બેન સ્ટોક્સે વિશ્વકપ સુપર ઓવર પહેલાં ‘સિગારેટ બ્રેક’ લીધો હતો

ક્રાઈસ્ટચર્ચ, તા.૧૪
ઈંગ્લેન્ડની વિશ્વકપ જીતથી સંબંધિત એક નવા પુસ્તકમાં જણાવાયું છે કે, સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ફાઈનલમાં સુપર ઓવર પહેલાં પોતાને તણાવમુક્ત રાખવા માટે સિગારેટ બ્રેક લીધો હતો. ઈંગ્લેન્ડે એક વર્ષ પહેલાં ન્યૂઝીલેન્ડને વિવાદાસ્પદ ચોગ્ગાની ગણતરીના આધારે હરાવી પહેલીવાર વિશ્વકપ જીત્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિના એક વર્ષ પૂરા થવા પર એક પુસ્તક ‘મોર્ગનમેન ધ ઈનસાઈડ સ્ટોરી ઓફ ઈંગ્લેન્ડ રાઈઝ ઓફ ક્રિકેટ વર્લ્ડકપ હ્યુમિલીએશન ટુ ગ્લોરી’માં ખુલાસો કર્યો છે કે, લોડ્‌ર્સમાં તે દિવસે સ્ટોક્સ દબાણમાં હતો. નિક હોલ્ટ અને સ્ટીવ જેમ્સ દ્વારા લખાયેલા પુસ્તક અનુસાર સ્ટોક્સ ધૂળ અને પરસેવાથી રેબઝેબ હતો, તેણે તણાવ ભરેલી ક્ષણોમાં બે કલાક ર૭ મિનિટ સુધી બેટિંગ કરી હતી. સ્ટોક્સ ડ્રેસિંગરૂમમાં ગયો અને ન્હાવા જતો રહ્યો. ત્યાં તેણે સિગારેટ સળગાવી અને થોડી મિનિટ શાંતિથી પસાર કરી. અણનમ ૮૪ રનની ઈનિંગ માટે સ્ટોક્સને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. તેણે સુપર ઓવરમાં પણ આઠ રન બનાવ્યા હતા જેનાથી ઈંગ્લેન્ડ યાદગાર જીત મેળવવામાં સફળ રહ્યું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks