ભારતના મહત્ત્વના મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદી

દેશની આઝાદીના મુસ્લિમ વીરો

ભારતીય સ્વતંત્રતા ચળવળ એ વિશ્વના ઇતિહાસમાં સૌથી લાંબો સ્વતંત્રતા સંગ્રામ છે. ભારતના નેતાઓને બ્રિટિશ સામ્રાજ્યથી આઝાદી મેળવવામાં લગભગ ૯૦ વર્ષ લાગ્યા હતા. વિવિધ જાતિઓ અને રજવાડાઓના શાસકોએ સમયાંતરે બ્રિટિશ સામ્રાજ્ય સામે બળવો કર્યો હોવા છતાં તેમનો બળવો અમુક ચોક્કસ ક્ષેત્રમાં મર્યાદિત હતો અને તે સમગ્ર રાષ્ટ્ર માટે ન હતો. પ્રથમ મોટો બળવો જે સમગ્ર ભારતીય મુખ્ય ભૂમિમાં એકસાથે થયો હતો તે ૧૮૫૭નો બળવો હતો જ્યારે ભારતના મોટાભાગના ઉત્તરીય ભાગમાં બહાદુર શાહ જાફરના બેનર હેઠળ એક થયા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ૧૮૮૫માં કરવામાં આવી હતી અને ૧૯૦૫માં (બંગ ભંગ ચળવળ) સાથે રાષ્ટ્રવાદ અને સ્વતંત્રતાની એક વિશાળ લહેર શરૂ થઈ હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૩૦માં બ્રિટિશ શાસનથી સંપૂર્ણ સ્વતંત્રતાની માંગ કરી હતી અને અંતે, ભારતે ૧૯૪૭માં તેની સ્વતંત્રતા હાંસલ કરી લીધી હતી. સમાજના લગભગ દરેક વર્ગે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો અને આઝાદી પછી, ભારત સરકારે લગભગ દરેક વ્યક્તિના યોગદાનને સન્માનિત કર્યું હતું. ઇસ્લામ એ ભારતમાં બીજા નંબરનો સૌથી મોટો ધર્મ છે અને સ્વાતત્રતા પહેલાના વર્ષો દરમિયાન હજારો મુસ્લિમો હિંદુઓ સાથે મળીને લડ્યા હતા પરંતુ સમય જતાં, મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓના નામ ઇતિહાસ તેમજ પાઠ્યપુસ્તકોમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. ભારતના ભાગલા અને પાકિસ્તાનની રચના માટે પણ મુસ્લિમોને દોષી ઠેરવવામાં આવે છે. આઝાદીના ૭૦ વર્ષ પછી, જો આપણે ભારતના ત્રણ મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓ વિશે કોઈને પૂછીએ, તો મોટાભાગના લોકો આ પ્રશ્નનો જવાબ આપી શકશે નહીં. ઈતિહાસના પાઠ્ય પુસ્તકોમાં પણ અશફાકુલ્લા ખાન, સર સૈયદ અહમદ ખાન, ખાન અબ્દુલ ગફાર ખાન, મૌલાના અબુલ કલામ આઝાદ અને અન્ય કેટલાક નેતાઓ જેવા માત્ર કેટલાક નેતાઓને આવરી લેવામાં આવ્યા છે. જ્યારે મેં ગૂગલ પર સર્ચ કર્યું ત્યારે ભાગ્યે જ કેટલીક વેબસાઇટ્‌સ હતી જે ભારતના મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓની વિગતવાર યાદી આપે છે અને વિકિપીડિયા પેજ પણ જ્યારે મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓ માટે સર્ચ કરવામાં આવે ત્યારે કોઈ પરિણામ દર્શાવતુ નથી. તો હવે સવાલ એ થાય છે કે આ માટે કોઈ ચોક્કસ ડેટા કેમ નથી અથવા એ સાચું છે કે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મુસ્લિમોનું યોગદાન ઘણું ઓછું છે ? મેં ભારતીય સ્વતંત્રતા ચળવળને લગતી વિવિધ યાદીઓ, વેબસાઇટ્‌સ, પુસ્તકો અને સામયિકો શોધવાનું શરૂ કર્યું અને અંતે ભારતના મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓની યાદી સામે આવી હતી. હું આશા રાખું છું કે આ લેખ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુસ્લિમોના યોગદાન વિશેની ખોટી દંતકથાઓને રદિયો આપશે અને જેઓ સ્વતંત્રતા ચળવળને ધર્મ અને જાતિના લેન્સથી પણ જુએ છે તેમને યોગ્ય માર્ગદર્શન આપશે.
ખાન અબ્દુલ ગફ્ફાર : ખાન અબ્દુલ ગફાર ભારતના સૌથી મહત્વપૂર્ણ મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓ પૈકી એક છે અને તેઓ “સરહદ ગાંધી” તરીકે પણ જાણીતા હતા. ખાન અબ્દુલ ગફાર ખાનને બાચા ખાન તરીકે પણ ઓળખવામાં આવતા હતા જેનો અર્થ થાય છે “મુખ્ય રાજા”. તેમણે ૧૯૨૯માં પ્રખ્યાત ખુદાઈ ખિદમતગાર (“ઈશ્વરના સેવકો”) ચળવળની શરૂઆત કરી અને તે ખૂબ જ સફળ સ્વતંત્રતા ચળવળ હતી. આ ચળવળની સફળતાથી બ્રિટિશરો એટલા ગુસ્સે થયા હતા કે તેઓએ કડક કાર્યવાહી શરૂ કરી હતી અને કેટલાક ઈતિહાસકારોના મતે, ખુદાઈ ખિદમતગાર પર આચરવામાં આવેલ અત્યાચાર એ ભારતીય સ્વતંત્રતા ચળવળના અત્યાર સુધીના સૌથી ગંભીર દમન પૈકી એક હતો. તેમણે ભારતના વિભાજન માટેની ઓલ-ઈન્ડિયા મુસ્લિમ લીગની માંગનો પણ વિરોધ કર્યો હતો અને જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેમની સલાહ લીધા વિના વિભાજનનો સ્વીકાર કર્યો, ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા અને કોંગ્રેસને કહ્યું કે “તમે અમને વરુઓ વચ્ચે ફેંકી દીધા છે.”
ભારતના ભાગલા પછી તેઓ પાકિસ્તાન ગયા અને અલગ બલૂચ પ્રાંત માટે લડત શરૂ કરી હતી. તેઓ ૧૯૪૮થી ૧૯૮૮ સુધી ઘણી વખત જેલમાં ગયા હતા અને મોટાભાગનો સમય નજરકેદ રહ્યા હતા. જ્યારે ૧૯૮૮માં તેમનું અવસાન થયું, ત્યારે હજારો શોક કરનારાઓ તેમના અંતિમ સંસ્કારમાં જોડાયા હતા. તે જ સમયે સોવિયેત દળો અને અફઘાન બળવાખોર દળો વચ્ચે ભારે લડાઈ ચાલી રહી હતી પરંતુ બંનેએ તેમની લડાઈ અટકાવી અને આ મહાન નેતાને શ્રદ્ધાંજલિ આપી હતી.
(સૌ.ઃ નોલેજ ઓફ ઇન્ડિયા.કોમ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts