મથુરામાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી યાત્રા : હિન્દુત્વ નેતાએ મુસ્લિમો પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી

શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર વિવાદ હજુ ચાલી રહ્યો છે ત્યાં જમણેરી હિન્દુત્વ વાદી એક નેતાના નિવેદનથીકોમી શાંતિ તથા વહીવટી તંત્રની નિષ્ક્રિયતા વિશે કેટલાક તાકીદના પ્રશ્નો ઊભા થવા પામ્યા છે

(એજન્સી) મથુરા, તા.૩
મથુરામાં ધાર્મિક ઉત્સવની ઉજવણીનું વાતાવરણ એકાએક તંગ બની જવા પામ્યું છે કેમ કે, એક જાણીતા હિંદુત્વવાદી નેતા અને શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર વિવાદ કેસના મુખ્ય અરજદાર દિનેશ ફલાહારીએ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી યાત્રા દરમિયાન મુસ્લિમો ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માટેનું આહ્‌વાન કર્યું છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને પાઠવેલા પત્રમાં હિન્દુવાદી નેતાએ એવો દાવો કર્યો હતો કે, મુસ્લિમોએ શ્રીકૃષ્ણ ભૂમિ મંદિર ઉપર ‘ગેરકાયદે કબજો’ જમાવી દીધો છે અને એ કબજો દૂર ન થાય ત્યાં સુધી મુસ્લિમોને કોઈપણ સનાતન યાત્રામાં જોડાવા દેવા જોઈએ નહીં. હિન્દુત્વ નેતાના આ પત્રને પગલે મુસ્લિમ સમાજમાં ચિંતાની લાગણી ઊભી થઈ છે અને તેઓ આ પ્રદેશમાં લાંબા સમયથી અસ્તિત્વમાં રહેલી ગંગા-જમુની સાંસ્કૃતિક એકતા અને સંપને નુકસાન પહોંચાડવાના સીધા પ્રયાસ તરીકે હિન્દુત્વ નેતાની આ માગણીને જોઈ રહ્યા છે. સ્થાનિક પત્રકારો સાથે વાતચીત કરતા મુસ્લિમ સમાજના એક નેતાએ ચિંતા દર્શાવીને કહ્યું હતું કે, આ માત્ર મુસ્લિમોના બહિષ્કારનું એલાન નથી પરંતુ અમારી ઓળખ અને અમારી સુરક્ષા માટે જોખમ પણ છે. મથુરામાં અનેક પેઢીઓથી મુસ્લિમો શાંતિથી જીવી રહ્યા છે અને આવી ધમકીઓ અને આવા નિવેદનો ભય અને વિભાજન સર્જે છે જેનું અહીં કોઈ અસ્તિત્વ ન હોવું જોઈએ. ઉત્તર પ્રદેશના લઘુમતી સમુદાયને હિન્દુ ધર્મના તહેવારો અને મેળા તથા ઉત્સવ દરમિયાન અવારનવાર બહિષ્કાર અને દબાણનો સામનો કરવો પડે છે એમાં આ નવી ઘટનાનો ઉમેરો થતાં સમુદાયને કોમી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યો હોવાથી ભયની લાગણી ઊભી થઈ છે. રાજકીય સામાજિક નિરીક્ષકો કહે છે કે આ પ્રકારના નિવેદનો ગંભીર પડઘા પાડે છે અને પ્રતિકૂળ પ્રતિક્રિયાઓ આવી શકે છે જે રાજ્ય ધાર્મિક સહઅસ્તિત્વના ઇતિહાસ માટે ગૌરવ લેતું હોય છે એ રાજ્યમાં આવી વાતો ગંભીર પરિણામો લાવી શકે છે. દિનેશ ફલાહારી નામના આ હિન્દુત્વવાદી નેતાના પત્રને કારણે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને આ પત્રમાં તો આ નેતાએ મુસ્લિમોની વફાદારી અને વિશ્વસનિયતા ઉપર પણ સવાલો ઊભા કર્યા છે. હિન્દુત્વ નેતા એવો લવારો કરે છે કે આ એ લોકો છે જેમણે આપણા સનાતનની હિંદુ ભાઈઓને કાશ્મીરમાંથી કાઢી મૂક્યા હતા. હવે લોકો યાત્રામાં ઘૂસણખોરી કરીને મોટા કાવતરાને અંજામ આપવા માંગે છે. જો કે, બાગેશ્વર ધામની યાત્રામાં જે મુસ્લિમોએ સનાતન ધર્મ અપનાવ્યો હોય એ જરૂર ભાગ લઈ શકે છે. નાગરિક સંગઠનો અને સામાજિક જૂથોએ આ વિધાનોનો ભારે વિરોધ વ્યક્ત કર્યો છે અને રોષ આક્રોશની લાગણી વ્યક્ત કરી છે. એક સામાજિક આગેવાનને જણાવ્યું હતું કે, મંદિરોને લગતા કાયદાકીય સંઘર્ષમાં જે વ્યક્તિ સામેલ હોય એ કોમી એકતાને નુકસાન પહોંચાડવા અને ખલેલ પહોંચાડવા માટે આવા નિવેદનો કરે એ ચિંતાજનક છે અને સરકારે હિંસા થતી રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જ જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts