ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦ મી વર્ષગાંઠ નિમિત્તે સૌથી લાંબી અને મોટી ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. ભાજપના ધારાસભ્યો અને સાંસદોને આગામી ૧૫ દિવસમાં ૧૫૦ સ્થળોએ સ્વતંત્રતા સેનાનીઓના સ્મારકો પર મોટા કદના ત્રિરંગા લઈને મુલાકાત લેવાનું કહેવામાં આવ્યું છે. સ્મૃતિ ઈરાની સિયાચીનમાં સૈનિકો સાથે રક્ષાબંધન ઉજવશે. આ ઉપરાંત સ્વતંત્રતા દિવસની સાથે સાથે રાષ્ટ્રવાદની ભાવના અને દેશભક્તિ દર્શાવવા ભાજપ સ્વતંત્રતાના ૭૦માં વર્ષની ઉજવણી કરવા માટે અનેક કાર્યક્ર્‌મનું આયોજન કરી રહ્યો છે. સમગ્ર દેશમાં સ્કૂલનાં બાળકોને ૨૩ ઓગસ્ટના રોજ તેમના આ કાર્યક્ર્‌મ ’યાદ કરો કુરબાની’ ના ૧૫ દિવસ પૂર્ણ થતાં સમૂહમાં રાષ્ટ્રગીત ગાવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ જ્યારે ભાજપ પોતે રાષ્ટ્રવાદ અને તેના પ્રતીકો સાથે આ કાર્યક્ર્‌મ કરી રહ્યો છે ત્યારે હિન્દુ રાષ્ટ્રવાદના પ્રણેતા અને ભાજપની વિચારધારાના માર્ગદર્શક એવા આરએસએસ દ્વારા પણ આ પ્રસંગે કોઈ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે? કે માત્ર અનિચ્છા સાથે આ ત્રિરંગા યાત્રાને આધાર આપી રહ્યું છે?


એ માર્મિક વાત નથી કે જે પક્ષ રાષ્ટ્રવાદ માટે શોરબકોર કરી રહ્યો છે તેના “માર્ગદર્શક” કે તેને નિયંત્રિત કરતી એક સંસ્થાએ કે દેશના આ ધ્વજ અને બંધારણનું પ્રભુત્વ સ્વીકારવા માટે ઇનકાર કરી દીધો હતો?
૧૯૫૦ પછી, સંઘના નાગપુરમાં હેડક્વાર્ટર ખાતે ક્યારેય ત્રિરંગો ફરકાવવામાં આવ્યો નથી. તેના બદલે, તેઓએ કેસરિયો ધ્વજ ફરકાવ્યો છે. ગણતંત્ર દિવસ હોય કે સ્વતંત્રતા દિવસ, તેઓએ ભાજપની અટલ બિહારી વાજપેયી સરકાર સત્તામાં આવી એ પછી ૨૦૦૨થી ત્રિરંગાને માન આપવાનું શરૂ કર્યું હતું.
આ વર્ષે ૨ એપ્રિલના રોજ આરએસએસના જનરલ સેક્રેટરી સુરેશ ભૈયાજી જોશીએ ત્રિરંગો અને આરએસએસના કેસરીયા ધ્વજને સમાન આદર આપવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે “આપણા માટે, ત્રિરંગો અને કેસરિયો ધ્વજ સમાન રીતે વંદનીય છે.”
અન્ય મીડિયા આઉટલેટ મુજબ જોશીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય ધ્વજ તરીકે કેસરીયા ધ્વજને માન આપવામાં કશું ખોટું નથી, કારણ કે ત્રિરંગો અને કેસરિયો ધ્વજ બંને અલગ નથી.
આરએસએસએ ક્યારેય ત્રિરંગાને મન આપ્યું નથી.


હિન્દુત્વ બ્રિગેડે ભારતના સ્વતંત્ર લોકશાહીના પ્રતિક તરીકે આપણાં રાષ્ટ્રધ્વજ અને બંધારણ માટે અણગમો દર્શાવ્યો છે. તેનો એક ઇતિહાસ ધરાવે છે. ૨૨ જુલાઈ ૧૯૪૭ના રોજ બાંધારણસભાએ સર્વસંમતિ સાથે ભારતના ધ્વજ તરીકે ત્રિરંગો અપનાવ્યો હતો અને તે એક ભાવનાત્મક ઘટના હતી. જે ભારતની લોકશાહી માટે પ્રથમ પગલું હતું. અને તેની તમામ વિવિધતા સાથે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
આ નિર્ણયના માત્ર એક સપ્તાહ બાદ ૨૯ જુલાઈના રોજ વિનાયક દામોદર સાવરકર, જેમની જન્મ જયંતી મોદી નિયમિત રીતે ઉજવે છે, અને તેઓ હિંદુત્વના મુખ્ય અગ્રણી છે, તેઓએ આ ત્રિરંગા વિશે કહ્યું હતું કે ભારતીય સંઘ દ્વારા ત્રિરંગાને રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો છે એ વાંધાજનક છે, હું ભારપૂર્વક જણાવું છું કે કેસરિયા ધ્વજ સિવાય હિન્દુસ્તાનના રાષ્ટ્રીય ધ્વજ તરીકે તેને માન્યતા આપી શકાય નહીં. સાવરકરે વધુમાં કહ્યું હતું કે “હિન્દુસ્તાન એ અમારી જન્મભૂમિ છે અને પવિત્ર છે તે અવિભક્ત અને અવિભાજ્ય છે, એ આપણી જાતિના અસ્તિત્વનું ચિન્હ છે…… માટે કોઈ પણ કિંમતે આપણે આપણી વફાદારી મુજબ કોઈ અન્ય ધ્વજને નહીં પરંતુ રાષ્ટ્રીય ધ્વજ તરીકે માત્ર ભગવા ધ્વજને જ સલામ કરવી જોઈએ.” આ ઉપરાંત ગોલવલકર, જે આરએસએસમાં ગુરુજી તરીકે પ્રખ્યાત છે તેઓએ માત્ર આ ત્રિરંગાનો જ વિરોધ કર્યો ન હતો પણ તેમણે બંધારણમાં પણ અવિશ્વાસ દર્શાવ્યો હતો.
ગોલવલકર મનુસ્મૃતિને જ માનતા હતા
ગોલવલકરે પોતાના વિચારો વ્યક્ત કરતાં વિચાર નવનીતમાં લખ્યું હતું કે “અમારા નેતાઓએ આપણા માટે એક નવા રાષ્ટ્રીય ધ્વજનો નિર્ણય લીધો છે. તેઓએ શા માટે આવું કર્યું? આ અસ્વીકાર્ય છે જ્યારે અમારી પાસે સમૃદ્ધ વારસો છે તો આપણે બીજાની નકલ શા માટે કરવી જોઈએ”.
ગોલવલકરના પુસ્તક ’બંચ ઓફ થોટ’ નું એક પાનું
તેઓ લખે છે કે “કોણ કહે છે કે આ એક શુદ્ધ અને રાષ્ટ્રવાદી દ્રષ્ટિબિંદુ છે? આ માત્ર એક રાજકીય ઉકેલ છે … અમારો દેશ પ્રાચીન અને મહાન રાષ્ટ્ર છે, જે સમૃદ્ધ વારસો ધરાવે છે. તો પછી અમારો પોતાનો એક ધ્વજ શા માટે નથી? “
૩૦ નવેમ્બર ૧૯૪૯ના ‘ઓર્ગેનાઈઝર્સ’ના અંકમાં એક સંપાદકીયમાં તેમણે સમજાવ્યું હતું કે “મનુસ્મૃતિના નિયમો ઘણા લાંબા સમય પહેલા લખેલા છે. આપણે આપણાં કાયદા મનુસ્મૃતિમાથી અપનાવીને વિશ્વની પ્રશંસા મેળવવી જોઈએ, પરંતુ અમારા બંધારણના પંડિતો માટે તેનો કોઈ અર્થ નથી.” આમ ભારતના બંધારણ માટે આરએસએસનો તિરસ્કાર અને તેના ત્રિરંગા વિશેના વિચાર માટે તેઓએ સરકાર, અને ખાસ કરીને વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ગૃહમંત્રી વલ્લભભાઈ પટેલ સાથે પણ ઘણી વાર વાત કરી હતી. ગાંધીની હત્યા કરવામાં આવી એ પછી આરએસએસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, એ પછી ગોલવલકર અને સરકાર વચ્ચે અને ખાસ કરીને ગૃહ મંત્રાલયના સરદાર પટેલ વચ્ચે પત્રોની આપલે થઈ હતી. જેમાં પટેલે સંઘ વાંધાજનક અને હાનિકારક પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવતી હિંસાને લીધે અમુક સંપ્રદાયના ઘણા લોકો પીડિત થયા હતા એવો દાવો કર્યો હતો અને તાજેતરની આ પ્રવૃતિમાં ગાંધીજીનો ભોગ લેવામાં આવ્યો હતો.” ૧૪ નવેમ્બર ૧૯૪૮ના રોજ ગૃહ મંત્રાલય દ્વારા જારી એક પ્રેસ નોટ નોંધે છે કે ગોલવલકરે વડાપ્રધાન અને ગૃહ પ્રધાનને લખેલા એક પત્રમાં બીજી બાબતોની સાથોસાથ એ લખ્યું હતું કે આરએસએસ ભારતની ધર્મનિરપેક્ષ રાજ્યની કલ્પના સાથે સંપૂર્ણપણે સંમત થાય છે અને તે સ્વીકારે છે કે દેશના રાષ્ટ્રીય ધ્વજ તરીકે ત્રિરંગો હોવો જોઈએ. અને વિનંતી કરી હતી કે જે પ્રતિબંધ ફેબ્રુઆરીમાં આ સંસ્થા પર લાદવામાં આવ્યો છે તે હવે ઉઠાવી લેવામાં આવે.”
પણ નહેરુએ આરએસએસ અને તેના રાષ્ટ્રવાદ પર ક્યારેય વિશ્વસ કર્યો ન હતો. અને ગાંધીજીએ પણ તેના પર વિશ્વાસ કર્યો ન હતો.
નહેરુ ગાંધીના અભિપ્રાયો ટાંકતા કહે છે કે ’મને યાદ છે બાપુએ મને ગોલવલકર સાથે તેમની પ્રથમ બેઠક બાદ જણાવ્યું હતું કે તેઓ તેમના દ્વારા આંશિક પ્રભાવિત થયા હતા પરંતુ તેઓને તેમના પર વિશ્વાસ ન હતો. તેમની બીજી કે ત્રીજી બેઠક બાદ તેમણે ગોલવલકર અને આરએસએસ વિરુદ્ધ ખૂબ જ મજબૂત અભિપ્રાય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેઓને તેમના શબ્દ પર વિશ્વાસ રાખવો અશક્ય છે. તેઓ જે વાત કરે છે અને જે કાર્ય કરે છે તેમાં ચોક્કસ વિરોધાભાસ જણાય છે.”
નહેરુએ જણાવ્યુ હતું કે પોતે પણ આરએસએસ માટે એવી જ છાપ ધરાવે છે. તેમણે લખ્યું હતું કે “હું માનું છું કે આરએસએસની અનિચ્છનીય પ્રવૃત્તિઓના દેશના વિવિધ ભાગોમાંથી અહેવાલો પ્રાપ્ત કરવામાં આવી રહ્યા છે એના પરિણામ રૂપે હું સૂચવું છું કે પ્રસ્તુત સમયબિંદુએ હવે આરએસએસ વિશે કોઇ નવું પગલું લેવા આપણે ખૂબ કાળજી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ”
-સુહાસ મુન્શી
(સૌ. : કેચ ન્યૂઝ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts