(એજન્સી) તા.૧૦
ભારતીય મીડિયાના અહેવાલો બાંગ્લાદેશના બળવા વિશે ખોટી માહિતી આપે છે, અને નકલી વીડિયો સાથે હિંદુ લઘુમતીઓ પર સામૂહિક હુમલા તરીકે દર્શાવવામાં આવ્યું છે અને તેને દેશમાં ઇસ્લામિક એજન્ડા લાદવાનું ચીનનું ષડયંત્ર ગણાવ્યું છે.
બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટીની ઘટનાઓનું ભારતીય મીડિયાનું ચિત્રણ પૂર્વગ્રહ અને ઇસ્લામોફોબિયા સાથે રજૂ થયું છે. બાંગ્લાદેશમાં વિદ્રોહ ચાલી રહ્યો હતો ત્યારે પ્રસારિત થયેલા સમાચારો અંગે અલ જઝીરાના અહેવાલમાં સૂચવવામાં આવ્યું હતું કે વિવિધ ભારતીય આઉટલેટ્સ હિંદુઓ વિરૂદ્ધ હિંસાને દર્શાવે છે, અને તેના માટે ખોટા અને ભ્રામક વીડિયોનો ઉપયોગ કરે છે અને હિંદુ તરીકે ઓળખાતા લોકો પરના હુમલાઓ દર્શાવે છે, જ્યારે વાસ્તવમાં આ પીડિતો મુસ્લિમ હતા.
એક દાયકાથી વધુ સમયથી સત્તામાં રહેલા શેખ હસીનાને વ્યાપક વિરોધ દ્વારા પદભ્રષ્ટ કરવામાં આવ્યા. કેટલાક ભારતીય મીડિયા આઉટલેટ્સે સનસનાટીભર્યા અને ભ્રામક કથાઓનું પ્રસારણ કરીને તેને ધાર્મિક રંગ આપવામાં આવ્યો છે. અલ જઝીરાના અહેવાલમાં ધ ટાઈમ્સ ગ્રુપના મિરર નાઉ દ્વારા હાથ ધરવામાં આવેલ એક વિડિયોની સંલગ્ન ઘટના દર્શાવવામાં આવી છે, જેનું શીર્ષક છે ‘બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલો ? માસ મર્ડર્સ, કિલિંગ બાય મોબ,’ જેમાં હિંસા અને આગનું ફૂટેજ દર્શાવવામાં આવ્યું હતું પરંતુ સામૂહિક હત્યાના દાવાઓને સમર્થન આપવામાં તે નિષ્ફળ ગયા હતા.
આ વીડિયોમાં ભૂલથી અસરગ્રસ્ત મિલકતોમાંથી કેટલીક હિંદુઓની હોવાની જાણ થઈ હતી જ્યારે, હકીકતમાં, તે મુસ્લિમોની માલિકીની હતી, જેમાં બાંગ્લાદેશના રાષ્ટ્રીય નાયક, શેખ મુજીબુર રહેમાન સાથે સંકળાયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક અહેવાલોએ પુષ્ટિ કરી છે કે હસીનાની વિદાય પછી માત્ર બે હિંદુઓ માર્યા ગયા છેઃ એક પોલીસ અધિકારી હતો, અને બીજો હસીનાની અવામી લીગ પાર્ટી સાથે જોડાયેલો કાર્યકર હતો. હિંદુઓ બાંગ્લાદેશની લગભગ ૮% વસ્તી છે, પરંપરાગત રીતે અવામી લીગના સમર્થક છે, જે તેના બિનસાંપ્રદાયિક વલણ માટે જાણીતી પાર્ટી છે. કેટલાક ભારતીય અહેવાલોમાં ઇસ્લામવાદી પક્ષો સહિત વિપક્ષી ગઠબંધનને હિંદુ સુરક્ષા માટે જોખમી તરીકે દર્શાવવામાં આવ્યા છે. ભારતીય મીડિયા કવરેજમાં શંકાસ્પદ દાવાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે ભારતમાં લાખો શરણાર્થીઓનો સંભવિત ધસારો અને બાંગ્લાદેશની આંતરિક બાબતોમાં પાકિસ્તાની અને ચીની હસ્તક્ષેપના આક્ષેપો કરવામાં આવ્યા છે. કેટલાક અહેવાલોએ સૂચવ્યું છે કે બાંગ્લાદેશને ઇસ્લામિક એજન્ડા તરફ ધકેલવા વિરોધ પ્રદર્શન પાછળ ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (ૈંજીૈં) અને ચીની સંસ્થાઓનો હાથ હતો. આ અટકળોએ ભય અને ખોટી માહિતી ફેલાવે છે. તેનાથી વિપરિત, બાંગ્લાદેશમાંથી સ્વતંત્ર ચકાસણી અને સ્થાનિક રિપોર્ટિંગ સૂચવે છે કે હિંદુ સંપત્તિઓ પરના હુમલા મોટાભાગે ધાર્મિક દુશ્મનાવટને બદલે રાજકીય રીતે પ્રેરિત છે. લક્ષિત હિંદુ ઘરોમાંથી ઘણા સ્થાનિક અવામી લીગના નેતાઓ સાથે જોડાયેલા હતા, અને સમાન પક્ષ સાથે સંકળાયેલા મુસ્લિમ પરિવારો સામે પણ આવી હિંસા નોંધાઈ છે. વર્તમાન અશાંતિ ધાર્મિક લઘુમતીઓ પરના હુમલાને બદલે રાજકીય વ્યક્તિઓ સામેની પ્રતિક્રિયા હોવાનું જણાય છે. તપાસ બતાવે છે કે ભારતીય મીડિયા અહેવાલોએ હિંસાના માપદંડ અને પ્રકૃતિને ખોટી રીતે રજૂ કરી છે. દાખલા તરીકે, સ્થાનિક સ્ત્રોતો દ્વારા સામૂહિક હિજરત અને ગંભીર સાંપ્રદાયિક હિંસાના ભારતીય મીડિયાના દાવાઓને રદિયો આપવામાં આવ્યો છે. આ હિંસા મોટાભાગે રાજકીય પ્રતિશોધ સુધી મર્યાદિત છે. મીડિયાના આવા ચિત્રણના જવાબમાં, બાંગ્લાદેશમાં ઘણા લોકોએ મુસ્લિમો દ્વારા હિંદુ સમુદાયોને આપવામાં આવેલ સંરક્ષણની નોંધ લીધી છે. સ્થાનિક સ્ત્રોતો અને સોશિયલ મીડિયાના અહેવાલો મુસ્લિમો દ્વારા હિંદુ મંદિરો અને ઘરોની રક્ષા માટે સ્વૈચ્છિક સેવા આપતા દર્શવાવવામાં આવ્યા છે. ભારતીય મીડિયા દ્વારા બાંગ્લાદેશની પરિસ્થિતિના ચિત્રણની સંતુલિત દૃષ્ટિકોણને બદલે ડર અને પૂર્વગ્રહ ફેલાવવાની સંભવિતતા માટે ટીકા કરવામાં આવી છે. કેટલાક વિશ્લેષકો સૂચવે છે કે સનસનાટીભર્યા કવરેજ ભારતમાં રાજકીય એજન્ડાને લાભ આપી શકે છે, અને ખાસ કરીને વધતા જતાં હિન્દુ રાષ્ટ્રવાદ અને મુસ્લિમ વિરોધી નિવેદનના સંદર્ભમાં ભારતમાં ચોક્કસ રાજકીય ઉદ્દેશ્યોને આગળ વધારવાની વ્યાપક વ્યૂહરચના તરીકે જોવામાં આવી શકે છે.