ભારતની આઝાદીમાં ભવ્ય યોગદાન આપનારા એવા મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બહાદુર મહિલાઓ, જેમના ઈતિહાસને આજે ભૂંસી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

મૌલવી અહમદુલ્લાહ શાહ ફૈઝાબાદી

દેશની આઝાદીના મુસ્લિમ વીરો – મોહમ્મદ થાહા એ

“મેરા દેશ આઝાદ હૈ.”
ભારતે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મેળવી હતી, અને તેને હવે ૭૫ વર્ષ થઈ ગયા છે. આ એક મહત્વપૂર્ણ દિવસ હતો. અને આ આઝાદી સંખ્યાબંધ ચળવળો અને સંઘર્ષોનું પરિણામ હતું. આ આંદોલનો ૧૮૫૭ના પ્રખ્યાત બળવાથી શરૂ થયા હા અને બ્રિટિશ વહીવટીતંત્રના સમગ્ર સમયગાળા દરમિયાન અનેક ચળવળ કરવામાં આવી હતી. ગાંધીજી, જવાહરલાલ નહેરુ, વલ્લભાઈ પટેલ, અબ્દુલ ગફાર ખાન, મૌલાના આઝાદ અને અન્ય અગ્રણી વ્યક્તિઓ હતા. પ્રીતિલતા વાડેદાર, કસ્તુરબા ગાંધી, વિજયા લક્ષ્મી પંડિત અને સરોજિની નાયડુ એ મહિલા નાયિકા હતી જેમણે ભારતીય મહિલાઓને સ્વતંત્ર બનવા અને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આઝાદીની આ ચળવળમાં મુસ્લિમોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું આયોજન અને નેતૃત્વ મૌલવી અહમદુલ્લાહ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રિટિશ રાજ વિરુદ્ધ કાવતરું ઘડવા બદલ ૨૭ વર્ષની ઉંમરે ફાંસી પર લટકનાર પ્રથમ વ્યક્તિ અશફાકુલ્લા ખાન હતા. શાહ નવાઝ ખાને ઇન્ડિયન નેશનલ આર્મી (ૈંદ્ગછ)માં રાજકારણી ઉપરાંત મુખ્ય અધિકારી અને કમાન્ડર તરીકે સેવા આપી હતી. હાલમાં ભારતીય મુસ્લિમો દેશમાં અનેક ભેદભાવનો સામનો કરી રહ્યા છે અને તેમની દેશભક્તિ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કોમવાદી પક્ષો મુસ્લિમોને બાકાત કરીને દેશના ઈતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા દ્વારા ભારતીય મુસ્લિમો વિશે ગેરમાર્ગે દોરનારી માહિતી આપવામાં આવે છે અને મુસ્લિમ વિરોધી પ્રચાર કરવામાં આવે છે. ભારતીય સ્વતંત્રતા માટે તે દરમિયાન મુસ્લિમોએ આપેલા બલિદાનને ખરેખર ભૂલી જવામાં આવ્યા છે. જો કે, ઈતિહાસ જોઈએ તો તે બતાવશે કે ભારતીય મુસલમાનોએ માત્ર મુક્તિ સંગ્રામમાં જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું ન હતું, પરંતુ સંસ્થાનવાદ વિરોધી રાષ્ટ્રીય લડાઈની સેવામાં પોતાના જીવનનું બલિદાન પણ આપ્યું હતું. દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર ઉલ્લેખિત ૯૫૩૦૦ સ્વાતંત્ર્ય સેનાનીઓના નામોમાંથી ૬૧૯૪૫ મુસ્લિમ નામો છે, જે દર્શાવે છે કે તમામ મુક્તિ લડવૈયાઓમાંથી ૬૫% લોકો મુસ્લિમ હતા. મિલ્લી ક્રોનિકલના એક લેખના અહેવાલમાં પ્રસિદ્ધ લેખક કુશવંતસિંહે કહ્યું છે કેઃ ભારતીય સ્વતંત્રતા મુસ્લિમોના લોહી પર લખાયેલ છે, સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભાગીદારી તેમની વસ્તીની નાની ટકાવારીના પ્રમાણમાં ઘણી વધારે હતી. આ લેખનો હેતુ અમુક મુસ્લિમ સ્વતંત્રતા નાયકો પર નજર કરવાનો છે જેઓ આજના ઇતિહાસમાં વિલીન થઈ ગયા છે અને તેઓને દેશના બલિદાન માટે ક્યારેય યાદ કરવામાં આવતા નથી.
મૌલવી અહમદુલ્લાહ શાહ ફૈઝાબાદી
મૌલવી અહમદુલ્લા શાહ ફૈઝાબાદીનો જન્મ ૧૭૮૭માં થયો હતો. તેઓ બળવાની દીવાદાંડી તરીકે જાણીતા હતા. તેમના આધ્યાત્મિક જ્ઞાનને કારણે તેમને મૌલવીની ઉપાધિ આપવામાં આવી હતી. તેમણે અન્ય શૈક્ષણિક વિષયોનો અભ્યાસ કર્યો અને માર્શલ આર્ટની કળા મેળવી હતી. હૈદરાબાદના નવાબ નિઝામે મૌલવી અહમદુલ્લાહ શાહને ઈંગ્લેન્ડ, ઈરાક, ઈરાન, મક્કા અને મદીના જવા વિનંતી કરી હતી. મૌલવી અહમદુલ્લા ભારત પાછા ફર્યા પછી સૂફી ફિલસૂફી તરફ આકર્ષાયા અને તેઓ ‘કાદરી’ સિલસિલામાં જોડાયા અને સૈયદ ફુરખાન અલી શાહના શિષ્ય બન્યા હતા. ૧૮૫૭માં ભારતીય સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધમાં મૌલવી અહમદુલ્લાએ ઈસ્ટ ઈન્ડિયા કંપની વિરુદ્ધ દળોને સાથે જોડ્યા, અને અનેક પ્રસંગોએ તેઓને હરાવ્યા હતા. આઝાદીની પ્રથમ લડાઈમાં, મૌલવી અહમદુલ્લાહે ખાન બહાદુર ખાન, ફિરોઝ શાહ, બેગમ હઝરત મહેલ અને સરદાર હિખમતુલ્લાની સાથે સંખ્યાબંધ લડાઇઓમાં ભાગ લીધો હતો. બ્રિટિશ ઈતિહાસકાર જી.બી. મેલેસન ફૈઝાબાદના મૌલવી અહેમદુલ્લાહ શાહને સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધ (૧૮૫૭)ના મહાન નાયકોમાંના એક તરીકે વર્ણવે છે. ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા મૌલવી અહમદુલ્લાને જીવતા કે મૃત પકડવા માટે રૂપિયા ૫૦,૦૦૦ની ઓફર કરવામાં આવી હતી. જ્યારે મૌલવી જગન્નાથ સિંહાને સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધમાં જોડાવા માટે આમંત્રિત કરવા પોવેન ગયા, ત્યારે જગન્નાથ સિંહાના સ્વાર્થી ભાઈએ મૌલવીને ગોળી મારી દીધી હતી. બાદમાં, તેમણે મૌલવી અહમદુલ્લાના શરીરના ટુકડા કરી નાખ્યા અને તેમનું માથું કપડામાં લપેટીને શાહજહાંપુરના નજીકના બ્રિટિશ પોલીસ સ્ટેશનમાં લઈને આવ્યા હતા. આમ, ૧૫ જૂન, ૧૮૫૮ના રોજ, મૌલવી અહમદુલ્લા શાહ ફૈઝાબાદી શહીદ થયા હતા.
(સૌ. : ઈસ્લામ ઓન લેબ.કોમ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts