ભૂખમરાને કારણે ૪ બાળકો સહિત ગાઝાના ૧૫ લોકોનાં મોત : આરોગ્ય મંત્રાલય

(એજન્સી)                                                       તા.૨૩
ગાઝાના આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે ગાઝા પટ્ટીમાં પાછલા ૨૪ કલાકમાં કુપોષણ અને ભૂખમરાથી ચાર બાળકો સહિત   ૧૫ લોકોના મોત થયા છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, ‘ગાઝાની હોસ્પિટલોએ છેલ્લા ૨૪ કલાકમાં ભૂખમરો અને કુપોષણને કારણે ચાર બાળકો સહિત ૧૫ લોકોના મોતની જાણ કરી છે.’ તાજેતરના મૃત્યુ સાથે, ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં કુપોષણથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૧૦૧ થઈ ગઈ છે, જેમાં ૮૦ બાળકો છે. અગાઉ, તબીબી સૂત્રોએ જણાવ્યું કે ડાયાબિટીસના દર્દી, એક બાળક અને એક શિશુનું પણ ગંભીર પોષણની ઉણપને કારણે મૃત્યુ થયું છે. પેલેસ્ટીની અધિકારીઓ અને અધિકાર સમૂહે ભૂખમરાથી થતા મૃત્યુની સંખ્યામાં વધારો થવાની ચેતવણી આપી છે, ખાસ કરીને બાળકો, બીમાર અને વૃદ્ધો જેવા સંવેદનશીલ સમૂહમાં. ગાઝા તેના ઈતિહાસની સૌથી ખરાબ માનવતાવાદી કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે, ૭ ઓક્ટોબર, ૨૦૨૩થી ચાલી રહેલા ઈઝરાયેલી નરસંહાર વચ્ચે સમગ્ર વિસ્તારમાં દુષ્કાળ ફેલાઈ રહ્યો છે. ૨ માર્ચથી ઇઝરાયેલે તમામ સરહદ ક્રોસિંગને સીલ કરી દીધા છે, ખોરાક અને તબીબી સહાયના પ્રવેશને અવરોધિત કરી દીધા છે. પરિણામે, બાળકો અને ગંભીર રીતે બીમાર દર્દીઓમાં તીવ્ર કુપોષણના ચિહ્નો દેખાવા લાગ્યા છે. ઈઝરાયેલે ઓક્ટોબર ૨૦૨૩થી ગાઝા પટ્ટીમાં ૫૯,૦૦૦થી વધુ પેલેસ્ટીનીઓને મારી નાખ્યા છે, જેમાંથી મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. લશ્કરી કાર્યવાહીએ એન્ક્‌લેવને બરબાદ કરી દીધું છે, આરોગ્ય પ્રણાલીને ભાંગી નાખી છે અને ખોરાકની તીવ્ર અછત ઊભી કરી છે. ગયા નવેમ્બરમાં, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ અને તેમના પૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગેલન્ટ સામે ગાઝામાં યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.ઈઝરાયેલને ઈન્ક્‌લેવ પરના યુદ્ધ માટે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં નરસંહારના કેસનો પણ સામનો કરવો પડે છે.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts