ભારત, ઈંગ્લેન્ડ, પાક, ઓસ્ટ્રેલિયા આયોજન માટે તૈયાર

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
ટી-૨૦નું વર્તમાન ફોર્મેટ ફેન્સનું સૌથી મનપસંદ છે. અનેક દેશોમાં ટી-૨૦ લીગ શરૂ થઈ ચૂકી છે. વિવિધ લીગની ચેમ્પિયન ટીમોને તક આપવા માટે ૨૦૦૯માં ટી-૨૦ ચેમ્પિયન્સ લીગ શરૂ કરાઈ હતી. ૨૦૧૪ સુધી આ ચાલી પરંતુ બ્રોડકાસ્ટિંગ ઈશ્યૂ અને ઓછા પ્રશંસકોના કારણે તેને બંધ કરી દેવાઈ હતી. હવે ફરીથી તેના શરૂ થવાની સંભાવના છે. ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન જેવા દેશની ક્લબ તેની તરફેણમાં છે. બધી ક્લબના ચીફ એક્ઝીક્યુટીવ રિચર્ડ ગાઉલ્ડે કહ્યું કે, અમે ચેમ્પિયન્સ લીગના પુનરાગમનથી ખુશ થઈશું. આ ક્લબ ક્રિકેટના પુનરાગમન જેવું છે. આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સના માલિક મનોજ બાદલેએ કહ્યું કે, ‘ચેમ્પિયન્સ લીગ માટે સારી વાત એ છે કે, તે એક નાનકડી ટી-૨૦ લીગને ઉદ્દેશ્ય આપે છે. તેને ફરીથી શરૂ કરવા ભારતીય બોર્ડનો સપોર્ટ જરૂરી છે. આઈપીએલના પૂર્વ ચીફ ઓપરેટિંગ ઓફિસર સુંદર રમને કહ્યું કે, હું તેના પુનરાગમનને ટેકો આપું છું. ગાઉલ્ડે કહ્યું કે, ભલે કોમર્શિયલ મોડલ કામ ન કરતું હોય, પરંતુ બધાએ ભેગા મળીને ફરીથી ટૂર્નામેન્ટ કરાવવા તૈયાર થશે. મેં આઈપીએલ ટીમો સાથે આ અંગે ચર્ચા કરી છે. ખેલાડીઓની ગ્લોબલ સંસ્થા ફીકાના હેડ ટોમ મોફેટે કહ્યું કે, આ એક સારૂં સૂચન છે. તેના માટે શિડ્યુલ શોધવું જોઈએ. તેમણે કહ્યું કે, ‘ખેલાડીએ બાબતોને મહત્ત્વ આપે છે, જે સારૂં હોય અને જેની કોમર્શિયલ વેલ્યૂ હોય. આ સ્થિતિમાં આઈસીસી અને બોર્ડે આ અંગે એક ગ્લોબલ સ્ટ્રક્ચર અંગે વિચારવાની જરૂર છે. લીગમાં આઈપીએલની ટોપ-૩ ટીમ ઉપરાંત અન્ય દેશની ચેમ્પિયન ટીમને તક મળી શકે છે.
આ ૧૨ ટીમને તક મળી શકે : એશિયન ગ્રૂપ : મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નઈ સુપરકિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, મુલ્તાન સુલ્તાન્સ (પાક.), કોલંબો (શ્રીલંકા), રાજશાહી રોયલ્સ (બાંગ્લાદેશ)
વર્લ્ડ ગ્રૂપ : સિડની સિક્સર્સ (ઓસ્ટ્રે.), રોક્સ (દ. આફ્રિકા), બારબાડોસ (વિન્ડીઝ), એસેક્સ (ઇંગ્લેન્ડ), વેલિંગટન (ન્યૂઝીલેન્ડ), યુરો ટી-૨૦ સ્લેમ ચેમ્પિયન.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks