બિન ઈસ્લામિક આતંકવાદી, ઈસ્લામિક આતંકવાદીઓથી ઘણા વધારે છે : અહેવાલ

(એજન્સી) વોશિંગ્ટન, તા.પ
દુનિયામાં મુસલમાનોની વસ્તી લગભગ ૧.૮ અરબ છે અને માત્ર થોડીક ઈસ્લામી આતંકવાદી ઘટનાઓ માટે સમગ્ર મુસ્લિમ સમાજને જવાબદાર ઠેરવવો કેટલો યોગ્ય છે. સમગ્ર દુનિયામાં સર્જાતી આતંકવાદી ઘટનાઓ પર નજર નાખીએ તો જાણી શકાય છે કે, બિન મુસ્લિમ આતંકીઓ મુસ્લિમ આતંકીઓ કરતાં વધારે છે. અમેરિકી ગુપ્તચર સંસ્થા હ્લમ્ૈંના આંકડાઓ જણાવે છે કે, વર્ષ ૧૯૮૦થી વર્ષ ર૦૦પની વચ્ચે થયેલા ૯૪ ટકા ચરમપંથી હુમલાઓમાં બિન મુસ્લિમો સામેલ હતા. અન્ય શબ્દોમાં કહીએ તો, ૧૯૭૦ અને ર૦૧રની વચ્ચે સંયુક્ત રાજ્ય પર થયેલા દરેક આતંકવાદી હુમલાઓમાં લગભગ ર.પ ટકા હુમલાઓ મુસલમાનો દ્વારા કરવામાં આવ્યા હતા કે જે આ બધા જ હુમલાઓનો એક નાનો ભાગ છે. આ આંકડાઓ અનુસાર સંયુક્ત રાજ્ય અમેરિકામાં ઈસ્લામીની (૭% વિરૂદ્ધ ૬%) સરખામણીએ યહુદી આતંકવાદીઓ વધારે હતા. આ કટ્ટરપંથી યહુદીઓએ પોતાના ધર્મના નામ પર આતંકવાદના કૃત્યોનું પાલન કર્યું. આ આતંકીઓ નહોતા, કે જેઓ યહુદીઓ હતા, પરંતુ તેઓ ઉગ્રવાદી યહુદીઓ હતા, કે જેઓ અલ-કાયદા તેમજ અન્યોની જેમ પોતાના ધાર્મિક જુસ્સાઓ પર આધારિત આતંકવાદના કૃત્યો કરતા હતા. સમગ્ર યુરોપની વાત કરીએ તો ૧%થી પણ ઓછા આતંકી હુમલાઓ મુસલમાનો દ્વારા કરવામાં આવ્યા હતા.
યુરો પોલના આંકડાઓ અનુસાર, વર્ષ ર૦૦૯માં યુરોપમાં ર૪૯, વર્ષ ર૦૧૦માં ર૯૪ ચરમપંથી હુમલાઓ થયા. તેમાં ર૦૦૯માં માત્ર એક હુમલામાં શક કોઈ મુસલમાન પર ગયો અને ર૦૧૦માં ત્રણ ઘટનાઓમાં મુસલમાનો સામેલ હોવાની વાત સામે આવી. સમગ્ર દુનિયામાં સર્જાતી ચરમપંથી દુર્ઘટનાઓ વિશે જાણકારી એકત્ર કરનાર સંગઠન ગ્લોબલ ટેરરિઝમ ડેટાબેઝ અનુસાર, વર્ષ ૧૯૭૦ બાદ ૧,૭૦,૦૦૦ ચરમપંથી ઘટનાઓ ઘટી. જેમાં ૧૯૭૦થી ૮૩,૦૦૦થી વધુ બોમ્બ વિસ્ફોટ, ૧૮,૦૦૦ હત્યાઓ અને ૧૧,૦૦૦ અપહરણ સામેલ છે. આતંકવાદ પર પ્રકાશિત થનારા અહેવાલ ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ ર૦૧૪ અનુસાર વર્ષ ર૦૧૩માં સમગ્ર દુનિયામાં ૧૦ હજાર આતંકી હુમલાઓ થયા છે, જે ર૦૧રની તુલનામાં ૪૪ ટકા વધુ છે, આ હુમલાઓમાં ૧૭,૯પ૮ લોકોનાં મોત નિપજ્યાં હતાં. અહેવાલ અનુસાર આતંકવાદી હુમલાઓમાં થનારી ૮૦ ટકા મોત ઈરાક, સીરિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને નાઈજીરિયામાં થઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks