બ્રિટિશ મુસ્લિમો પર અલ-અક્સા મસ્જિદમાં નમાઝદરમિયાન ઇઝરાયેલી દળો દ્વારા હુમલો કરવામાં આવ્યો

(એજન્સી) તા.૨૩
એનાદોલુ એજન્સીના અહેવાલ મુજબ, પૂર્વ જેરૂસલેમમાં અલ-અક્સા મસ્જિદ સંકુલની મુલાકાત લેતા બ્રિટિશ મુસ્લિમોના એક જૂથે દાવો કર્યો હતો કે, ઇઝરાયેલી દળો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓને બળજબરીથી ત્યાથી દૂર કરવામાં આવ્યા હતા. તેઓએ આ ઘટનાને નમાઝ પરના પ્રતિબંધ અને માનવાધિકારના સ્પષ્ટ ઉલ્લંઘન તરીકે વખોડી કાઢી હતી. ઘટનાને નજરે જોનાર રાઝ અહેમદ, ઈસ્માઈલ હસન અને સૈયદ ઈબ્રાહિમના જણાવ્યા અનુસાર ઈદ અલ-ફિત્રની મુસ્લિમ રજાની પૂર્વસંધ્યાએ મસ્જિદ સંકુલની અંદર બાબ અલ-રહમા પ્રાર્થના હોલમાં નમાઝ અદા કરતી વખતે ઈઝરાયેલી સૈનિકોએ તેઓને નિશાન બનાવ્યા હતા. સૈયદ ઇબ્રાહિમે કહ્યું, ‘અમે બાબ અલ-રહમા મસ્જિદમાં અલ-અક્સા મસ્જિદમાં હતા, જે ડોમ ઓફ ધ રોકની ડાબી બાજુએ છે અને અમે પ્રાર્થના કરી રહ્યા હતા. હું બેઠો અને પછી એક માણસ, જે કદાચ લગભગ ૬ ફૂટ લાંબો હતો તે આવ્યો અને મને ખૂબ જ બળથી ખેંચી ગયો.’ તેમણે ઉમેર્યું કે, ‘તે મને ખેંચીને બહાર લઈ ગયો. તેણે તેના બૂટ મારા પગની ટોચ પર ખૂબ સખત રીતે મૂક્યા પછી તે જ વ્યક્તિએ લાકડી વડે મને ફરીથી ફટકાર્યો અને મારી ઘડિયાળને ફેંકી દીધી. તેણે મારી ઘડિયાળના ટુકડા કરી નાખ્યા. ઈઝરાયેલી સૈનિકો કોઈ કારણ વગર હંગામો મચાવી રહ્યા હતા.’ ઇસ્માઇલ હસન, જેમણે મસ્જિદના દરોડાનું રેકોર્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો, તેણે પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું કે, ‘એક સૈનિકે મને ઇશારો કર્યો અને કહ્યું, ‘જુઓ, તે રેકોર્ડિંગ કરી રહ્યો છે તેથી તેઓએ મને ટી-શર્ટ પકડીને બહાર ધકેલી દીધો, મારી પીઠ પર મુક્કો માર્યો અને મારા પગને લાત મારી.’ હસને કહ્યું, ‘હું જાણતો હતો કે તેઓ શું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ માત્ર પ્રતિક્રિયા મેળવવા માટે મને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો હું હસતો જ રહ્યો અને પૂછતો રહ્યો કે, મેં શું કર્યું છે ? મેં શું કર્યું છે ? હું કાયરોને ઓળખું છું, કારણ કે, જો તમે તેમની આંખમાં જોશો અને તેમને આવું પૂછો, તો તેઓ નજર ફેરવી લે છે, તેઓ જવાબ આપી શકતા નથી.’
‘તેણે મારા ચહેરા પર બંદૂક બતાવી’ :- હિંસાના અન્ય સાક્ષી રાઝ અહેમદે જણાવ્યું હતું કે, ઇઝરાયેલી સૈનિકોના દરોડાને કારણે તેમની પ્રાર્થનામાં વિક્ષેપ પડ્યો હતો. અહેમદે કહ્યું, ‘એક સૈનિકે મને ધક્કો માર્યો પણ હું ખસ્યો નહીં. તેણે મને ફરીથી ધક્કો માર્યો અને મને ખૂણામાં જવાનું કહ્યું.’ તેમણે ઉમેર્યું, ‘જ્યારે મેં કહ્યું કે સાંભળો, અમે અહીં પ્રાર્થના કરવા આવ્યા છીએ. તે સમયે એક વ્યક્તિએ મારા ચહેરા પર અને પછી છાતી પર બંદૂક બતાવી અને પછી તેણે તેને નીચે મૂકી દીધું અને કહ્યું કે, હલતા નહીં. તેઓ જે કરી રહ્યા હતા તે અમને કોઈ કારણ વિના માત્ર ડરાવવા માટે કરી રહ્યા હતા.’ મુસ્લિમો પેલેસ્ટીનમાં મુક્તપણે પૂજા કરી શકતા નથી એ હકીકત તરફ ધ્યાન દોરતા અહેમદે કહ્યું, ‘આ એવી વસ્તુ છે જે પેલેસ્ટીની લોકો દરરોજ સામનો કરે છે. આ એક ખુલ્લી રંગભેદ પ્રણાલી છે. અમે હવે તેનો અનુભવ કરી રહ્યા છીએ, પરંતુ પેલેસ્ટીની લોકો દરરોજ આનો સામનો કરે છે અને ગાઝામાં થઈ રહેલા નરસંહારને ભૂલી શકીએ નહીં. બધું એકબીજા સાથે જોડાયેલું છે.’ યુકે સ્થિત એડવોકેસી ગ્રુપ, ઝ્રછય્ઈ, ઓન ઠએ બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ કેમરનને વિનંતી કરી કે તેઓ ઇઝરાયેલી સૈનિકો દ્વારા આ બ્રિટિશ ઉપાસકો પરના હુમલાની નિંદા કરે. ઝ્રછય્ઈ જણાવ્યું હતું કે, ‘સરકાર સ્પષ્ટપણે સમર્થન આપે છે તે રંગભેદ એન્ટિટી હાલમાં નરસંહાર કરવાના ઇરાદા માટે ૈંઝ્રત્ન દ્વારા તપાસ હેઠળ છે કારણ કે, ઇઝરાયેલ ગાઝાના પેલેસ્ટીની લોકો સામે તેનું યુદ્ધ ચાલુ રાખ્યું છે.’ હમાસની આગેવાની હેઠળ ૭ ઓકટોબરના ક્રોસ બોર્ડર હુમલાથી ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર ઘાતક લશ્કરી આક્રમણ કર્યું હતું, જેમાં લગભગ ૧૨૦૦ ઇઝરાયેલીઓ માર્યા ગયા હતા. જો કે, ત્યારથી હારેટ્‌ઝ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે, ઇઝરાયેલ દ્વારા દાવો કર્યો હતો કે, હકીકતમાં પેલેસ્ટીની પ્રતિકાર દ્વારા ઈઝરાયેલની સેનાના હેલિકોપ્ટર અને ટેન્કો નાશ પામ્યા છે અને ૧,૧૩૯ સૈનિકો અને નાગરિકોમાંથી માર્યા ગયા હતા. ગાઝામાં લગભગ ૩૩,૯૦૦ પેલેસ્ટીનીઓ, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હતા, માર્યા ગયા છે અને સામૂહિક વિનાશ અને જરૂરિયાતોની અછત વચ્ચે ૭૬,૫૦૦થી વધુ ઘાયલ થયા છે. યુએન અનુસાર, ઇઝરાયેલી યુદ્ધે ગાઝાની ૮૫ ટકા વસ્તીને ખોરાક, સ્વચ્છ પાણી અને દવાઓના અભાવ અને નાકાબંધી વચ્ચે, આંતરિક વિસ્થાપનમાં ધકેલી દીધી છે. જ્યારે ૬૦ ટકા એન્ક્લેવનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષતિગ્રસ્ત અથવા નાશ પામ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks