
સંપ્રદાય જૂથના નેતા રામ વિકાસ યાદવ, જેની પોલીસ અથડામણમાં હત્યા કરવામાં આવી હતી, અને અથડામણમાં બે પોલીસ અધિકારીઓ સહિત ૨૮ અન્ય લોકો પણ મૃત્યુ પામ્યા હતા. આ “શિબિરના એક મહત્વપૂર્ણ સભ્ય” એ “આરએસએસના નેતા”ની વાત કરી કરી હતી.
વિરેશ યાદવ, જેના પર ૧૫,૦૦૦ રૂપિયાનું ઇનામ હતું, તેની અને તેની પત્ની લલિતા દેવી અને બે બાળકો સાથે બુધવારે મથુરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી
મથુરા,તા.૩૦
૨ જૂનના રોજ મથુરાના જવાહર બાગ ખાતે પોલીસ અને સંપ્રદાય જૂથના લોકોની અથડામણ થઈ હતી. એ સંપ્રદાયના “કમાન્ડન્ટ” વિરેશ યાદવે એવો દાવો કર્યો છે કે “એક સ્થાનિક આરએસએસ નેતા રાજવીર ઉર્ફે ગુરૂજી” દ્વારા અહી આશ્રય રહી રહેલા લોકોને લાકડીની લડાઈની તાલીમ આપવામાં આવતી હતી. વિરેશ યાદવ, જેના પર ૧૫,૦૦૦ રૂપિયાનું ઇનામ હતું, તેની અને તેની પત્ની લલિતા દેવી અને બે બાળકો સાથે બુધવારે મથુરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. વિરેશ બદાયુંનો મૂળ વતની છે, અને તેણે દાવો કર્યો હતો કે તેની પાસે આ શિબિરનો સુરક્ષા હવાલો હતો અને તે શિબિરમાં “કમાન્ડન્ટ” હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે શિબિરમાં “૧૨ ચેકપોસ્ટ” બનેલી હતી અને તેની ફરજ એ હતી કે કોઈપણ વ્યક્તિ પરવાનગી વગર બહાર ન જાય અને અંદર ન આવે તેનું ધ્યાન રાખવાની હતી. રામ વિકાસ યાદવ, જે આ સંપ્રદાય જૂથનો નેતા હતો અને આ અભિયાન દરમ્યાન બે પોલીસ અધિકારીઓ સહિત ૨૮ અન્ય લોકો સાથે અથડામણમાં જેની હત્યા કરવામાં આવી હતી, વિરેશ તે જૂથનો એક સભ્ય છે અને તેણે “શિબિરના એક મહત્વપૂર્ણ સભ્ય” તરીકે “આરએસએસના નેતા” વિશે વાત કરી હતી. તેમણે ઉમેર્યું કે “વિરેશ યાદવે એવો દાવો કર્યો છે કે આગ્રાના રાજવીર સિંઘ, જે આરએસએસ સાથે લિંક્સ ધરાવતા હતા તેઓ જવાહર બાગના લોકોને તાલીમ આપતા હતા.” એસએસપી બબલૂ કુમારે પત્રકારોને મથુરામાં બુધવારે જણાવ્યું હતું કે “અમે આ વ્યક્તિ (રાજવીર) અને તેની કથિત આરએસએસની કડીઓની તપાસ કરી રહ્યા છીએ.”. એસએસપી ઉમેર્યું હતું કે વિરેશ “શિબિરના સભ્યોને બડૂક ચલાવવાની તાલીમ આપતો હતો. અમે વિવેક અને રાજ નારાયણ, જે રામ વિકાસ યાદવના પુત્રો છે અને તેની સાથે શિબિરમાં રહેતા હતા તેને શોધી રહ્યા છીએ” મથુરાના એસપી (સિટી) આલોકે જણાવ્યું હતું કે પોલીસ રાજવીરને આરોપી ત્યારેજ ગણશે જ્યારે શિબિર સાથે તેનું ગુનાહિત જોડાણ સાબિત થશે. આરએસએસએ તેના સભ્યો આ શિબિર સાથે જોડાયેલા છે એવા દાવાને નકાર્યો હતો. સંસ્થાના પ્રચાર વડા (બ્રજ પ્રદેશ), પ્રદીપ કુમારે જણાવ્યું હતું કે આરએસએસમાં “કોઈ રાજવીર નામનો વ્યક્તિ જ નથી”. તેમણે જણાવ્યું હતું કે “સમાજવાદી પક્ષના સભ્યો આ (જવાહર બાગ) મુદ્દામાં સામેલ છે, માટે તેઓ દ્વારા સંઘને આ બાબતમાં સામેલ કરવામા આવી રહ્યો છે.” રાકેશ ગુપ્તા (નાણા ધીરનાર) અને ચંદન બોઝ (સેકન્ડ-ઇન-કમાન્ડ) પછી વિરેશ આ સંપ્રદાય જૂથની ત્રીજી સૌથી મહત્વપૂર્ણ જેની ધરપકડ કરવામાં આવી છે. એસએસપીએ કહ્યું હતું કે વિરેશના કેટલાક નિવેદનો ચંદનન નિવેદનો સાથે મેળ ખાય છે. વિરેશે જણાવ્યુ હતું કે રામ વિકાસે કેમ્પમાં ૧૨ ચેકપોસ્ટ ઊભી કરી હતી. અને આ ચેકપોસ્ટ પર ૨૦૦ સ્વયંસેવકો છ કલાકની પાળીમાં કામ કરતાં હતા. ૨૭૦ એકરના આ સરકારી પ્લોટ પર આ જૂથ દ્વારા બે વર્ષથી કબ્જો કરી લેવામાં આવ્યો હતો. અને આ ચેકપોસ્ટને મજબૂત બનાવવા માટે ૨૦૦થી ૩૦૦ સ્વયંસેવકોનો વધારો કરવામાં આવ્યો હતો. વિરેશે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે આ ઉપરાંત, રામ વિકાસે પેટ્રોલિંગ માટે ‘દરોગા’ (ઇન્સ્પેકટરો)ની નિમણૂક કરી હતી અને તેના માટે કુલ ૧૯ ટીમ બનાવી હતી અને દરેક ટીમમાં ૧૫-૨૦ યુવાન છોકરાઓ જેઓ “સેનાની” હતા તેઓને રાખવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે રામ વિકાસે બાબા જય ગુરૂદેવ નામે સ્ત્રીઓ પાસેથી ઘરેણાં અને પુરૂષો પાસેથી રોકડ રકમ એકત્ર કરી હતી. રોકડ અને ઝવેરાત એક ‘ડૉક્ટર’ જે હરદોઇમાં રહેતા હતા તેની પાસે રાખવામાં આવ્યા હતા, કુમારે કહ્યું હતું કે, “અન્ય એક ડૉક્ટર ઉપેન” આ અડ્ડો જમાવનાર લોકોની તબીબી સારવાર કરતો હતો. એસએસપી કુમારે જણાવ્યું હતું કે રામ વિકાસનો બળેલો મૃતદેહ જે તેમના વકીલ કુમાર ગૌતમ દ્વારા ઓળખી કાઢવામાં આવ્યો છે, તેમણે માગણી કરી છે કે આ મૃતદેહ દિલ્હીમાં રહેતી તેમની પુત્રીને સોંપી દેવામાં આવે. જો કે, પોલીસે આ મહિલાને મૃતદેહ સોપવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે આ મહિલાનું નામ ગુડીયા જણાવ્યુ છે અને કહ્યું હતું કે વિરેશે જણાવ્યુ હતું કે ગુડિયા એ રામ વિકાસની પોતાની પુત્રી રામ ન હતી પરંતુ તેઓએ તેને પુત્રી બનાવી હતી અને પુત્રી જેવો વ્યવહાર કરતાં હતા.”