નવી દિલ્હી,તા.૯
પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહને લઇને એવી વાત કરી છે જેનાથી કદાચ જસપ્રીતના પ્રશંસકો થોડા નિરાશ જરૂર થશે. શોએબે કહ્યુ કે પોતાની બોલીંગની એક્શનના કારણે તમામ પ્રકારના મેચમાં રમવા માટે જસપ્રીત બુમરાહને તકલીફ પડવાની છે. જો વહેલા સર આ વાત પર બુમરાહે પ્રેક્ટિસ ન કરી તો એવી નોબત આવશે કે જસપ્રીતની કરીયર લાંબી ચાલશે નહી. બુમરાહની એક્શનને જવાબદાર ગણાવતા શોએબે કહ્યુ કે તમામ પ્રકારની મેચમાં આ રીતની બોલીંગ કરવાથી જસપ્રીતને મુશ્કેલી આવશે તે તમામ પ્રકારના મેચ રમી શકશે નહી. શોએબ અખ્તરે કહ્યું, તે તેની બહાદુરી છે કે તેણે ટેસ્ટ મેચોમાં પોતાની કુશળતા બતાવી.
તે ખૂબ જ મહેનતુ છોકરો છે અને ખૂબ જ ફોકસ થયેલ છે. તે સારી રીતે જાણે છે કે તે ક્યાં જવા માંગે છે, પરંતુ તેની પીઠ તેને ક્યા સુધી ટેકો આપશે. મતલબ કે વધારે ભાર લેવાથી આ ખેલાડી સારૂ પરફોર્મન્સ નહી લાવી શકે. અખ્તરે વધુમાં કહ્યું કે, હું તેની મેચ જોતો હતો તે મેચ રમતા અચાનક તૂટી ગયો. મે મારા દોસ્તને ત્યારે જ કહ્યુ હતુ કે આ ખેલાડી વધારે ખેંચી નહી શકે. ફક્ત ૪-૫ કદમનો રનઅપ હતો અને તે થાકી ગયો. આ ફક્ત ગણતરી પુર્વકના પગલાઓનો હિસાબ નથી તમારી સ્ટેમિના અને મનોબળનો સવાલ છે.
તેનું શરીર તેની પીઠ આટલા ઝટકા સહન કરી શકશે નહી. અખ્તરે કહ્યું, મને લાગે છે કે એક બે ટેસ્ટ મેચ બાદ તે તૂટી જશે. તેમણે ખૂબ કાળજી લેવી પડશે અને સાવધાન રહેવુ પડશે. કેપ્ટને પણ સપ્રીત બુમરાહ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાનું રહેશે કેમકે આવી પ્રતિભાઓ બહુ ઓછી મળે છે. શોએબ અખ્તર ખુબ ઝડપી બોલર હતો તે સારી રીતે જાણે છે કે ઝડપી બોલીંગ કરવા માટે કેટલી મહેનત અને કેટલી સ્ટેમીનાની જરૂર પડે છે. મેચ દરમિયાન બોલરે ખાસ તેના હાથ અને પીઠ પર વધારે ભાર ન આવે તેમજ માનસીક રીતે પણ વધારે તૈયાર રહેવું પડે છે.