચેના ૧૪ ટેસ્ટ મુકાબલામાં બાંગ્લાદેશનો પહેલી વખત ઐતિહાસિક ટેસ્ટ વિજય થયો છે. પાકિસ્તાનને પહેલા દાવમાં ધબડકાથી શરૂઆત કરી હતી પરંતુ બાદમાં રિઝવાનના ૧૭૧ શાનદાર નોટ આઉટ રનિંગ અને સાઉદ શકીલના શાનદાર ૧૪૧ રનની મદદથી પાકિસ્તાને છ વિકેટે ૪૪૮ ના જુમલા પર દાવ ડિક્લેર કર્યો હતો. તેની સામે બાંગ્લાદેશે જોરદાર બેટિંગ કરી હતી અને એમ રહીમના અબૂતપૂર્વ ભવ્ય ૧૯૧ રનની મદદથી અને ઓપનર શાદ માન ના ત્રણ વરણ ની મદદ તથા મોમી નુલ હક અને મહેંદી હસનની અર્ધ સદીઓની મદદથી બાંગ્લાદેશે ૫૬૫ રનનો જંગી જુમલો ખડકી દીધો હતો પાકિસ્તાન બીજા દાવમાં માત્ર ૧૪૬ રનમાં ખખડી ગયું હતું એટલે બાંગ્લાદેશને માત્ર વિજય માટે ૩૦ રન કરવાના હતા જે વિના વિકેટે ગુમાવીને કરી લીધા હતા અને પાકિસ્તાનને દસ વિકેટે પરાજય આપતા જ સમગ્ર બાંગ્લાદેશમાં હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી શરૂ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી શાકીબ અને મેરા જે મળીને સાત વિકેટ ઝડપી હતી પાકિસ્તાન ૨૦૨૧ થી ઘર આંગણે એક પણ ટેસ્ટ મેચ જીતી શક્યું નથી