ભારતના સહાયક કોચનું ચોંકાવનારૂં નિવેદન૧૫૦ રન ફટકારવા છતાં સરફરાઝ ખાન પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થશે !!

પુણે, તા.૨૨
ભારતના સહાયક કોચ રેયાન ટેન ડોએશે મંગળવારે કહ્યું કે, ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ માટે કે.એલ. રાહુલ અને સરફરાઝ ખાન વચ્ચે એક સ્થાન માટે જંગ છે. જો કે, મુખ્ય કોચ ગૌત્તમ ગંભીર કર્ણાટકના બેટ્‌સમેનને પર્યાપ્ત તક આપવા ઇચ્છુક છે. બેંગ્લોરમાં પરાજય બાદ ભારત પુનરાગમન કરવા માટે પ્રતિબદ્ધ છે. સહાયક કોચને જ્યારે પૂછવામાં આવ્યું કે, રાહુલ અને સરફરાઝ વચ્ચે ટીમમાં સ્થાન મેળવવા માટેની જંગ છે તો તેમણે આમાં કોઈ એક ખેલાડીનો પક્ષ લેવાની વાત નથી. મધ્યમ ક્રમમાં એક સ્થાન માટે જંગ છે. તેમણે કહ્યું કે, સરફરાઝે ગત મેચમાં સારૂં પ્રદર્શન કર્યું પણ રાહુલનું ફોર્મ ચિંતાનો વિષય નથી તે સારી માનસિક સ્થિતિમાં છે. સરફરાઝે બેંગ્લોર ટેસ્ટમાં બીજી ઇનિંગમાં ૧૫૦ રન બનાવ્યા. જ્યારે રાહુલ બંને ઇનિંગોમાં સારૂં પ્રદર્શન કરી શક્યો ન હતો. રેયાને સ્વીકાર કર્યો કે, રાહુલને ટેસ્ટ ફોર્મેટમાં બહાર રાખવો મુશ્કેલ છે તથા મુખ્ય કોચ ગંભીર પણ તેને પૂરતી તક આપવા માંગે છે. તેમણે કહ્યું કે, એવું નથી કે અમે તેના ફોર્મને લઈ ચિંતિત છે. અમને તેના પર પૂરો વિશ્વાસ છે. જો તમે છેલ્લા ત્રણ મહિના જોશો તો જ્યારથી ગંભીરે મુખ્ય કોચ પદ સંભાળ્યું છે તે રાહુલને જેટલી સંભવ હોય તેટલી તક આપવા માંગે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts