અલ્હાબાદ હાઇકોર્ટે આંતરધર્મીય લગ્નો અંગે આપેલા આદેશના પગલે તેના પરના રાજકારણનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે.
અલ્હાબાદ હાઇકોર્ટે ૨૯મી સપ્ટેમ્બરના રોજ નવપરીણિત દંપતીને સંરક્ષણ આપવાનો પોલીસને આદેશ આપ્યો હતો. જન્મે મુસ્લિમ મહિલા ૩૧મી જુલાઈના લગ્નના મહિના પછી હિંદુ બની હતી. આ ઘટનાના પગલે હાઇકોર્ટે જણાવ્યું હતું કે ફક્ત લગ્ન માટે જ તે વ્યક્તિના ધર્મ અંગે કોઈપણ પ્રકારની જાણકારી વગર તેનો ધર્મ સ્વીકારવો તે અસ્વીકાર્ય બાબત છે.
આ ચુકાદો સપ્ટેમ્બરમાં આપવામાં આવ્યો હતો, પહેલી નવેમ્બરના રોજ ઉત્તરપ્રદેશમાં જાહેર સભામાં મુખ્યપ્રધાન આદિત્યનાથે બે પાનાના ચુકાદાને ટાંકીને ચેતવણી આપી હતી કે જે લોકોએ મહિલાઓના શોષણ માટે તેની ઓળખ છૂપાવી તેઓએ ક્યાં તો તેમના માર્ગ બદલવા પડશે નહીં તો અંતિમ પ્રવાસની તૈયારી કરવી પડશે.
આદિત્યનાથે જણાવ્યું હતું કે સરકાર આકરો કાયદો લાવીને લવજેહાદ અટકાવશે. લવજેહાદ શબ્દનો હિંદુત્વના કાર્યકરો મુસ્લિમો અને હિંદુઓ વચ્ચેની આંતરધર્મીય લગ્નોના સંદર્ભમાં ઉપયોગ કરે છે. આ શબ્દને મુખ્યત્વે મુસ્લિમ પુરુષો હિંદુ મહિલાને પ્રેમ દ્વારા લલચાવીને ફસાવવામાં આવે છે અને તેનું પછી ઇસ્લામમાં રૂપાંતર કરવામાં આવે છે. વાસ્તવમાં તેને ઇસ્લામમાં લાવવા માટે તેની સાથે આવું કરાય છે.
આદિત્યનાથના નિવેદન પછી હરિયાણા અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાનોએ જણાવ્યું હતું કે તેઓ પણ લવજેહાદને અટકાવવા માટે આવો કાયદો લાવવાની તૈયારી કરવાના છે. કહેવાની જરૂર નથી કે બંને ભાજપ શાસિત રાજયો છે. હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે તો એક ડગલું આગળ વધીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પણ લવજેહાદ અટકાવવા માટેના રસ્તાઓ શોધી રહી છે.
બલ્લભગઢના કેસને લવજેહાદ સાથે જોડી દેવાયો છે તો કેન્દ્રની સાથે રાજ્ય સરકાર પણ તેમા જોઈ રહી છે. તેઓ દોષિત તેમા ભાગી ન શકે તે પ્રકારની કાયદાકીય જોગવાઈઓ અંગે વિચારી રહી છે અને તેની સાથે નિર્દોષ વ્યક્તિને સજા ન થાય તેવા કાયદાકીય નિયમો ઘડવા તૈયારી કરી છે, એમ ખટ્ટરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમણે ૨૬મી ઓક્ટોબરના રોજ ૨૧ વર્ષની યુવતીનું ફરીદાબાદ ખાતે ખૂન થયું તે વાતને ટાંકી હતી. બે મુસ્લિમ પુરુષોની આ કેસમાં ધરપકડ થઈ છે. એક તો તેનો લાંબા સમયથી પીછો કરતો હતો અને તેની પજવણી કરતો હતો.
ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અલ્હાબાદ હાઇકોર્ટના આદેશનો ફાયદો ઉઠાવીને લવજેહાદ નેરેટિવને પ્રમોટ કરી રહ્યા છે તો હાઇકોર્ટનો આદેશ પોતે પણ ગંભીર કાયદાકીય મુશ્કેલીઓને નોતરનારો છે.
આ પ્રકારના નેરેટિવનું ધ્યેય મહિલાઓને શોષણથી બચાવવા માટે રક્ષણ આપવાનો છે, હાઇકોર્ટના આદેશના લીધે હવે વિવાદ તે સર્જાયો છે કે કાયદાકીય પ્રણાલિ ધર્માંતરને કેવી રીતે જુએ છે. કોર્ટે અહીં વિરોધાભાસભર્યુ વલણ અપનાવ્યું છે. કોર્ટે અહીં સામાન્ય વ્યક્તિના અધિકારની વાત કહી છે, જે દરેક નાગરિકને તે ધરતીના જે તે કાયદા મુજબ તેને અનુસરવાની તથા ધર્માંતરને અટકાવવાની છૂટ આપે છે.
આ સંદર્ભમાં જોઈએ તો કોર્ટે તેના આદેશમાં જણાવ્યું છે કે વ્યક્તિ તેના અંતઃ કરણને અનુસરીને ધર્માંતરણ માટે નિર્ણય લે. તેનું ધર્માંતરણ કોઈપણ પ્રકારના દબાણ કે લાલચ વગર થવુ જોઈએ. આ સંદર્ભનો ઉપયોગ કરીને ભાજપ શાસિત રાજ્યો જેને લવજેહાદ કહે છે તેને રોકવા માટે પ્રતિબંધ લાવી શકે. આ સિવાય કોઈપણ વ્યક્તિ પ્રેમ કે લગ્ન દ્વારા ઇસ્લામમાં કે બીજા કોઈપણ ધર્મમાં ધર્મપરિવર્તન કરે તેના પર પણ પ્રતિબંધ આવી શકે તેવો સવાલ પણ ઉદભવે છે.
અંતઃ કરણને અનુસરવાનો અધિકાર
અંતઃ કરણને અનુસરવાનો અધિકાર તે બંધારણના આર્ટિકલ ૨૫માં આપવામાં આવ્યો છે. તેમા ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, ધાર્મિક પ્રણાલિના પાલનનો અધિકાર અને ધર્મના પ્રચારના અધિકારનો સમાવેશ થાય છે.
ભારત બિનસાંપ્રદાયિક દેશ હોવાથી દેશના દરેક ધર્મોના નાગરિકોને આ અધિકાર સમાન રીતે લાગુ પડે છે. કોર્ટના જણાવ્યા મુજબ અંતઃ કરણને અનુસરવાનો અને ધર્મને અનુસરવાના અધિકારનો અર્થ એમ થાય કે કોઈ વ્યક્તિનો અધિકાર બીજી વ્યક્તિના અધિકારનો ભંગ ન કરી શકે.
અંતઃ કરણ કે આંતર ચેતનાને અનુસરવાનો અધિકાર તે ધાર્મિક અધિકારની સ્વતંત્રતાને ધ્યાનમાં લઈને રચાયો છે. આનો અર્થ એમ થાય કે કોઈ વ્યક્તિ ધાર્મિક ન હોય તો પણ તેને તેના અંતઃકરણને અનુસરવાનો અધિકાર છે, જેના શબ્દકોષીય અર્થ મુજબ જોઈએ તો સાચા કે ખોટાની સમજ થાય, એવી નૈતિક સમજ જાય જે અગાઉના માન્યતાપ્રાપ્ત નીતિગત સિદ્ધાંતોનો ભંગ કરે છે કે વિરોધ કરે છે અને તેના લીધે જો કોઈ આ નિયમોનો ભંગ કરે તો દોષિતપણાની લાગણી અનુભવાય છે.
આના પરિણામે આંતરચેતનાની વ્યક્તિગત કવાયત મર્યાદિત રહેતી નથી, કારણ કે તે ધર્મ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલી નીતિઓ અને મૂલ્યો સાથે સાનુકૂળ નથી. હવે જો કોઈ વ્યક્તિને લાગે કે આ ધાર્મિક સિદ્ધાંત તેની વ્યક્તિગત માન્યતાઓનો ભંગ કરે છો અને જો વ્યક્તિગત માન્યતાઓ કાયદાનો ભંગ કરતી ન હોય અથવા તો તે બીજી વ્યક્તિના અધિકારના રક્ષણની કવાયત કરતી હોય તો અંતઃકરણપૂર્વક વર્તવાના અધિકારને અંકુશમાં રાખી ન શકાય. આ તત્વોને ધ્યાનમાં રાખતા જોઈએ તો રાજ્ય કેવી રીતે ધર્માંતરણ પર પ્રતિબંધ લાદતી સત્તાઓ મેળવી શકે, જે વાસ્તવમાં આ પ્રકારની આંતરચેતનાની કવાયત છે. આ પ્રકારનું ધર્માંતરણ આંતરચેતનાના અધિકારની કવાયત છે તેના અંગેના ખાસ નિયમો છે અને નથી તો પછી શું છે?
આ પ્રકારના સવાલોનો જવાબ ૧૯૭૫ની સુપ્રીમ કોર્ટની બંધારણની બેન્ચે આપ્યો હતો, જેને લોકપ્રિય રીતે ધર્માંતરણ વિરોધી કાયદા તરીકે ઓળખવામાં આવે છે.
ધર્માંતરણ વિરોધી કાયદો
૧૯૭૫માં સુપ્રીમ કોર્ટે આર્ટિકલ ૨૫ની વ્યાખ્યા કરતો આપેલો આદેશ સાચો હતો. મધ્યપ્રદેશ અને ઓડિશાની હાઇકોર્ટે સંલગ્ન રાજ્યોએ પાસ કરેલા ધર્માંતરણ વિરોધી કાયદાની બંધારણી વૈદ્યતા અંગે વિરોધાભાસી આદેશો આપ્યા હતા.
મધ્યપ્રદેશ હાઇકોર્ટે આ અંગે રાજ્યનો કાયદો જાળવ્યો હતો તો ઓડિશા હાઇકોર્ટ ઓડિશા સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ધર્માંતરણ વિરોધી કાયદાને વળગી રહી હતી. હાઇકોર્ટે તેના તારણ પર પહોંચવા માટે જુદા-જુદા રુટ અપનાવ્યા હતા.
ઓડિશામાં કોર્ટ અંગે જણાવ્યું હતું કે રાજ્યના ધર્માંતરણ વિરોધી કાયદા અંગેના શબ્દો અસ્પષ્ટ હતા અને તેનો દૂરુપયોગ થઈ શકતો હતો. હાઇકોર્ટે જણાવ્યું હતું કે પ્રલોભન શબ્દની વ્યાખ્યા અસ્પષ્ટ છે અને ઘણી ધર્મવિરોધી પ્રવૃત્તિઓને આ વ્યાખ્યા હેઠળ આવરી લેવાઈ શકે અને આર્ટિકલ ૨૫(૧)ની મર્યાદા વ્યાપક પાયા પર આ વ્યાખ્યાને આવરી ન શકે.
આર્ટિકલ ૨૫(૧)માં આ અંગે શું પ્રતિબંધો છે?
જાહેર વ્યવસ્થા, નૈતિકતા, આરોગ્ય અને અન્ય મૂળભૂત અધિકારો બંધારણના ત્રીજા ભાગમાંથી ઉદભવે છે. બીજું ઓડિશા કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યને આ પ્રકારનો કાયદો ઘડવાનો કોઈ અધિકાર નથી, કારણ કે તે ધર્મ અંગેનો કાયદો છે અને તે રાજ્યની યાદીમાં કે પ્રવર્તમાન યાદીમાં આવતો નથી.
તેથી તે આપમેળે સંસદના અધિકાર ક્ષેત્રમાં આવે છે. તેણે ધર્માંતરણ વિરોધી કાયદો જાહેર વ્યવસ્થાનું સંરક્ષણ કરવા છે તે દલીલને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો. આમ બળજબરીપૂર્વક થતાં ધર્માંતરણના લીધે જાહેર શાંતિ હણાવવાનો અવકાશ રહે છે તેવી દલીલ તેણે ન સ્વીકારી.
મધ્યપ્રદેશ હાઇકોર્ટે બીજી બાજુએ તે દલીલ સ્વીકારી કે ધર્માંતરણ વિરોધી કાયદો જાહેર વ્યવસ્થાને જાળવવા માટે આવશ્યક કાયદો છે અને તેથી તેને ધર્મના અધિકારની સાથે બંધારણના આર્ટિકલ ૨૫(૧) મુજબ અંતઃકરણ કે આંતરચેતના પૂર્વક વર્તવાના અધિકારની જોડે મર્યાદિત રીતે લેવો જોઈએ. આમ તેણે રાજ્યનો કાયદો જાળવ્યો.
આ બે પ્રકારના વિરોધાભાસભર્યા ચુકાદાની સ્થિતિમાં આ બાબત સુપ્રીમ કોર્ટમાં ગઈ.
સુપ્રીમ કોર્ટ અને ધર્માંતરણ વિરોધી કાયદો
સુપ્રીમ કોર્ટે ૧૯૭૫માં મધ્યપ્રદેશ હાઇકોર્ટે ધર્માંતરણ વિરોધી કાયદાની જે વ્યાખ્યા કરી તેનું સમર્થન કર્યુ હતુ. સરળ સંદર્ભમાં જોઈએ તો સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પ્રલોભન, છેતરપિંડી કે બળજબરીથી થતું ધર્માંતરણ વ્યક્તિની આંતરચેતનાનો ભંગ છે અને તેના લીધે તેની આંતરચેતનાની વિરોધમાં કેટલાક પરિબળો હોવાનું ચિત્ર ઉપજે છે. કોર્ટે જણાવ્યું હતું કે અમને કોઈ શંકા નથી કે આર્ટિકલ ૨૫(૧)માં પ્રોપગેટ એટલે કે પ્રચાર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમા સ્પષ્ટપણે વ્યક્તિને બીજી વ્યક્તિને તેના ધર્મમાં ધર્માંતરણ કરવાનો અધિકાર ન હોવાનું કહેવાયું છે, પરંતુ બીજાઓને નુકસાન કર્યા વગર પોતાના ધર્મનો પ્રચાર કરવો કે ફેલાવો કરવો તો દરેકનો અધિકાર છે. અહીં તે યાદ રાખવુ જરૂરી છે કે આર્ટિકલ ૨૫(૧)માં પોતે જે માન્યતાનું પાલન કરતાં હોય તેનું પાલન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. દરેક નાગરિકને આ અધિકાર મળ્યો છે. આ અધિકાર કોઈ એક ખાસ ધર્મના અનુયાયીઓ પૂરતો સીમિત નથી. તેમા જણાવાયું છે કે કોઈ એક વ્યક્તિને તેવો મૂળભૂત અધિકાર નથી કે તે બીજી વ્યક્તિનું તેના ધર્મમાં ધર્માંતરણ કરે, આમ જો કોઈ વ્યક્તિએ બીજી વ્યક્તિનું તેના ધર્મમાં ધર્માંતરણ કર્યું હોય તે તેના ધર્મના પ્રચાર કે ફેલાવાના ભાગરૂપે કર્યુ હોવુ જોઈએ તેનો તેણે ભેદ પાડવો જોઈએ. તે વ્યક્તિની પોતાની અંતરચેતનાને અનુસરવા કર્યુ હોવાનું સાબિત કરવુ જોઈએ, જેની ખાતરી દેશના બધા નાગરિકોને આપવામાં આવી છે.
કોર્ટે આ સિવાય જાહેરાત કરી છે કે રાજ્યો પાસે અધિકાર છે કે તે જાહેર વ્યવસ્થાના જળવાય તે પ્રકારના કાયદા ઘડે. બળજબરીથી થતાં ધર્માંતરણના લીધે જાહેર વ્યવસ્થામાં અવરોધ થવાની સંભાવના રહે છે. કોર્ટે આ શબ્દનો પ્રયોગ વ્યાપક રીતે કર્યો છે, જેનો ઉપયોગ રાજ્યો તેની મુનસફી મુજબ કરી રહ્યા છે.
કોર્ટે ઉમેર્યુ હતું કે કાયદામાં જણાવાયું છે કે જાહેર વ્યવસ્થા જાળવવા માટે બળજબરીથી થતાં ધર્માંતરણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જો તેમ ન કરવામાં આવ્યું તો રાજ્યોમાં જાહેર અવ્યવસ્થા સર્જાશે. વાસ્તવમાં જાહેર વ્યવસ્થાની અભિવ્યક્તિ અહીં વ્યાપક સંદર્ભમાં અને શાંતિના સ્વરૂપમાં જોવાય છે, જે સરકાર દ્વારા લાદવામાં આવેલા આંતરિક નિયંત્રણોના પરિણામે રાજકીય સમાજના સભ્યો વચ્ચે પ્રવર્તતી હોય છે.
આથી ભાજપ શાસિત રાજ્યોએ જણાવ્યું છે કે તેઓ લવજિહાદ સામે કાયદાની સંભાવના ખંખોળી રહ્યા છે. કદાચ તેને જાહેર વ્યવસ્થાના સંદર્ભમાં રચવામાં આવે તેવી સંભાવના છે અને તેના દ્વારા જાહેર શાંતિ જાળવવા વિવિધ ધર્મોના લોકો પર નિયંત્રણ મેળવાઈ શકે. ૧૯૭૫ના ચુકાદાએ ધર્માંતરણ વિરોધી કાયદાની જોગવાઈ અંગે સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું છે, પરંતુ તેમા તે જણાવાયું નથી કે વ્યક્તિ લગ્નને ધ્યાનમા રાખીને કે લગ્ન માટે ધર્માંતરણ કરી શકે કે નહીં.
અલ્હાબાદ હાઇકોર્ટે આ માટે વિવિધ ચુકાદાઓને પૂર્વધારણાઓ તરીકે ટાંક્યા છે, તેમા દલીલ કરવામાં આવી છે કે ફક્ત લગ્ન માટે ધર્માંતરણ સ્વીકાર્ય નથી. પરંતુ આ ચુકાદાઓને ટાંકીને પણ કોર્ટે વાસ્તવિક ધોરણે તે જણાવ્યું નથી કે હાઇકોર્ટ તેને કઈ રીતે વ્યાખ્યાયિત કરે છે. (ક્રમશઃ) – મનીષા યાદવ (સૌ.ઃસ્ક્રોલ.ઇન)