મુખ્યમંત્રીની પત્નીએ કહ્યું છે કે, અમારા તહેવારોમાં મુસ્લિમો હાજરી આપે તો કોઈ વાંધો નથી, વિપક્ષે તેમને તેમના પતિના મંત્રીમંડળમાં રહેલા તીવ્ર ‘હિન્દુત્વ’ વાદી લોકો સાથે વાત કરવા અને સલાહ આપવા કહ્યું હતું
(એજન્સી) તા.૯
મહારાષ્ટ્રના નવરાત્રિ ગરબા અને દાંડિયા સ્થળોએ કોણ પ્રવેશ કરી શકે તે અંગે વિશ્વ હિન્દુ પરિષદનો અન્ય ધર્મોના લોકોને બાકાત રાખવાનું આહ્વાન અને માર્ગદર્શિકા રાજકીય વિવાદમાં ફેરવાઈ રહી છે. VHPએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, ૧૧ ઓક્ટોબરથી શરૂ થનારી નવરાત્રિ દરમિયાન મહારાષ્ટ્રમાં મુસ્લિમોને ગરબા અને દાંડિયા કાર્યક્રમોમાં ભાગ લેવાની મંજૂરી નથી. તેણે આયોજકો માટે સહભાગીઓની ઓળખ ચકાસવા માટે ‘માર્ગદર્શિકાઓ’ પણ જારી કરી છે, જેમાં આધાર કાર્ડ તપાસવા અને તેમના કપાળ પર તિલક લગાવવાનો સમાવેશ થાય છે. આ જાહેરાતથી રાજકીય આક્રોશ ફેલાયો હતો, જેમાં શિવસેનાUBT સાંસદ સંજય રાઉતે સ્પષ્ટ ‘માર્ગદર્શિકાઓ’ પર સવાલ ઉઠાવ્યા હતા અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે સમાવિષ્ટ ઉજવણીઓનું સમર્થન કર્યું હતું. રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશમાં મુસ્લિમ નેતાઓ સુધી પહોંચ અને વડાપ્રધાનની પાર્ટી દ્વારા શાસિત રાજ્યમાં ઘરઆંગણે મુસ્લિમો પરVHPના પ્રસ્તાવિત પ્રતિબંધો અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, જો દેશના વડાપ્રધાન વિદેશ જાય છે અને મસ્જિદોની મુલાકાત લે છે. ત્યાં તેઓ ઇસ્લામિક રાષ્ટ્રોના વડાઓને ગળે લગાવે છે અને તેમને પોતાના ભાઈ કહે છે’. તેઓ સઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સને ‘મારો ભાઈ’ કહે છે. તો અહીં પણ ભાઈઓ છે. તો અહીં તે ભાઈને પણ રોકવો જોઈએ નહીં. ત્યાં તેઓ ભાઈઓ છે અને અહીં, તેઓ દુશ્મન છે, આ કેવી રીતે થઈ શકે છે ?. રાઉતે હિન્દુ-મુસ્લિમ એકતા અંગે આરએસએસના વડા મોહન ભાગવતના વલણ પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, ભાગવતને વીએચપીની માંગ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવુ જોઈએ. ભાજપ નેતા નિતેશ રાણેએ વીએચપીના વલણને સમર્થન આપ્યું છે અને આરોપ લગાવ્યો છે કે, આવા તહેવારો દરમિયાન ‘લવ જેહાદ’ના કિસ્સાઓ વધે છે અને તેમણે એવું પણ સૂચન કર્યું છે કે, ઉપસ્થિતોએ પ્રવેશ પહેલાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. જો કે, અમૃતા ફડણવીસે કહ્યું કે, તેમને મુસ્લિમોને ઉત્સવોમાં હાજરી આપવામાં કોઈ સમસ્યા દેખાતી નથી. મને લાગે છે કે, આપણો તહેવાર સમાવેશી છે. જો કોઈ મુસ્લિમ ગરબાનો આનંદ માણવા માંગે છે, તો કોઈ સમસ્યા ન હોવી જોઈએ. રાઉતે તેમના વલણનું સ્વાગત કર્યું અને કહ્યું કે, તેમણે મુખ્યમંત્રીના મંત્રીમંડળમાં રહેલા હિન્દુત્વવાદી લોકોને સલાહ આપવી જોઈએ. VHP પ્રવક્તા શ્રીરાજ નાયરે કહ્યું કે, નવરાત્રિ દેવી પૂજા પર કેન્દ્રિત ધાર્મિક તહેવાર છે અને ‘હિન્દુ સાંસ્કૃતિક પરંપરાઓનું પતન અટકાવવા’ માટે જરૂરી છે તે વિચારણા બાદ આ નિર્ણય લીધો હતો. તેમણે પૂછ્યું કે, મુસ્લિમો, મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે, તેઓએ આ તહેવારમાં શા માટે ભાગ લેવો જોઈએ ?