ભારતની આઝાદીમાં ભવ્ય યોગદાન આપનારા એવા મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બહાદુર મહિલાઓ, જેમના ઈતિહાસને આજે ભૂંસી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

બી અમ્મા

દેશની આઝાદીના મુસ્લિમ વીરો – મોહમ્મદ થાહા એ

“મેરા દેશ આઝાદ હૈ.”
ભારતે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મેળવી હતી, અને તેને હવે ૭૫ વર્ષ થઈ ગયા છે. આ એક મહત્વપૂર્ણ દિવસ હતો. અને આ આઝાદી સંખ્યાબંધ ચળવળો અને સંઘર્ષોનું પરિણામ હતું. આ આંદોલનો ૧૮૫૭ના પ્રખ્યાત બળવાથી શરૂ થયા હા અને બ્રિટિશ વહીવટીતંત્રના સમગ્ર સમયગાળા દરમિયાન અનેક ચળવળ કરવામાં આવી હતી. ગાંધીજી, જવાહરલાલ નહેરુ, વલ્લભાઈ પટેલ, અબ્દુલ ગફાર ખાન, મૌલાના આઝાદ અને અન્ય અગ્રણી વ્યક્તિઓ હતા. પ્રીતિલતા વાડેદાર, કસ્તુરબા ગાંધી, વિજયા લક્ષ્મી પંડિત અને સરોજિની નાયડુ એ મહિલા નાયિકા હતી જેમણે ભારતીય મહિલાઓને સ્વતંત્ર બનવા અને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આઝાદીની આ ચળવળમાં મુસ્લિમોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું આયોજન અને નેતૃત્વ મૌલવી અહમદુલ્લાહ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રિટિશ રાજ વિરુદ્ધ કાવતરું ઘડવા બદલ ૨૭ વર્ષની ઉંમરે ફાંસી પર લટકનાર પ્રથમ વ્યક્તિ અશફાકુલ્લા ખાન હતા. શાહ નવાઝ ખાને ઇન્ડિયન નેશનલ આર્મી (ૈંદ્ગછ)માં રાજકારણી ઉપરાંત મુખ્ય અધિકારી અને કમાન્ડર તરીકે સેવા આપી હતી. હાલમાં ભારતીય મુસ્લિમો દેશમાં અનેક ભેદભાવનો સામનો કરી રહ્યા છે અને તેમની દેશભક્તિ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કોમવાદી પક્ષો મુસ્લિમોને બાકાત કરીને દેશના ઈતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા દ્વારા ભારતીય મુસ્લિમો વિશે ગેરમાર્ગે દોરનારી માહિતી આપવામાં આવે છે અને મુસ્લિમ વિરોધી પ્રચાર કરવામાં આવે છે. ભારતીય સ્વતંત્રતા માટે તે દરમિયાન મુસ્લિમોએ આપેલા બલિદાનને ખરેખર ભૂલી જવામાં આવ્યા છે. જો કે, ઈતિહાસ જોઈએ તો તે બતાવશે કે ભારતીય મુસલમાનોએ માત્ર મુક્તિ સંગ્રામમાં જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું ન હતું, પરંતુ સંસ્થાનવાદ વિરોધી રાષ્ટ્રીય લડાઈની સેવામાં પોતાના જીવનનું બલિદાન પણ આપ્યું હતું. દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર ઉલ્લેખિત ૯૫૩૦૦ સ્વાતંત્ર્ય સેનાનીઓના નામોમાંથી ૬૧૯૪૫ મુસ્લિમ નામો છે, જે દર્શાવે છે કે તમામ મુક્તિ લડવૈયાઓમાંથી ૬૫% લોકો મુસ્લિમ હતા. મિલ્લી ક્રોનિકલના એક લેખના અહેવાલમાં પ્રસિદ્ધ લેખક કુશવંતસિંહે કહ્યું છે કેઃ ભારતીય સ્વતંત્રતા મુસ્લિમોના લોહી પર લખાયેલ છે, સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભાગીદારી તેમની વસ્તીની નાની ટકાવારીના પ્રમાણમાં ઘણી વધારે હતી. આ લેખનો હેતુ અમુક મુસ્લિમ સ્વતંત્રતા નાયકો પર નજર કરવાનો છે જેઓ આજના ઇતિહાસમાં વિલીન થઈ ગયા છે અને તેઓને દેશના બલિદાન માટે ક્યારેય યાદ કરવામાં આવતા નથી.
બી અમ્મા
રાજકીય સભામાં બુરખો પહેરીને બોલનાર પ્રથમ મહિલા આબાદી બાનો બેગમ હતી. તેણીએ રાષ્ટ્રીય આઝાદીની લડાઈઓ અને ખિલાફત ચળવળમાં ભાગ લીધો હતો અને હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સંવાદિતાને પ્રોત્સાહન આપ્યું હતું. તેણી બી અમ્મા તરીકે પણ ઓળખાય છે. બી અમ્માએ મહાત્મા ગાંધીની સલાહ પર મહિલાઓને મુક્તિની લડાઈમાં ભાગ લેવા સમજાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વધુમાં, તેણીએ સ્વદેશી ચળવળોમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તેણીએ અનેક મીટીંગોનું આયોજન કર્યું હતું, નાણાં એકત્ર કર્યા અને મહિલાઓને બ્રિટિશ વસ્તુઓને બદલે સ્વદેશી વસ્તુઓ અપનાવવાનું મૂલ્ય શીખવ્યું હતું. બી અમ્માએ બેગમ હસરત મોહની, સરલા દેવી ચૌધુરાની, બસંતી દેવી અને સરોજિની નાયડુ સાથે આ અભિયાન પર કામ કર્યું હતું. બી અમ્મા યુવાન વયે વિધવા બન્યા હતા. ૧૯૨૪માં જ્યારે આબાદી બાનો બેગમનું અવસાન થયું ત્યારે તેમણે તમામ ઉંમરના ભારતીયોના મન પર પોતાની કાયમી છાપ છોડી દીધી હતી. પાકિસ્તાનની સરકારે પણ તેમના સન્માનમાં સ્મારક પોસ્ટેજ સ્ટેમ્પ બનાવીને સ્વતંત્રતા ચળવળમાં તેમના યોગદાનને માન્યતા આપી હતી.
(સૌ. : ઈસ્લામ ઓન લેબ.કોમ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts