
પતંગિયું આમ તો સાવ ગભરૂ અને નાજુક જીવ છે. જો જરા સરખી ચપટીમાં તો મસળાઈ જાય પણ તેનેય જો વિશ્વાસ બેસી જાય તો પછી એ ગમે તેની ઉપર ઉડવા બેસવાથી બીતું નથી. લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ ખાતે ખાસ પતંગિયાઓનું પ્રદર્શન યોજાય છે અને એમાં જાતજાતના પતંગિયાએ નિર્દોષ બાળકો સાથે નિરૂપદ્રવી ગેલ ગમ્મત કરે છે ત્યારે બેન સ્ટોનસોલ નામના ફોટોગ્રાફરે ઝડપેલી ઉપરોકત બન્ને તસવીરોમાં પતંગિયાની ગમ્મત અને બાળ સહજ ચેષ્ટાઓ જોઈ શકાય છે. એક તસવીરમાં એક બાળકીના નાક પર પતંગિયું બેઠું ત્યારે એ બાળકી ખુશ-ખુશ થઈ ગઈ હતી જ્યારે બીજી બાળકીની આંખો આશ્ચર્ય મિશ્રિત ભય સાથે આ રીતે પહોળી થઈ ગઈ હતી.
Facebook
0
Twitter
0