મધ્યપ્રદેશ : ‘ગૌહત્યા’ના કથિત મામલે NSA હેઠળ ૨ મુસ્લિમો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો અને તેમના ઘર તોડી પાડવામાં આવ્યા

૨૧ જૂનના રોજ, પોલીસે બંગાળી કોલોનીમાં જાફર અને અસગરના ઘરોમાંથી માંસ, જેને કથિત રીતે ગૌમાંસ કહેવામાં આવ્યું છે અને ચામડું જપ્ત કરી હતી

(એજન્સી) તા.ર૭
મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના નૂરબાદ ગામમાં ગૌમાંસ રાખવા માટે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ જાફર ખાન અને અસગર ખાન નામના બે મુસ્લિમ પુરુષો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેમના ઘરોને અધિકારીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. આ ઘટના દિલીપસિંહ ગુર્જર નામના બજરંગ દળના સભ્યની ફરિયાદના ત્રણ દિવસ પછી બની હતી. આ કેસમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ૨૧ જૂનના રોજ, પોલીસે બંગાળી કોલોનીમાં જાફર અને અસગરના ઘરોમાંથી માંસ, જેને કથિત રીતે ગૌમાંસ કહેવામાં આવ્યું છે અને ગાયની ચામડી જપ્ત કરી હતી. ફરિયાદી ગુર્જરે આરોપ લગાવ્યો કે તેણે કેટલાક લોકોને ગાયની કતલ કરતા જોયા અને જ્યારે તેણે તેનો વિરોધ કર્યો તો તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે તે જ દિવસે બે મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. એક સગીરને પણ અટકાયતમાં લેવામાં આવ્યો હતો.
પોલીસે એમપી એન્ટિ-કાઉ સ્લોટરિંગ એક્ટ, પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ અને ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ રમખાણો, હુમલો અને ધાકધમકી માટે કેસ નોંધ્યો હતો. મધ્યપ્રદેશમાં ગૌહત્યા માટે સાત વર્ષ સુધીની જેલની સજા થાય છે. મોરેનાના પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમના તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. ૧૬ જૂને, રાજ્યમાં કથિત ગેરકાયદે ગૌમાંસના વેપાર સામે કાર્યવાહીના ભાગરૂપે મધ્યપ્રદેશના આદિવાસી પ્રભુત્વવાળા મંડલામાં સરકારી જમીન પર બાંધવામાં આવેલા અગિયાર મુસ્લિમ મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીમાં, માનવાધિકાર સંગઠન એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ત્નઝ્રમ્ બુલડોઝર અને અન્ય મશીનોના ઉપયોગ દ્વારા મુસ્લિમોના ઘરો, વ્યવસાયો અને પૂજા સ્થાનોના ગેરકાયદેસર ધ્વંસને તાત્કાલિક અટકાવવા હાકલ કરી હતી. લોકોના ઘરો તોડી પાડવાની આ અયોગ્ય નીતિ છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં પ્રચલિત બની ગઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts