બ્લિંકનની યાત્રા સમાપ્ત થયા પછી પણ ગાઝામાં ઈઝરાયેલી હુમલાઓમાં ડઝનો લોકો મૃત્યુ પામ્યા, પરંતુ સંઘર્ષ વિરામ સમજૂતી અત્યારે પણ અપ્રાસંગિક

(એજન્સી) તા.રર
ગાઝામાં પાછલા ર૪ કલાકમાં ઈઝરાયેલી હવાઈ હુમલાઓમાં પ૦ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા. જ્યારે સેનાએ જણાવ્યું કે સૈનિકોએ આતંકવાદીઓને નિશાન બનાવવાના જારી રાખ્યા અને હથિયાર અને દારૂગોળો જપ્ત કર્યો.
ઈઝરાયેલ અને હમાસની વચ્ચે ૧૦ મહિનાથી ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે અંતિમ કૂટનીતિક પ્રયાસ જારી રહેવા દરમ્યાન ઈઝરાયેલી સેનાએ જણાવ્યું કે જેટ વિમાનોએ ગાઝાપટ્ટીમાં સુરંગો, લોન્ચ સ્થળો અને અવલોકન ચોકી સહિત ૩૦ લક્ષ્યોને નિશાન બનાવ્યા.
તેણે જણાવ્યું કે સૈનિકોએ ડઝનો સશસ્ત્ર લડાકુઓને મારી નાખ્યા અને વિસ્ફોટક હાથગોળા અને સ્વચાલિત રાઈફલો સહિત હથિયારો પર કબજો કરી લીધો. સેનાએ મધ્ય ગાઝામાં દેર અલ-બલાહના વધુ પડતા ભીડવાળા વિસ્તારમાં નવા નિકાસી આદેશ જારી કર્યા જ્યાં લડાઈથી વિસ્થાપિત અનેક હજારો પેલેસ્ટીનીઓએ શરણ લીધી છે.
નિકાસીના આદેશ જેના વિશે સેનાએ જણાવ્યું કે નાગરિકોને ખતરનાક યુદ્ધ ક્ષેત્રથી નીકાળવા જરૂરી છે. તરત પછી ટેંકનો ગોળીબાર થયો. જેમાં એક વ્યક્તિનું મોત થયું અને મશીનગનના ગોળીબારમાં અનેક ઘાયલ થયા.
અમેરિકન વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકને મધ્ય પૂર્વમાં પોતાની નવીનતમ યાત્રા સમાપ્ત કરી પરંતુ આ વાતના સ્પષ્ટ સંકેત નથી મળ્યા કે લડાઈ સમાપ્ત કરવા માટે કોઈ સમજૂતી થઈ રહી છે કે નહીં. યુદ્ધ વિરામ મધ્યસ્થો ઈજિપ્ત અને કતારના નેતાઓની સાથે બ્લિંકને મંત્રણા સાથે જ ઈઝરાયેલમાં નાના, ભીડવાળા ગાઝાનું ભાગ્ય દાવ પર લાગ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks