મથુરાની જેમ ઘણા અન્ય શહેરોમાં પણ મઠ અને આશ્રમ સરકારી જમીનો પર બનેલા છે

વાસ્તવિકતા – બૃજેશ શુકલ (વરિષ્ઠ પત્રકાર)

રાજનીતિ હવે જનસેવા માટે કરવામાં નથી આવતી. તે એક કારોબાર બની ગઈ છે. જેને બનાવી રાખવા માટે સત્તામાં બની રહેવું જરૂરી છે અને એના માટે જોઈએ મત. કોઈ પ્રકારે મત એકઠા કરો, ચાહે એના માટે કોઈનો સહારો લેવો પડે. કુખ્યાત અપરાધીઓ અને માફિયાઓને રાજનીતિમાં આ રીતે એન્ટ્રી મળી છે, આજે પાખંડીઓ અને અપરાધીઓને સંરક્ષણ નથી મળી રહ્યું. બલ્કે તેમને ફેલાવાનો પૂરો અવસર પણ આપવામાં આવી રહ્યો છે. આખરે આશ્રમ હંમેશાં બીજાની જમીનો પર કબજો કરીને જ કેમ બનાવવામાં આવે છે ?

મથુરાના
જવાહરબાગમાં થયેલ હિંસક ઘટનાએ દેશને હચમચાવીને રાખી દીધો છે. ધર્મ અને સમાજસેવાના નામ પર સરકારી જમીનો ઘેરીને બનાવેલ આશ્રમો અને મઠોને જે પ્રકારે કેટલાક અપરાધી કિલ્લાઓમાં તબદિલ કરી રહ્યા છે તે ચિંતાની વાત છે. એનાથી પણ વધુ ચિંતાની વાત છે આ સંગઠિત જૂથોથી નેતાઓની સાંઠગાંઠ આમ ના હોત તો રામવૃક્ષ યાદવ જેવા ગુનેગારો બે વરસ સુધી કોઈ ત્રણસો એકર જમીન પર કબજો કરીને ના રહી શકતા.
આશ્ચર્યજનક છે કે, શાસન અને સત્તાને લલકાર કરી એક સંગઠિત ટુકડી સરકારી જમીન પર કબજો કરે છે તેના પર નિર્માણ પણ કરે છે, વીજળીનું કનેક્શન લઈ લે છે, પોતાની અલગ મુદ્રા ચલાવવાની ઘોષણા કરે છે અને ગેરકાયદે હથિયાર એકઠા કરીને એક સેના પર ઊભી કરી લે છે. થોડાક સમય પહેલાં હરિયાણામાં આવું જ સામ્રાજ્ય રામપાલે ઊભું કર્યું હતું.ત્યારે રામપાલ અને તેના ગુંડાથી નિપટવા માટે સશસ્ત્ર દળોએ ઘણા દિવસો સુધી કાર્યવાહી કરવી પડી હતી, આખરે કેવી રીતે પેદા થાય છે આવા મઠ અને આશ્રમ અને એમાં રહેનારા ગુંડા-અપરાધીઓને કોનું સંરક્ષણ મળે છે ?
રાજનીતિ હવે જનસેવા માટે કરવામાં નથી આવતી. તે એક કારોબાર બની ગઈ છે. જેને બનાવી રાખવા માટે સત્તામાં બની રહેવું જરૂરી છે અને એના માટે જોઈએ મત. કોઈ પ્રકારે મત એકઠા કરો, ચાહે એના માટે કોઈનો સહારો લેવો પડે. કુખ્યાત અપરાધીઓ અને માફિયાઓને રાજનીતિમાં આ રીતે એન્ટ્રી મળી છે, આજે પાખંડીઓ અને અપરાધીઓને ના તો સંરક્ષણ મળી રહ્યું છે. બલ્કે તેમને ફેલાવવાનો પૂરો અવસર પણ આપવામાં આવી રહ્યો છે. આખરે આશ્રમ હંમેશા બીજાની જમીનો પર કબજો કરીને જ કેમ બનાવવામાં આવે છે ?
રામવૃક્ષના ગુરુ રહી ચૂકેલા જયગુરુ દેવના કરોડો સમર્થક છે. તેમનો ધાર્મિક અને સામાજિક ઉદ્દેશો પર સવાલ ઊઠાવી શકાતા નથી, પરંતુ જે પ્રકારે તેમના શિષ્યો પર ખેડૂતોની જમીન પડાવી લેવાનો આરોપ લાગ્યા છે તેનાથી શું તેમની સેવાના બધા સંબંધ ધરાશાયી નથી થઈ જતા ?
આપણે એક વાત સમજવી પડશે કે સારા કામ હંમેશા સારા સંસાધનોના બળ પર જ થઈ શકે છે. આસારામ અને તેમના પુત્ર નારાયણ સ્વામી આ સમયે જેલમાં છે. આસારામ પર પોતાના આશ્રમોના નિર્માણમાં તમામ ખેડૂતો સિવાય સરકારી જમીનો પડાવી લેવાના પણ આરોપ લાગતા રહ્યા છે. ઘણા આરોપી સાબિત પણ થયા. જ્યારે પૂરો ભાંડો ફૂટ્યો ત્યારે કેટલાક આશ્રમોથી ગેરકાયદેસર કબજો હટાવવામાં આવ્યો. પણ શું પ્રશાસનને આ કામ ત્યારે નહોતું કરવું જોઈતું જ્યારે જબરદસ્તી આ જમીનોને ઘેરીને એના પર આશ્રમોનું નિર્માણ થઈ રહ્યું હતું ?
રાજનીતિક દળ દરેક મુદ્દાને વોટના ચશ્માથી જુએ છે. કોઈ ધર્માંધિકારી કે સમાજસેવાનું આવરણ ઓઢીને પાખંડી જો સરેઆમ અધર્મ કરી રહ્યો છે, પરંતુ તેની પાસે સમર્થકોની એક જમાત છે, તો રાજનીતિક પક્ષ તેમના ગુનાઓની તરફથી આંખો ફેરવી લે છે.
મથુરાની ઘટનાથી ફરી સ્પષ્ટ થયું કે ધર્મ અને સમાજસેવાની આડમાં ગેરકાયદેસર કબજો કરી આશ્રમ બનાવનારા કેટલા દુરાગ્રહી, હિંકસ અને કપટી હોઈ શકે છે. હરિયાણામાં રામપાલની ધાર્મિક સેનાએ પણ સશસ્ત્ર દળો અને પોલીસ પર હથિયાર ઉઠાવવા અને તેમની હત્યા કરવાથી કોઈ પરેજ નથી કરી, સમાજ બદલવાનો ઢોંગ રચનારા અપરાધી રામવૃક્ષ પણ આ જ હરકત કરે છે.આ કહેવું સત્યથી મોઢું ફેરવવાનું છે કે જવાહર બાગની ઘટના વિશે શાસનને જાણકારી નહોતી. મથુરાના જિલ્લાધિકારી અને એડીએમે ઉત્તરપ્રદેશ સરકારને બે ડઝન પત્ર મોકલ્યા હતા. શું આટલા પત્ર શાસનની આંખો ખોલવા માટે પૂરતા નથી ?
ખેડૂત નેતાઓને આ ગુંડાઓના કબ્જા ને લઈને મુખ્યમંત્રીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી કેટલાય પત્ર મોકલ્યા, પરંતુ કંઈ ના થયું. આસારામ અને રામપાલ દ્વારા જમીનો પર કબજા વિરુદ્ધ પણ પ્રદર્શન થતા રહ્યા છે.
આપણા નેતાઓ અને અધિકારીઓને આ ધાર્મિક અને સમાજસેવી પાખંડી એવી ટોપી પહેરાવી દે છે કે તેમને આમજનતાની અવાજ જ નથી સંભાવાતો પરંતુ તે લોકોને પણ વાંક ઓછો નથી જે આ પાખંડીઓની પાછળ ચાલીને તેમની ખોટી પ્રશંસા કરે છે. આ ભીડના બળ પર જ આ લોકો પોતાને કાયદાથી ઉપર સમજવા લાગે છે. આ બધું અશિક્ષિત અને અજ્ઞાનતાના લીધે થઈ રહ્યું છે.
સંત અને સમાજસેવી સમાજ બદલવા માટે નીકળે છે, મઠ અને આશ્રમ બનાવવા માટે નહીં. શું ગોસ્વામી તુલસીદાસે ક્યાંય આશ્રમ બનાવ્યો? સૂરદાસજી ગોવર્ધન તળેટી પર એક નાનકડી ઝૂંપડીમાં જીવનભર રહ્યા. જેમાં મોટી મુશ્કેલીથી બે-ત્રણ લોકો જ સૂઈ શકતા હતા. મીરાએ પોતાનો મહેલ છોડ્યો પરંતુ કોઈ આશ્રમના બનાવ્યો. ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીના ગંભીરા મંદિરમાં એક નાનકડી ઝૂંપડીમાં રહ્યા.
સંતોની તો બસ ઝૂંપડી હોય છે, આશ્રમ નહીં. મહાત્મા ગાંધીએ સરકારી જમીનો પર કબ્જો કરી આશ્રમ ના બનાવ્યો. જે સુભાષચંદ્ર બોસનું નામ લઈને રામવૃક્ષે એક અરાજક સેના તૈયાર કરી હતી, તેમણે આ દેશની આઝાદી માટે પોતાનું ઘર-પરિવાર છોડી દીધું હતું, ક્યાંક આશ્રમ બનાવીને નહોતા રહ્યા. હવે ધનના લોભી મોટા-મોટા આશ્રમ ઊભા કરી રહ્યા છે.
જવાહર બાગની જેમ દેશમાં ઘણી મોટી સંખ્યામાં આવા મઠ અને આશ્રમ છે જે સરકારી જમીન પર કબ્જો કરીને બનાવવામાં આવ્યા છે, સમય આવી ગયો છે કે આવી બધી જગાઓ પર તપાસ થાય. એના માટે સરકારોએ સાહસ કરવું પડશે. પાખંડી બાબાઓ અને સમાજસેવાનું આવરણ ઓઢીને ગુનેગારોથી મિત્રતાની ગાંઠ કરીને રાજનેતા આ સમાજનું ભલું નહીં કરી શકે.
(સૌ. : ન.ભા.ટા.)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts