
(એજન્સી) તા.૨૪
જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં શનિવારે એક યુવક તેના ઘર પાસે મૃત હાલતમાં મળી આવ્યો હતો. કુટુંબીજનોએ તેની હત્યાનો આરોપ લગાવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે ૨૩ વર્ષીય શબ્બીર અહેમદ ઝેહરાનો મૃતદેહ શનિવારે બડગામ જિલ્લાના ચદુરા તહસીલના ગોગજીપથરી ગામમાં તેના ઘરની નજીક રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે મૃતદેહને સ્થળ પરથી દૂર કરવામાં આવ્યો છે અને તબીબી-કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ ફનવિધમા ટે પરિવારને સોંપવામાં આવશે. યુવકના કુટુંબીજનોનો આરોપ છે કે તેની હત્યા કરવામાં આવી છે. તેમણે પોલીસને તેના મૃત્યુનુ કારણ શોધવા અને તપાસ કરવા વિનંતી કરી છે. પોલીસે કેસ નોંધ્યો છે અને યુવકના મોતનું કારણ બની શકે તેવી તમામ શક્યતાઓ તપાસી રહી છે.
Facebook
0
Twitter
0