ખરગોન જિલ્લામાં વિદ્યાર્થીઓને તિલક ન લગાવવાની સલાહ આપ્યા બાદ શિક્ષક ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયાશાળાના સ્ટાફના જણાવ્યા અનુસાર, શાહરૂખ પઠાણે વિવિધ ધર્મોના વિદ્યાર્થીઓ વચ્ચે સમાનતા અને સુમેળને પ્રોત્સાહન આપવાના હેતુથી આ વાત કહી હતી
(એજન્સી) તા.૬
મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે માનવતાને શરમમાં મૂકી દીધી છે. ખરગોનની એક શાળામાં, સમાનતા, ભાઈચારો અને પરસ્પર બંધુત્વનો સંદેશ આપવો એક મુસ્લિમ શિક્ષકને મોંઘો પડ્યો, જ્યાં હિન્દુ સંગઠનોએ તેમને જાહેરમાં માફી માંગવા માટે મજબૂર કર્યા અને કાન પકડીને ઉઠક બેઠક માટે મજબૂર કર્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ આખી ઘટના ખરગોન જિલ્લાના બિસ્તાનમાં આવેલી સાંદીપની સ્કૂલની છે. એવો આરોપ છે કે, એક મુસ્લિમ મહેમાન શિક્ષકે ધોરણ ૯ના વિદ્યાર્થીઓને કપાળ પર તિલક અને હાથમાં દોરો પહેરતા અટકાવ્યા હતા. જ્યારે હિન્દુ સંગઠનોને આ વાતની જાણ થઈ, ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને શાળામાં પહોંચી ગયા અને હંગામો મચાવ્યો.
વિવાદની શરૂઆતમાત્ર એટલું જ નહીં, મુસ્લિમ શિક્ષકને ધમકી આપવામાં આવી હતી અને જાહેરમાં માફી માંગવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. જો કે, ઘણા લોકોનું કહેવું છે કે આ શિક્ષક પરંપરાઓનું રક્ષણ કરતી વખતે વિદ્યાર્થીઓની સુરક્ષાની વાત કરી રહ્યા હતા, પરંતુ સ્થાનિક હિન્દુ સંગઠનોએ તેને ધાર્મિક લાગણીઓ વિરૂદ્ધ ગણાવ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર, શાહરૂખ પઠાણે વિદ્યાર્થીઓને કપાળ પર તિલક અને હાથમાં દોરો પહેરતા અટકાવ્યા હતા. તે શાળામાં ધોરણ-૨ના મહેમાન શિક્ષક છે. શાળાના બહુમતી સમુદાયના સ્ટાફ સભ્યોએ શાંત અવાજે જણાવ્યું કે, શાહરૂખ પઠાણ બાળકોને કોઈપણ ખોટા ઈરાદાથી કંઈ કરતા રોકતો નહોતો. તે વર્ગખંડમાં ધાર્મિક ભેદભાવ દૂર કરીને વિદ્યાર્થીઓમાં પરસ્પર ભાઈચારોનો સંદેશ આપવા માંગતો હતો.