બે હિન્દુ-મુસ્લિમ શ્રમિક મિત્રોને સમૂહલગ્નનો વિચાર આવ્યો જે હાલ સેવાનો વટવૃક્ષ બની ગયો
૨૩ વર્ષથી ચાલતા આ સમૂહલગ્નોત્સવ થકી ૧૧૩૮ જરૂરિયાતમંદ હિન્દુ-મુસ્લિમ પરિવારોની દીકરીઓના લગ્ન થયા, ૨૦ કરોડનું કરિયાવર અપાયું
(સંવાદદાતા દ્વારા)
સુરેન્દ્રનગર, તા.૩૦
સુરેન્દ્રનગર શહેરમાં જોવા જઈએ તો એક એવું સૂત્ર સાર્થક કરે છે કે મજહબ નહીં શિખાતા આપસ મે બેર રખના હિન્દી હે હમ હિન્દુસ્તાન હમારા આ પંક્તિને મજૂરો સાર્થક કરી રહ્યા છે અને છેલ્લા ૨૩ વર્ષથી સુરેન્દ્રનગર શહેરમાં બાલાપીર અને મેલડી માતાના સાનિધ્યમાં એક અનોખા લગ્ન યોજવામાં આવે છે જેમાં સર્વ જ્ઞાતિના લોકો આ સમૂહ લગ્નમાં જોડાય છે અને સમૂહ લગ્નમાં ભાગ લે છે ત્યારે આ સમૂહ લગ્નને આજથી ૨૩ વર્ષ પહેલા સુરેન્દ્રનગર શહેરની મેતા માર્કેટના જે ત્રણ મજૂરો છે જેમાં જેઠાભાઇ મકરાણીભાઈ અને અબજીભાઈ આ ત્રણેને મનમાં સર્વ જ્ઞાતિનો સમૂહ લગ્ન યોજવાનો સંકલ્પ થયો અને આજે છેલ્લા ૨૩ વર્ષથી સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન આ મજૂર ભાઈઓ અને મહેતા માર્કેટના અન્ય મજૂરો તેમજ વેપારી મિત્રોના સાથ સહકારથી યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે ૩૬ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા છે અને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં ભાગ લઈ અને હિન્દુ મુસ્લિમ સહિતના સર્વ જ્ઞાતિ ના આ સમૂહ લગ્ન યોજવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં સમૂહ લગ્નનો સેવા યજ્ઞ ચલાવાઈ રહ્યો છે. જેમાં ૨૩ વર્ષથી ચાલતા આ સમૂહ લગ્નોત્સવ થકી ૧૧૩૮થી વધુ જરૂરીયાતમંદ હિન્દુ અને મુસલમાન પરિવારોની દીકરીઓને લગ્ન કરાવી આપવામાં આવ્યા છે. આ સમૂહ લગ્નોત્સવની શરૂઆત ૨ હિન્દુ મુસ્લિમ મજૂર મિત્રના વિચારથી શરૂ થઇ હતી. જે હાલ સેવાનું વટવૃક્ષ બની ગઇ છે. રવિવારે ૩૦ દંપતીના સમૂહ લગ્ન યોજાતા ૫ હજાર લોકો એકત્ર કર્યા હતા. સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં કાળી મજૂરી કરીને પેટીયુ રળતા શ્રમીકોની દીકરીના લગ્નની ચિંતા માતા પિતાને કોરી ખાય છે. ત્યારે હિંન્દુ અને મુસ્લિમના નાત જાતના વાડાને ભૂલીને રહેતા ૨ શ્રમીક મિત્ર અને તોપવાળા મેલડી માના સમસ્ત સેવા ગણના મિત્રોએ આવી દીકરીઓના લગ્ન કરાવવા વિચાર વાવ્યો હતો. ૨૩ વર્ષ પહેલા ૧૧ દંપતી સાથે પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આયોજનનો વિચાર કરનાર મિત્રોને સમૂહ લગ્નના ખર્ચની ચિંતા હતી. માર્કેટના વેપારીઓ આગળ આવ્યા અને સમૂહ લગ્નનો ખર્ચ ઉપાડવાની તૈયારી બતાવી હતી. ત્યારથી સમૂહ લગ્નનો તમામ ખર્ચ માર્કેટના મજૂરો અને વેપારીઓ ઉઠાવે છે. અત્યારસુધીના સમૂહ લગ્નમાં રૂા.૨૦ કરોડનું કરીયાવર અને ૩૫ લાખ જમણવારનો ખર્ચ દાતાની મદદથી થયો. તા.૨૩ માર્ચે હિન્દુ મુસ્લિમના એક સાથે ૨૨મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાતા આર્યસમાજ સહયોગથી ૩૬ દીકરીના લગ્ન કરાવાયા હતા. તોપવાળા મેલડીમાં મંદિર પાસે લગ્ન અને હજરત બાલમશા પીરની દરગાહ પાસે નિકાહ પઠાવાયા હતા. આયોજન સફળ બનાવવા જેઠાભાઇ ધલવાળીયા, ઇબ્રાહીમભાઇ મકરાણી, હનીફાબેન મકરાણી, રમેશભાઇ ઉપાધ્યાય, અબ્દેઅલીભાઇ સહિત સમસ્ત તોપવાળા મેલડીમાં સેવકગણ પ્રયાસ કર્યા હતા. આ સમૂહ લગ્નમાં હિન્દુ દંપતીના લગ્ન માટે આર્ય સમાજ દ્વારા સેવા આપી વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન કરાવાય છે. મુસ્લિમ સમાજના દંપતીના નિકાહ માટે સુરેન્દ્રનગર શહેર કાજી સેવા આપે છે. આમ એક બાજુ વૈદિક મંત્રોચ્ચારથી હિન્દુ રિતરિવાજથી લગ્ન જ્યારે તે જ સમયે નિકાહના કલમા પઢાતા હોય છે.