સહારનપુર મસ્જિદ તોડી પાડવાના મામલે યુપીના મુખ્યમંત્રીની ટીકા કરવા બદલ પત્રકાર હુડા જરીવાલાની ધરપકડ

 

જરીવાલાએ અગાઉ સાઉદી ટીવી ચેનલ ૨, બીબીસી લંડન અને ભારત અને યુએઈમાં અનેક મીડિયા સંગઠનો સાથે કામ કર્યું છે

 

(એજન્સી) નવી દિલ્હી/સહારનપુર, તા.૮
પત્રકાર, આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રવક્તા અને સામાજિક કાર્યકર્તા હુડા જરીવાલાની સોમવારે સહારનપુર કલેક્ટરેટ સંકુલની અંદર એક ઐતિહાસિક મસ્જિદ તોડી પાડવાના મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જરીવાલાના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ સોમવારે સવારે એડવોકેટ દુષ્યંત સિંહે સહારનપુરના સદર બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વીડિયોમાં, તેણી કહેતી સંભળાય છે : ‘મુસ્લિમોની મસ્જિદ શહીદ થઈ ગઈ છે. આ એક ગુનાહિત કૃત્ય છે. તેમને મસ્જિદ તોડી પાડવાનો અધિકાર કોણે આપ્યો ? સમગ્ર મુસ્લિમ સમુદાય આવા લોકો સામે ઉભો છે. અમે ચૂપ રહીશું નહીં.’ ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે જરીવાલાએ મુખ્યમંત્રી વિરૂદ્ધ પણ અપમાનજનક ટિપ્પણી કરી હતી, તેમને ‘ગુનેગાર’ ગણાવ્યા હતા, અને તેમના નિવેદનથી લોકો ગુસ્સે થયા હતા. ફરિયાદના આધારે કાર્યવાહી કરતા, પોલીસે જરીવાલાને સહારનપુરના સર્કિટ હાઉસમાં તોડી પાડવાનો વિરોધ કરવા પહોંચી ત્યારે તેની અટકાયત કરી. સહારનપુરના એસએસપી અભિનંદન સિંહે જણાવ્યું હતું કે પોલીસે દુષ્યંત સિંહની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે અને વાયરલ વીડિયો અને કથિત ટિપ્પણીઓની તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયા વીડિયો અને કથિત ટિપ્પણીઓની તપાસ કરવામાં આવી રહી છે,” સિંહે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે તપાસ દરમિયાન એકઠા થયેલા પુરાવાના આધારે વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જરીવાલાએ અગાઉ સાઉદી ટીવી ચેનલ ૨, બીબીસી લંડન અને ભારત અને યુએઈમાં અનેક મીડિયા સંગઠનો સાથે કામ કર્યું છે. શનિવારે (૫ સપ્ટેમ્બર) સવારે લગભગ ૫ વાગ્યે તોડી પાડવામાં આવેલી મસ્જિદ સહારનપુર જિલ્લા મેજિસ્ટ્રેટ ઓફિસ સંકુલની અંદર ૩૧૫ ચોરસ મીટર જમીન પર સ્થિત હતી. જ્યારે વહીવટીતંત્ર તેને ૭૦ વર્ષ જૂનું માળખું ગણાવે છે, ત્યારે મસ્જિદ સમિતિ અને સ્થાનિક લોકો દાવો કરે છે કે તે લગભગ ૧૫૦ વર્ષ જૂનું છે, જેનો રેકોર્ડ ૧૯૧૧નો છે. બજરંગ દળના પૂર્વ પ્રાંતીય સંયોજક વિકાસ ત્યાગીની ફરિયાદ બાદ કાનૂની કાર્યવાહી શરૂ થઈ હતી. ત્યાગીએ આરોપ લગાવ્યો હતો કે મસ્જિદ સંવેદનશીલ સરકારી પરિસરમાં ગેરકાયદેસર બાંધકામ હતું અને તેના રૂમોમાંથી ભાડું વસૂલવામાં આવી રહ્યું હતું, જેમાં અંદર કાર્યરત પોસ્ટ ઓફિસનો પણ સમાવેશ થાય છે. ફરિયાદ બાદ, માર્ચ ૨૦૨૫માં, એક લેખપાલે સરકારી મિલકત પર અનધિકૃત કબજો કરવા બદલ કેસ દાખલ કર્યો હતો, અને એપ્રિલ ૨૦૨૫માં ઉત્તર પ્રદેશ જાહેર પરિસર (અનધિકૃત કબજેદારોને ખાલી કરાવવા) અધિનિયમ, ૧૯૭૨ હેઠળ નોટિસ જારી કરવામાં આવી હતી. ૧૭ જુલાઈના રોજ, સિટી મેજિસ્ટ્રેટની કોર્ટે મસ્જિદને ‘અનધિકૃત માળખું’ જાહેર કર્યું હતું અને ૩૦ દિવસની અંદર તેને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો, સાથે જ કથિત અતિક્રમણ બદલ લગભગ ૬.૪૧ કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. મસ્જિદ સમિતિએ આદેશને પડકાર્યો હતો. ૪ સપ્ટેમ્બરના રોજ, જિલ્લા ન્યાયાધીશની કોર્ટે અપીલ ફગાવી દીધી હતી અને તોડી પાડવાના આદેશને સમર્થન આપ્યું હતું. બીજા દિવસે સવારે, બુલડોઝરોએ SDM સિટી મેજિસ્ટ્રેટ અને ભારે પોલીસ તૈનાત,PAC અને  RAFની પાંચ વધારાની કંપનીઓ સહિત, ની હાજરીમાં માળખું તોડી પાડ્યું હતું. કૈરાનાથી સમાજવાદી પાર્ટીના સાંસદ ઇકરા હસને આરોપ લગાવ્યો કે તેમને સહારનપુર જતા અટકાવવા માટે રાતોરાત તેમના કૈરાના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા હતા. હસને કહ્યું, ‘મારા કૈરાના નિવાસસ્થાને રાતોરાત મોટી પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી, અને મને સહારનપુર જતા અટકાવવા માટે મને નજરકેદ કરવામાં આવ્યો હતો.’ BPSના વડા માયાવતી, છૈંસ્ૈંસ્ના વડા અસદુદ્દીન ઓવૈસી, સહારનપુરના કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદ અને ભીમ આર્મીના વડા ચંદ્ર શેખર આઝાદે આ કાર્યવાહીની નિંદા કરી છે. ઓવૈસીએ ઉતાવળ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘ઉચ્ચ અદાલતોમાં આ મામલો સાંભળવા માટે રાહ કેમ ન જોવી ?’ અને દલીલ કરી કે મસ્જિદ કલેક્ટર કચેરી પહેલાની છે. ઇમરાન મસૂદે તેને ‘સહારનપુરના લોકો માટે કાળો દિવસ’ ગણાવ્યો અને કહ્યું કે વક્ફ બોર્ડને પક્ષકાર બનાવવામાં આવ્યો ન હોવાનો આરોપ લગાવતા કોર્ટમાં લડાઈ ચાલુ રહેશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks