ભડકે બળતા મધ્યપૂર્વમાં સંયમ જાળવવા આહ્‌વાન કરતા યુરોપના આગેવાનોયુદ્ધના વધુ વિસ્તરણ સામે યુરોપના ત્રણ દેશોની ચેતવણી, ગાઝામાં યુદ્ધવિરામ કરવા અપીલ

(એજન્સી) પેરિસ, તા.૧૨
યુરોપના ત્રણ દેશો ફ્રાન્સ, જર્મની અને બ્રિટને સળગતા મધ્યપૂર્વમાં સંયમ જાળવવા અનુરોધ કર્યો છે. યુદ્ધનો વધુ વ્યાપક રીતે ભડકો ન કરવા ઈરાન તથા તેના સાથી જૂથોને અપીલ કરવા સાથે યુરોપના દેશોએ ગાઝામાં યુદ્ધવિરામ કરવા પણ અનુરોધ કર્યો હતો. એક સંયુક્ત નિવેદનમાં ત્રણ દેશોના વડાઓએ ઈઝરાયેલ પર વળતો હુમલો કરવાથી દૂર રહેવા ઈરાન તથા તેના સાથી હૌથી હિઝબુલ્લાહ તથા હમાસને અનુરોધ કર્યો હતો. યુરોપના દેશોએ મધ્યપૂર્વમાં તનાવનો અંત લાવવા અને પ્રાદેશિક સ્થિરતા લાવવાની અપીલ કરી હતી અને તાકીદે યુદ્ધવિરામ કરવા માંગણી કરી હતી. સંયમ જાળવવાની તાકીદની સતત અપીલો છતાં યુદ્ધગ્રસ્ત બન્ને પક્ષોએ એકબીજાને ધમકી આપવાનું ચાલુ રાખ્યું છે અને ગાઝા પર ઈઝરાયેલનો બોમ્બમારો પણ ચાલુ રહ્યો છે. આવા માહોલમાં ફ્રાન્સના પ્રમુખ મેક્રોમ, જર્મનીના વડા ઓલફ શુલ્ઝ તથા બ્રિટનના વડાપ્રધાન સ્ટારમરે નિવેદનમાં જણાવ્યું છે કે, પ્રાદેશિક તંગદિલી વધુ વરસી જાય અને યુદ્ધવિરામ તથા બંદીવાનોની મુક્તિ ભયમાં મુકાઈ જાય એવા આક્રમણથી દૂર રહેવા અમે ઈરાન અને એમના સાથીદારોને અપીલ કરીએે છીએ. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સમજૂતી કરાવવા માટે અમેરિકા, કતાર તથા ઈજિપ્ત દ્વારા ચાલી રહેલી કોશિશના આદેશોને સમર્થન આપ્યું હતું. યુરોપના વડાઓએ અપીલ કરી હતી કે, યુદ્ધનો હવે અંત લાવવો જોઈએ અને હમાસે તમામ બંદીવાનોને છોડી દેવા જોઈએ કેમ કે ગાઝાની જનતાને અવિરત અને વણથંભી સહાયની તાકીદે જરૂર છે. ઈરાન અને હિઝબુલ્લાહ ફરીફરીને કહી રહ્યા છે કે, અમે સંપૂર્ણ યુદ્ધ કરવા માંગતા નથી પણ અમારા કમાન્ડરોની હત્યા બદલ ઈઝરાયેલને સખત સજા કરવા માંગીએ છીએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks