Sports

બુમરાહના પંચ બાદ યશસ્વી-રાહુલની રેકોર્ડ ભાગીદારીઓસ્ટ્રેલિયા ઘરઆંગણે ભારત સામે ઘૂંટણિયે

ઓસ્ટ્રેલિયા ૧૦૪ રનમાં સમેટાયું, ભારત બીજી ઇનિંગમાં વિના વિકેટે ૧૭૨ રન, ટીમ ઇન્ડિયાની લીડ ૨૧૮ રનની થઈ

૨૦ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ૧૦૦થી વધુની ભાગીદારી

પર્થ, તા.૨૩ : યશસ્વી જયસ્વાલ અને કે.એલ. રાહુલે ૨૦૦૪ બાદ ઓસ્ટ્રેલિયન ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે પ્રથમ શતકીય ભાગીદારી કરી. ૨૦૦૪ની સિરીઝ દરમ્યાન સિડનીમાં વીરેન્દ્ર સેહવાગ અને આકાશ ચોપડા વચ્ચે છેલ્લીવાર ૧૦૦ અથવા તેનાથી વધારે રનની (૧૨૩ રન) ઓપનિંગ ભાગીદારી થઈ હતી. બંને વચ્ચે રેકોર્ડ બ્રેકિંગ ભાગીદારી તો થઈ સાથે જ યશસ્વી જયસ્વાલ બાદ કે.એલ. રાહુલે પણ પોતાની અર્ધસદી પૂરી કરી. રાહુલે ૧૨૪ બોલમાં ચાર ચોગ્ગાની મદદથી પોતાની ટેસ્ટ કારકિર્દીની ૧૬મી અર્ધસદી ફટકારી. આ ઉપરાંત જયસ્વાલે પણ ૧૨૪ બોલમાં પોતાની નવમી ટેસ્ટ અર્ધસદી ફટકારી. બંનેની આ ભાગીદારીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. ભારત તરફથી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ સુનિલ ગાવસ્કર અને શ્રીકાંતના નામે છે. બંનેએ મળીને ૧૯૮૬માં સિડનીમાં ૧૯૧ રનની ભાગીદારી કરી હતી.

પર્થ, તા.૨૩
કોઈએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હશે કે ફક્ત ૧૫૦ રને ઓલઆઉટ થયા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પર્થ ટેસ્ટમાં ઐતિહાસિક પુનરાગમન કરી શકશે પણ આ નવી ટીમ ઇન્ડિયા છે. જે અસંભવને સંભવ કરવાનું જાણે છે, જેણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પહેલા પણ અનેક કમાલ કર્યા છે. કદાચ ભારતીય ટીમ વધુ એક ચમત્કાર તરફ વધી રહી છે. પર્થમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસની રમત સમાપ્ત થઈ ચૂકી છે. ભારતે બુમરાહની ઘાતક બોલિંગ બાદ જયસ્વાલ અને કે.એલ. રાહુલની ઓપનિંગ ભાગીદારીની મદદથી ૧૭૨ રન બનાવી ૨૧૮ રનની વિશાળ લીડ મેળવી લીધી છે. કાર્યવાહક કપ્તાન જસપ્રીત બુમરાહની પાંચ વિકેટની મદદથી ભારતે પહેલા તો ઓસ્ટ્રેલિયાને ૧૦૪ રનમાં સમેટી દીધું અને ૪૬ રનની લીડ મેળવી. ત્યારબાદ યશસ્વી જયસ્વાલ અને કે.એલ. રાહુલે શાનદાર બેટિંગ કરતા બીજા દિવસની રમત સમાપ્ત થવા સુધી ભારતનો સ્કોર વિના વિકેટે ૧૭૨ સુધી પહોંચાડી દીધો. રાહુલ ૧૫૩ બોલમાં ૬૨ અને યશસ્વી જયસ્વાલ ૧૯૩ બોલમાં ૯૦ રન બનાવી અણનમ છે. પ્રથમ ઇનિંગમાં વિવાદાસ્પદ રીતે આઉટ થનાર રાહુલ અને યુવા જયસ્વાલે જબરદસ્ત પરિપક્વતા બતાવી શરૂઆતમાં બંનેએ ડિફેન્સિવ વલણ અપનાવ્યું પણ એકવાર ક્રીઝ પર સેટ થયા બાદ ખુલીને શોટ્‌સ પણ માર્યા. પ્રથમ ઇનિંગના આધારે મળેલી ૪૬ રનની લીડને દિવસના અંતે ૨૧૮ સુધી પહોંચાડવામાં અનેક રેકોર્ડ પણ તોડ્યા. હવે રાહુલ અને યશસ્વીએ મળીને ઓસ્ટ્રેલિયામાં ભારતની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી કરવાનો રેકોર્ડ પણ બનાવી દીધો. ૨૦ વર્ષ બાદ આ પહેલો પ્રસંગ હતો જ્યારે ભારતની કોઈ ઓપનિંગ જોડીએ ૧૦૦ રનની ભાગદારી પૂરી કરી. આ પહેલા બુમરાહે ૩૦ રનમાં પાંચ વિકેટ ઝડપી, જેના કારણે ઓસ્ટ્રેલિયાએ ૧૦૪ રનમાં સમેટાઈ ગયું હતું. બુમરાહે ટેસ્ટ મેચની એક ઇનિંગમાં ૧૧મી વખત પાંચ વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયા માટે અંતિમ જોડી મિચેલ સ્ટાર્ક અને હેઝલવૂડે ભારતને અંતિમ વિકેટ માટે ઘણી રાહ જોવડાવી. ઓસ્ટ્રેલિયાની ૯ વિકેટે ૭૯ રનમાં પડી ગઈ હતી. ત્યારબાદ સ્ટાર્ક (૧૧૩ બોલમાં ૨૬ રન) અને હેઝલવૂડે (૩૧ બોલમાં અણનમ ૭ રન) ૧૮ ઓવર સુધી ચાલેલી ૨૫ રનની ભાગદારી કરી. આ જ કારણે ટીમ ઇન્ડિયાને ૪૬ રનની જ લીડ મળી. ટેસ્ટમાં ડેબ્યુ કરનાર હર્ષિત રાણાએ ૪૮ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

Related posts
Sports

આગામી વર્ષે અનેક સિનિયર ખેલાડીઓ રિટાયરમેન્ટની જાહેરાત કરી શકે છેઅશ્વિન તો બસ એક શુરૂઆત હૈ આગે આગે દેખો હોતા હૈ કયા

પુજારા-રહાણેની અવગણના બાદ અશ્વિનનો…
Read more
Sports

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટનો આજથી પ્રારંભગાબા ટેસ્ટ જીતવા બંને ટીમો મરણિયો પ્રયાસ કરશે

ઓસ્ટ્રેલિયાની ટીમમાં બોલેન્ડના…
Read more
Sports

‘હમ ભી કિસી સે કમ નહીં’ મો.સિરાજની કુલ નેટવર્થ પ૭ કરોડ રૂપિયા

એક મહિનાની કમાણી ૬૦ લાખ રૂપિયા નવ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.