બોલિંગ માટે ખરાબ પરિસ્થિતિ છતાં બોલરોએ સારું કામ કર્યું : રોહિત શર્મા

કોલંબો, તા.૧૩
ત્રિકોણીય ટવેન્ટી-ર૦ સિરીઝમાં ભારતે યજમાન શ્રીલંકાને આસાનીથી ૬ વિકેટે પરાજય આપ્યો. મેચ બાદ ટીમ ઈન્ડિયાના કપ્તાન રોહિત શર્માએ પોતાની ટીમ ખાસ કરીને બોલરોની પ્રશંસા કરી. શ્રીલંકાની ટીમને ૧પર રને અટકાવી અમારા બોલરોએ સારું કામ કર્યું. બોલરોની દૃષ્ટિએ પરિસ્થિત આસાન ન હતી. મેચમાં ઝાકળના કારણે બોલરોને મુશ્કેલી થઈ રહી હતી. મને આ વાતની ખુશી છે કે તેમ છતાં તેમણે પોતાનું કામ સારી રીતે કર્યું. બોલરો ઉપરાંત આ મેચમાં મનિષ પાન્ડે અને ડીકે (દિનેશ કાર્તિક)એ શાનદાર બેટિંગ કરી કોઈ એક નામનો ઉલ્લેખ કરવો મુશ્કેલ છે. પૂરી ટીમના સામૂહિક પ્રયાસોથી આ જીત મળી છે શ્રીલંકાના કાર્યકારી કપ્તાન થિસારા પરેરાએ કહ્યું કે, ૧પર રનથી વધારેના સ્કોરની પિચ હતી. અમે શરૂઆતમાં સારી બેટિંગ કરી પણ મીડલ ઓર્ડર ફેલ ગયો અમે સારા સ્કોરથી ૩૦થી ૪૦ રન પાછળ રહ્યા. મારા માનવા મુજબ ૧૭પથી ૧૮૦નો સ્કોર આ પિચ પર સારો હોત.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts