ભારતના કેટલાક રાજકીય નેતાઓ તેમની શક્તિ અને તેમના શબ્દોનો ઉપયોગ નફરત ફેલાવવા માટે કરે છે, તે મોટેભાગે વર્ગ વિભાજન, ઇસ્લામોફોબિયા અને કોમી નફરતને વધારવા પર કેન્દ્રિત હોય છે
રાજકારણીઓ પસંદગીના કેટલાક છે, જે દેશના મહત્વના હોદ્દા પર પહોંચ્યા છે. કેટલાક સંસદસભ્યો (સાંસદ) અને વિધાનસભાના સભ્યો (ધારાસભ્યો) છે. તેઓ ચર્ચા કરે છે અને કાયદા બનાવવા માટે મત આપે છે જે રાજ્ય અને દેશના તમામ નાગરિકોને અસર કરે છે. તેમાંથી ઘણાએ બહુવિધ ચૂંટણીઓ જીતી છે, અને પછી ભારતના બંધારણમાં જણાવેલ મૂલ્યોનું પાલન કરવાના શપથ લીધા છે. તેઓ તેમના રાજકીય પક્ષોમાં શક્તિશાળી હોદ્દાઓ ધરાવે છે, મંત્રી પદ, શક્તિશાળી સમિતિઓની સદસ્યતા અને તેઓ સરકારના જાહેર ચહેરાઓ છે. તેમના શબ્દો, બદલવાની શક્તિ ધરાવે છે.
છતાં, ભારતના કેટલાક રાજકીય નેતાઓ તેમની શક્તિ અને તેમના શબ્દોનો ઉપયોગ નફરત ફેલાવવા માટે કરે છે, મોટેભાગે ઇસ્લામોફોબિયા, કોમી ભેદભાવને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રાજકારણીઓ દ્વારા સાંપ્રદાયિક ભાષણોની સૂચિ આ વર્ષે કોવિડ-૧૯, ચૂંટણી, સાંપ્રદાયિક હિંસા, વિરોધ પ્રદર્શનના સમયમાં લાંબી છે. પરંતુ અહીં મુખ્ય ૧૦ લોકો છે, જેમના કારણે ઘણું નુકસાન થયું છે.
૧. દેશ કે ગદ્દારોં કો, ગોલી મારો સા*કો : અનુરાગ ઠાકુર, સંસદસભ્ય, નાણા રાજ્યમંત્રી
તેમણે ૨૦ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ દિલ્હીની ચૂંટણી રેલીમાં સૌથી ખતરનાક સૂત્ર પોકાર્યું હતું, અને ઉપસ્થિત લોકોને આ બોલવા માટે ઉશ્કેર્યા હતાઃ “દેશકે ગદ્દારો કો, ગોલી મારો સા*કો”. તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આખરે, સીપીઆઇ (એમ)ના પોલિટ બ્યુરોના સભ્ય બ્રિંદા કરાત અને દિલ્હી સ્ટેટ કમિટીના સેક્રેટરી કે.એમ.તેવારી દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે પછી મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે ડીસીપી, નવી દિલ્હીને અનુરાગ ઠાકુર અને સાથી સાંસદ પરવેશ વર્મા વિરુદ્ધ કેમ કોઈ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) દાખલ નથી કરવામાં આવી તે સમજાવવા માટે એક વિગતવાર અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. ઠાકુર જણાવે છે કે, તે ભીડ જ હતી જેણે ગોળી મારવાના પોકારો કર્યા હતા. બ્રિંદા કરાત દિલ્હી હાઈકોર્ટમાં પણ ગયા, અને અનુરાગ ઠાકુર, પ્રવેશ વર્મા વિરુદ્ધ નફરતના ભાષણ અંગે એફઆઈઆર કરવાનો ઇનકાર કરવાના હુકમને પડકાર્યો હતો.
૨. આ લોકો તમારા ઘરોમાં પ્રવેશ કરશે, તમારી બહેનો અને પુત્રીઓ પર બળાત્કાર કરશે, તેમની હત્યા કરશેઃ સંસદ સભ્ય પરવેશ વર્મા
ઠાકુરની જેમ, પરવેશ વર્મા પણ રાજકીય પરિવારમાંથી આવે છે. તેમણે ૨૦૨૦ની દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપ માટે પ્રચાર કરતી વખતે મુસ્લિમો પર નિશાન સાધતા ઘણી કોમી ટિપ્પણીઓ કરી હતી. તેમણે સીએએ વિરોધી વિરોધનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, “આ લોકો તમારા ઘરોમાં પ્રવેશ કરશે, તમારી બહેનો અને પુત્રીઓ પર બળાત્કાર ગુજારશે, તેમની હત્યા કરશે …” આવા શબ્દોએ ઉશ્કેરણી ,નફરત અને ઇસ્લામોફોબિયા ફેલાવ્યો.
૩. જો રસ્તા સાફ ન થાય તો અમારે રસ્તાઓ પર આવવું પડશે : કપિલ મિશ્રા, ભાજપના સભ્ય
કપિલ મિશ્રા પાર્ટીમાં નેતૃત્વની ભૂમિકા નિભાવતા નથી, અને તેમને રાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ લડવાની ટિકિટ પણ આપવામાં આવી ન હતી, પરંતુ તેઓ દિલ્હીના સૌથી ‘અવાજવાળા’ રાજકારણી તરીકે રહ્યા છે. તે લઘુમતી સમુદાયો સામેના કોમી નફરતને ફેલાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. મિશ્રાએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાડ ટ્રમ્પની મુલાકાત પહેલા જ દિલ્હી હિંસાના આગલા દિવસોમાં જાફરાબાદ મેટ્રો સ્ટેશનની બહાર સ્થાનિક પોલીસ અધિકારીની બાજુમાં ઊભા રહીને આ નિવેદન આપ્યું હતું.
૪. તબ્લીગી જમાત મર્કઝ દિલ્હીમાં કોવિડ-૧૯ના ફેલાવાનું કારણ હતું : અરવિંદ કેજરીવાલ, સીએમ દિલ્હી
ચીફ મિનિસ્ટર તરીકે, અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) અનિલ બૈજલને પત્ર લખીને નિઝામુદ્દીન મર્કઝના આયોજકો વિરુદ્ધ એફઆઈઆરની માંગ કરી હતી. તેમણે લખ્યું,“આવા મેળાવડાનું આયોજન ખૂબ ખોટું હતું. કલ્પના કરો કે ઘણા લોકો મર્કઝથી બીજા રાજ્યોમાં પાછા ફર્યા હોવાથી કેટલા લોકોને વાયરસનો ચેપ લાગ્યો હશે,” કેજરીવાલના આ પત્રએ રાષ્ટ્રીય રાજધાનીમાં મુસ્લિમ વિરોધી દ્વેષમાં ઉમેરો કર્યો. પરિણામો હજુ પણ અનુભવાય છે.
૫. ‘નીચલી જાતિ’ને તેમના નામથી કેમ ન બોલાવાય : પ્રજ્ઞા ઠાકુર, સંસદસભ્ય
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ૧૨ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ મધ્ય પ્રદેશના સિહોરમાં ક્ષત્રિય મહાસભામાં વર્ણ વ્યવસ્થાની હિમાયત કરી હતી. તેમણે જણાવ્યું કે ધર્મશાસ્ત્રો દ્વારા સમાજને ચાર વર્ગોમાં વહેંચવામાં આવ્યો છે. તેણીએ કહ્યું, “જો ક્ષત્રિયને ક્ષત્રિય કહેવામાં આવે છે, તો તેઓને ખરાબ લાગતું નથી. પરંતુ જ્યારે શુદ્રોને શુદ્ર કહેવામાં આવે છે ત્યારે તેઓને દુઃખ થાય છે. કેમ ?
૬. તમે ક્યાં તો હોસ્પિટલ જાવ અથવા સ્મશાનગૃહ : બંગાળ ભાજપના વડા દિલીપ ઘોષ
તૃણમૂલ કોંગ્રેસ (TMC) પક્ષના કાર્યકર્તાઓને ઘોષે ચેતવણી આપતા કહ્યું, “દીદીના બધા ભાઈઓ છ મહિનામાં તેમનું વર્તન સુધારે, નહીં તો તેમના હાથ, પગ, પાંસળી અને માથા તૂટી જશે. તમે કાં તો હોસ્પિટલમાં હશો અથવા સ્મશાન ગૃહમાં!”
૭. NRC ની તૈયારી દરમિયાન મોગલોની પરાજિતતા પ્રાપ્ત થઈ શકી ન હતી : હિમાન્તા બિસ્વા સરમા
આસામના નાણા, આરોગ્ય અને શિક્ષણ પ્રધાન હિમંતાં બિસ્વા સરમાએ કહ્યું કે, “પ્રિતિક હાજેલાની ખોટી કાર્યવાહીને કારણે NRCની તૈયારી દરમિયાન મોગલોનો પરાજય થઈ શક્યો ન હતો, તેથી ૨૦૨૧માં ભાજપના સત્તામાં આવ્યા પછી, તે ફરી એકવાર નવી NRC તૈયાર કરશે.’’
૮. કોમારામ ભીમને મુસ્લિમ પોશાકમાં બતાવવામાં આવશે તો થિયેટરો સળગાવશે : સંજયકુમાર, સાંસદ, તેલંગાણા ભાજપના વડા
તેલંગાણાના ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના અધ્યક્ષ અને કરીમનગરના સાંસદ બાંડી સંજયકુમારે ધમકી આપી હતી કે જો તે ‘મુસ્લિમ પોશાક’માં ભીમની છબીને દૂર નહીં કરે તો જાણીતા ફિલ્મ નિર્દેશક એસ. એસ. રાજામૌલી પર હુમલો કરવામાં આવશે. તેમણે પરંપરાગત મુસ્લિમ પોશાકમાં આદિવાસી નેતાની ભૂમિકા દર્શાવવા માટે મૂવી થિયેટરને બાળી નાખવાની ધમકી આપી હતી.
૯. હિન્દુઓ દ્વારા રાજ્યની શક્તિનું નિયંત્રણ ધર્મના રક્ષણ માટે એકદમ જરૂરી છે : તેજસ્વી સૂર્યા, સંસદ સભ્ય, કર્ણાટક
તેણે મુસલમાનોને ઘણીવાર “પંચરવાળા અને નિરક્ષર” તરીકે ઓળખાવ્યા છે, ઓગસ્ટમાં તેણે ટિ્વટર પર લખ્યું હતું કે, “પ્રિય હિન્દુઓ, સૌથી મહત્વપૂર્ણ પાઠ એ છે કે ધર્મના રક્ષણ માટે હિન્દુઓ દ્વારા રાજ્યની શક્તિનું નિયંત્રણ બિલકુલ જરૂરી છે. જ્યારે આપણે રાજ્યને નિયંત્રિત નહોતા કરતા, ત્યારે આપણે મંદિર ગુમાવી દીધું. જ્યારે આપણે પાછું મેળવ્યું, ત્યારે આપણે ફરીથી બનાવ્યું.”
૧૦. જો તમે તમારી રીતને સુધારશો નહીં, તો ‘રામ નામ સત્ય’નો પ્રવાસ શરૂ થશે : આદિત્યનાથ, સીએમ ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથે ૩૧ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ એક ચૂંટણી રેલીમાં આંતરધર્મીય દંપતીઓને ધમકી આપતા કહ્યું હતું કે, ‘‘જો તમે તમારી રીતને સુધારશો નહીં, તો તમારો ‘રામ નામ સત્ય’નો પ્રવાસ શરૂ થઇ જશે.” લવ જેહાદ, વિભાજનકારી શક્તિઓ દ્વારા રજૂ કરાયેલ એક ખ્યાલ છે, જે હિન્દુ-મુસ્લિમના વિભાજનને વધારવામાં મદદ કરે છે. (સૌ. : સબરંગ ઈન્ડિયા)