બોલીવુડના સૌથી અમીર વ્યક્તિની સંપત્તિ રૂા.૩૬,૦૦૦ કરોડ; શાહરૂખ, સલમાન અને આમિર ખાનની સંયુક્ત સંપત્તિ કરતાં પણ વધુ; તેઓ અભિનેતા કે દિગ્દર્શક નહીં પરંતુ ‘ટી-સીરીઝ’ના માલિક ભૂષણ કુમાર છે

 

 

(એજન્સી) તા.૩૦
હિન્દી સિનેમાને એક ‘ઉદ્યોગ’ (ઇન્ડસ્ટ્રી) તરીકે ઓળખ મળ્યાને હજુ ૩૦ વર્ષથી પણ ઓછો સમય થયો છે. ફિલ્મ જગતમાંથી ફિલ્મ ઉદ્યોગમાં થયેલા આ પરિવર્તન પછી સિનેમા ક્ષેત્રમાં પુષ્કળ નાણાં આવ્યા છે. વર્ષો દરમિયાન, ફિલ્મોમાં થયેલો વધારો અને અભિનેતાઓ તેમજ નિર્માતાઓની કમાણીમાં થયેલો વધારો આ બદલાવને વધુ સ્પષ્ટ કરે છે. આજે, બોલીવુડના સૌથી અમીર વ્યક્તિની સંપત્તિ વિશ્વભરના ટેક ઝ્રર્ઈંની સંપત્તિની બરાબર છે. વાસ્તવમાં, તેમની પાસે એટલી સંપત્તિ છે કે ત્રણેય ખાન (શાહરૂખ, સલમાન, આમિર)ની સંયુક્ત સંપત્તિ પણ તેનાથી ઓછી છે. આ સાધારણ દેખાતા યુવાન હવે બોલીવુડના સૌથી અમીર વ્યક્તિ છે. તેઓ ઇં૩.૮ બિલિયનની સંપત્તિ સાથે બોલીવુડના સૌથી અમીર વ્યક્તિ છે. ગયા અઠવાડિયે ‘હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૬’ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના સૌથી અમીર પુરુષો અને મહિલાઓની સંપત્તિના અંદાજોની વિગતો આપવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોની જેમ, અદાણી અને અંબાણી પરિવારોએ ટોચના ૨ સ્થાન જાળવી રાખ્યા છે. આ યાદીમાં ખનિજ, રિયલ એસ્ટેટ, ફાર્માસ્યુટિકલ્સ અને ઊર્જા જેવા પરંપરાગત વ્યવસાયોના ઉદ્યોગસાહસિકોનું વર્ચસ્વ છે. મનોરંજન ઉદ્યોગમાંથી માત્ર એક જ વ્યક્તિ ટોચના ૧૦૦માં સ્થાન મેળવી શકી છે.T-સીરીઝના વડા ભૂષણ કુમાર ૮૭મા ક્રમે છે, જેમની અંદાજિત સંપત્તિ લગભગ રૂા.૩૬,૩૦૦ કરોડ (આશરે ઇં૩.૮ બિલિયન) છે. તેમની સંપત્તિ અતુલ રૂઈયા (રૂા.૩૩,૪૦૦ કરોડ), કિરણ મઝુમદાર શો (રૂા.૩૨,૯૦૦ કરોડ) અને આદિત્ય ખેમકા (રૂા.૩૨,૨૦૦ કરોડ) જેવા કેટલાક સૌથી અમીર ભારતીયોની સંપત્તિ કરતાં પણ વધુ છે. ભૂષણ કુમાર ભારતના સૌથી અમીર ફિલ્મ નિર્માતા છે. ભૂષણ કુમાર ‘સન પિક્ચર્સ’ના કલાનિધિ મારન (જેમની અંદાજિત સંપત્તિ રૂા.૨૪,૬૦૦ કરોડ છે અને તેઓ યાદીમાં ૧૪૬મા ક્રમે છે) પાસેથી ભારતના સૌથી ધનિક ફિલ્મ નિર્માતાનું સ્થાન છીનવી લીધું છે. તેમણે બોલિવૂડના અગાઉના સૌથી ધનિક વ્યક્તિ રોની સ્ક્રૂવાલાને પણ પાછળ છોડી દીધા છે, જેમની સંપત્તિ આશરે રૂા.૧૬,૦૦૦ કરોડ હોવાનું મનાય છે. ૨૦૨૪ની ‘હુરુન રિચ લિસ્ટ’ મુજબ, ભૂષણ અને તેમના પરિવારની સંપત્તિ આશરે રૂા.૧૦,૫૦૦ કરોડ હોવાનો અંદાજ છે. માત્ર બે વર્ષમાં પરિવારની સંપત્તિમાં ૩.૫ ગણો વધારો થયો છે. આ વૃદ્ધિ ‘ટી-સીરીઝ’ના મ્યુઝિક પ્રોડક્શન કંપની અને ફિલ્મ પ્રોડક્શન હાઉસ એમ બંને ક્ષેત્રોમાં થયેલા વિકાસ સાથે સુસંગત છે. ભૂષણની રૂા.૩૬,૩૦૦ કરોડની સંપત્તિ યાદીમાં તેમના પછીના ક્રમે આવતા વ્યક્તિ રોની સ્ક્રૂવાલાની સંપત્તિ કરતાં ૧૦૦% થી પણ વધુ છે. ઉદ્યોગના સૌથી ધનિક અભિનેતા શાહરૂખ ખાન આ યાદીમાં ઘણા પાછળ છે, જેમની સંપત્તિ આશરે રૂા.૯,૫૦૦ કરોડ હોવાનો અંદાજ છે. વાસ્તવમાં, શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનની સંયુક્ત સંપત્તિ (રૂા.૧૫,૦૦૦ કરોડ) એ ભૂષણની ‘ટી-સીરીઝ’ દ્વારા એકત્રિત કરેલી સંપત્તિના અડધા ભાગ કરતાં ઓછી છે. ભૂષણ ‘સુપર કેસેટ્‌સ લિમિટેડ’ (જે ‘ટી-સીરીઝ’ તરીકે લોકપ્રિય છે અને એક વિશાળ મલ્ટીમીડિયા કંપની છે)ના મેનેજિંગ ડિરેક્ટર છે. આ કંપનીની સ્થાપના ભૂષણના પિતા, સ્વર્ગસ્થ ગુલશન કુમારે ૧૯૮૩માં કરી હતી. ૧૯૯૭ માં ગુલશનના અવસાન બાદ, ભૂષણે તેમના કાકા અને પૂર્વ અભિનેતા કૃષ્ણ કુમાર સાથે મળીને કંપનીની જવાબદારી સંભાળી ત્યારે તેમની ઉંમર માત્ર ૧૯ વર્ષ હતી. તેમના નેતૃત્વ હેઠળ, ‘ટી-સીરીઝ’નો વ્યાપ માત્ર રેકોર્ડ લેબલ પૂરતો સીમિત ન રહેતા ફિલ્મ વિતરણ અને ત્યારબાદ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ વિસ્તર્યો હતો. ૨૦૨૦ ના દાયકાની શરૂઆત સુધીમાં, ‘ટી-સીરીઝ’ વર્ષે ૨૦થી વધુ હિન્દી ફિલ્મોનું નિર્માણ કરી રહી હતી, જેનાથી તે દેશના સૌથી વધુ ફિલ્મોનું નિર્માણ કરતા પ્રોડક્શન હાઉસમાંનું એક બની ગયું હતું. ત્યાર પછીના વર્ષોમાં પ્રોડક્શન હાઉસનું કદ ઘટ્યું હોવા છતાં, તે સફળતા મેળવવામાં સફળ રહ્યા હતા. વર્ષ ૨૦૨૬ માં, તેની ત્રણ થિયેટર-રિલીઝ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સામૂહિક રીતે લગભગ રૂા.૭૦૦ કરોડની કમાણી કરી છે. ભૂષણ કુમારનીT-Seriesપાસે YouTubeજંની ચેનલ પછી વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી YouTube  ચેનલ પણ છે. તેની પાસે ૩૦૦ મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ સાથે વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી ર્રૂે્‌ેહ્વી ચેનલ પણ છે. ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં, ૩૫૩ અબજથી વધુ વ્યૂઝ સાથે તે વિશ્વની સૌથી વધુ જોવામાં આવતી ચેનલ છે.T-Series ભારતીય સંગીત ક્ષેત્રે પણ વર્ચસ્વ ધરાવે છે. તે ભારતીય સંગીત બજારમાં ૩૫% હિસ્સો ધરાવે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks