
(એજન્સી) તા.૬
મથુરાના સુરીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દલિત યુવકને માર મારવાનો મામલો સામે આવ્યો હતો, માર મારતા યુવકનો મૃત્યુ થયો હતો. આ ધટનામાં દલિત યુવક પહેલા અર્ધ નગ્ન થઈ, હાથમાં કુહાડી લઈને ગામની ગલીઓમાં ગાળો બોલતા દોડવા લાગ્યો. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. યુવક આ વર્તન બાદ ગામના ક્ષત્રિય સમાજના લોકોએ તેને માર માર્યો હતો જેના કારણે તેનું મોત થયું હતું. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો દીધો હતો.
સુરીર વિસ્તારના જરારા ગામનો મામલો
સુરીર પોલીસ સ્ટેશન વિસ્તારના જરારા ગામના રહેવાસી યુવક શિવકુમારને સારવાર માટે દિલ્હી લઈ જતી વખતે તેનું મૃત્યુ થયું હતું. તેના ભાઈએ શિવકુમારની હત્યાનો આરોપ ગામના ક્ષત્રિય સમાજના લોકો પર મૂકવામાં આવ્યો હતો. તેણે આરોપ લગાવ્યો કે, કેટલાક લોકોએ શિવકુમારને માર મારતા તેનો મૃત્યુ થયું હતું. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં એક અર્ધ નગ્ન યુવક ગામની ગલીઓમાં ફરતો હોય છે, યુવકના હાથમાં કુહાડી છે. યુવક ગામમાં કોમ્યુનિટી સેન્ટરની બહાર ઊભો રહી અપશબ્દો બોલવા લાગે છે. આ દરમિયાન વીડિયોમાં મહિલાઓ અને બાળકો પણ નજીકમાં ઉભેલા જોવા મળે છે. આ વીડિયો જરારા ગામના દલિત સમાજના યુવક શિવકુમારનો જણાવવામાં આવી રહ્યો છે.
લોકો દ્ધારા હુમલાનો આરોપ
શિવકુમારના ભાઈએ જણાવ્યું કે, તેના ભાઈને ગામના રહેવાસી પવન, વિષ્ણુ, અખિલેશ, સુનીલ , સૌરભ અને તેના પિતા ઈન્દ્રપાલ તેમજ એક બેનામી દ્વારા લાકડી અને સળિયાથી માર મારવામાં આવ્યો હતો. જ્યાં સુધી શિવકુમાર જમીન પર બેભાન થઈ પડી ન ગયો ત્યાં સુધી આ લોકોએ તેને માથા પર માર્યો હતો. આ પછી આરોપી તેને છોડીને ભાગી ગયો હતા. શિવકુમારના ભાઈએ આરોપ લગાવ્યો હતો કે ગામના લોકોએ તેમના ભાઈને માર માર્યો હતો.
સારવાર માટે જયપુર રીફર કરાયા
શિવકુમારને તેના ભાઈ બેભાન અવસ્થામાં મથુરા લઈ ગયા હતા. જ્યાં તેની હાલત ગંભીર બનતા તેને જયપુર મોકલવામાં આવ્યો હતો. જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં શિવકુમારની બે દિવસ સારવાર કરવામાં આવી હતી. જ્યારે ત્યાં તેની તબિયત બગડતા તેનો ભાઈ તેને દિલ્હી લઈ જવા નિકળ્યો હતો. શિવકુમારનું રસ્તામાં જ મોત થયું હતું. આ પછી તે મૃતદેહ લઈને મથુરા લાવવામાં આવ્યો હતો. શિવકુમારને પહેલા જયપુર અને પછી દિલ્હી લઈ જવામાં આવ્યા, પરંતુ દિલ્હી પહોંચતા પહેલા જ રસ્તામાં તેમનું મૃત્યુ થઈ ગયું.
પોલીસ પર બેદરકારીનો આરોપ
શિવકુમારના ભાઈએ સુરીર પોલીસને જણાવ્યું કે, ગામના લોકો દ્વારા આ અંગે તેણે ધમકી આપવામાં આવી હતી. પરંતુ પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી ન હતી. આ મામલે એસપી દેહત ત્રિગુણ વિશેને કહ્યું, કે આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વીડિયો વાયરલ થવાની માહિતી મળી છે, તે વિશે તપાસ કરવામાં આવશે