માનવીના મૂળભૂત હક્કો અંગે દુનિયામાં સૌપ્રથમ એલાન પયગમ્બર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સાહેબે કર્યું

દુનિયામાં સૌપ્રથમ સભાનતા, પહેલ કરનાર, માનવીના હક્ક માટે એલાન કરનાર આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) હતા. આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ અરાફત મેદાનમાં છેલ્લું બયાન કરતાં કહ્યું હતું કે અરબી હોય કે અઝમી, ગોરા હોય કે કાળા, અમીર હોય કે ગરીબ, દરેક એકસરખા છે. કોઈ અરબીને આઝમી પર, ગોરાને કાળા પર કે અમીરને ગરીબ પર આધિપત્ય નથી. માનવ-માનવ છે તેમાં કોઈ ફરક નથી. બધા જ “આદમની ઔલાદ છે અને આદમ માટીમાંથી બનેલ છે.” આ જ વાત આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ આજથી ૧૪૦૦ વર્ષ પહેલાં કરી હતી. તે જ વાતને તે જ હક્કોને યુનિવર્સલ ડિકલેરેશન ઑફ હ્યુમન રાઈટ્‌”(૧૯૪૮) દ્વારા યુનોએ જગતને આપ્યા.

માનવ હકકો – પ્રો. ડૉ. તાહિર મહેમૂદ

(એલ.એલ.એમ. પીએચ.ડી.) (પૂર્વ અધ્યક્ષ, રાષ્ટ્રીય લઘુમતી પંચ)

માનવીના મૂળભૂત હક્કો અંગે દુનિયામાં સૌપ્રથમ એલાન કરનાર આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સાહેબે કર્યું. આપે(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ અરાફાતના મેદાનમાં છેલ્લું બયાન કરતાં કહ્યું કે અરબી હોય કે અઝમી, ગોરા હોય કે કાળા, અમીર હોય કે ગરીબ, દરેક એકસરખા છે. કોઈ અરબીને અઝમી પર, ગોરાને કાળા પર કે અમીરને ગરીબ પર આધિપત્ય નથી. માનવ માનવ છે તેમાં કોઈ ફરક નથી. બધા જ “આદમની ઔલાદ છે અને આદમ માટીમાંથી બનેલ છે.” આ વાત આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ આજથી ૧૪૦૦ વર્ષ પહેલાં કરી હતી.

  • જ્યારે સામા પક્ષે અમારી પણ એ જ ફરજ છે પરંતુ ખાસ એક વસ્તુ યાદ રાખો હક્ક કોઈ દિવસ માંગવાથી મળતો નથી; હક્ક તો ઝૂંટવવો પડે છે. માગવું પડે એ કાયરતા છે અને હક્ક ઝૂંટવવા માટે એકતાની ખાસ જરૂર છે. આપણી વસ્તી છે; પણ એકતા નથી. અને જો કદાચ હોત તો આજે હિંદુસ્તાનનો નકશો કંઈક જુદો હોત.
    અંગ્રેજી, ઉર્દૂ, હિન્દી, અરબી અને પર્શિયન ભાષા પર અદ્‌ભુત કાબૂ ધરાવતા પ્રો. ડૉ.તાહિર મહેમૂદ ગોરખપુર ખાતેથી ઈંગ્લીશ લીટરેચર એન્ડ પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ થયેલા છે. લખનૌ યુનિ.માં એલએલબી અને ત્યારબાદ અલીગઢ મુસ્લિમ યુનિ.માંથી લૉમાં પીએચડી કર્યું અને ફેલો ઑફ એડવાન્સ્ડ લીગલ સ્ટડીઝ (લંડન)ની ડિગ્રી મેળવી. તેઓ બંધારણીય કાયદા, હ્યુમન રાઈટસ એન્ડ સિવિલ લિબર્ટીઝ લૉઝ ઑફ ધ માઈનોરિટીઝના ખાસ વિશેષજ્ઞ છે. ઉપરાંત હિન્દુ લૉ એન્ડ જ્યુરિપ્રડેન્સ ઈસ્લામિક લૉ એન્ડ લીગલ સિસ્ટમ્સ ઑફ મુસ્લિમ કન્ટ્રીઝના પણ વિશેષજ્ઞ છે. કાયદાના જટિલ વિષયો પર ૧૬ જેટલા પુસ્તકો અંગ્રેજીમાં લખ્યાં છે, ૩ પુસ્તકો ઉર્દૂમાં લખ્યા છે. વિવિધ ભાષાઓમાં ર૦૦થી વધુ રિસર્ચ પેપર્સ અને લેખો લખ્યા છે. જર્મની, કેનેડા, સ્વીડન, બેલ્જીયમ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, જાપાન, લંડન, અમેરિકા, સઉદી અરેબિયા, ઈજિપ્ત, મલેશિયા તથા ભારતમાં સંખ્યાબંધ સંબોધનો કર્યા છે. એવોર્ડો-સન્માનો પ્રાપ્ત કર્યા.
    તેઓ માઈનોરિટીઝ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના વાઈસ ચેરમેન, ઈન્ટરનેશનલ સોસાયટી ઑફ ફેમિલી લૉ (બર્લિન-જર્મની)ના એક્ઝિક્યુટીવ કાઉન્સિલર, ઈન્સ્ટિટ્યૂટ ઑફ મુસ્લિમ માઈનોરિટીઝ અફેર્સ (જિદ્દાહ-સઉદી અરેબિયા)ના એડવાઈઝરી કાઉન્સિલર, ફોરમ ફોર ડેમોક્રેસી એન્ડ કલ્ચરલ એમિટી (નવી દિલ્હી)ના એક્ઝિક્યુટીવ કાઉન્સિલર, મદ્રાસ યુનિ. ડિપાર્ટમેન્ટ ઑફ ઈસ્લામિક સ્ટડીઝના અધ્યક્ષ અને સેન્ટર ફોર એડવાન્સ્ડ સોશ્યો-લીગલ સ્ટડીઝના ડાયરેક્ટર (હમદર્દ યુનિ.) જેવા હોદ્દાઓ પર છે.
    રાષ્ટ્રીય લઘુમતી પંચના ખૂબ સક્રિય અધ્યક્ષ તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થયેલા ડૉ.તાહિર મહેમૂદે પંચના અધ્યક્ષ તરીકે યશસ્વી કામગીરી બજાવી. દિલ્હી યુનિ. ફેકલ્ટી ઑફ લૉના ડીન અને વડા તરીકે ૧૯૯રથી લઈને આજપર્યંત તેમનો કાર્યકાળ જ્વલંત ઉદાહરણરૂપે રહ્યો છે.
    ઋજુ સ્વભાવ ધરાવતા તાહિર મહેમૂદ કાયદાકીય ક્ષેત્રમાં આપણા સમાજનું અણમોલ રત્ન છે.
    “આજે અહીંયા હું કઈ ભાષામાં પ્રવચન આપીશ તે અંગે મૂંઝવણમાં હતો પરંતુ અહીંયા જે બોલીમાં મારી ઓળખાણ અપાઈ છે અને જે બોલી અહીના લોકો બોલે છે તે જ બોલીમાં આપની સમક્ષ મારી વાત રજૂ કરતા પહેલાં એક શે’ર રજૂ કરીશ.”
    વહી અંદાજ રંગ ઔર બુ મેં હૈ,
    વહી અંદાજ ગુફતગુમેં હૈ
    સુનકે શીરી-બયાંએ ગુજરાત,
    યે સમઝે કે હમ લખનૌમેં હૈ
    આજે હું માનવહક અને લઘુમતીઓના હક અંગે થોડું ચિત્ર આપની સમક્ષ રજૂ કરું છું. એમ કહેવાય છે કે માનવીના મૂળભૂત હક્કો અંગે ૧૯૪પ પછી (એટલે કે બીજા વિશ્વયુદ્ધ બાદ) વિશ્વના બુદ્ધિજીવીઓએ વિચારવાનું શરૂ કરેલ છે. પણ ઈતિહાસ બતાવે છે ખરેખર આવું નથી. માનવી મૂળભૂત હક્કો અંગે દુનિયામાં સૌપ્રથમ સભાનતા, પહેલ કરનાર, માનવીના હક્ક માટે એલાન કરનાર આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) હતા. આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ અરાફત મેદાનમાં છેલ્લું બયાન કરતાં કહ્યું હતું કે અરબી હોય કે અઝમી, ગોરા હોય કે કાળા, અમીર હોય કે ગરીબ, દરેક એકસરખા છે. કોઈ અરબીને આઝમી પર, ગોરાને કાળા પર કે અમીરને ગરીબ પર આધિપત્ય નથી. માનવ-માનવ છે તેમાં કોઈ ફરક નથી. બધા જ “આદમની ઔલાદ છે અને આદમ માટીમાંથી બનેલ છે.” આ જ વાત આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ આજથી ૧૪૦૦ વર્ષ પહેલાં કરી હતી. તે જ વાતને તે જ હક્કોને યુનિવર્સલ ડિકલેરેશન ઑફ હ્યુમન રાઈટ્‌”(૧૯૪૮) દ્વારા યુનોએ જગતને આપ્યા. આપણે મુસ્લિમોએ માનવીના મૂળભૂત હક્કો કે લઘુમતીઓના હક્કોને બીજી જગ્યા ઉપર શોધવા જવાની જરૂર નથી. તે તો આપણને ૧૪૦૦ વર્ષ પહેલાં જ મળી ચૂકેલ છે. જે અમારાથી વધારે એટલે કે જે મુસલમાન છે તેને તે હક્કોને સમજવા, તેનો અમલ કરવો કે પછી બીજાને સમજાવવાનો અધિકાર છે. આ મૂળભૂત હક્કોનું શિક્ષણ બીજાને આપવાનો બીજા કોઈને હક્ક પહોંચતો નથી. અમને પહોંચે છે.
    યુનિવર્સલ ડેકલેરેશન ઑફ હ્યુમન રાઈટ્‌સમાં શિક્ષણ મેળવવાનો માનવીનો મૂળભૂત હક જણાવ્યો છે. જેનું વર્ણન આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ આજથી ૧૪૦૦ વર્ષ પહેલા કર્યુ કે દરેક સ્ત્રી-પુરુષ માટે તાલીમ મેળવવી એ પવિત્ર ફરજ છે. તાલીમ મેળવવા માટે ચીન જવું પડે તો પણ જાઓ અને શિક્ષણ મેળવો. આ પાયાના હક્કને દુનિયાએ ૧૯૪૮માં સ્વીકાર્યો. આમ યુનિવર્સલ ડેકલેરેશન ઑફ હ્યુમન રાઈટ્‌સે સમાનતાનો અને શિક્ષણ મેળવવાનો એમ બે હક્કોને પાયાના ગણાવ્યા છે. આપણી હદીસોમાં તેનું શું મહત્ત્વ છે તે દરેક મુસ્લિમ ભાઈઓને ખબર છે અને તે અંગે જાણકારી આપતી કિતાબો આજે પણ અસ્તિત્વ ધરાવે છે. યુનિવર્સલ ડેકલેરેશન ઑફ હ્યુમન રાઈટ્‌સના મુસદ્દાને આપણે પણ સ્વીકાર્યો.
    આપણી સરકારે પણ તેનો સ્વીકાર કરી તેનાં ઉપર સહી કરી છે. આપણું બંધારણ ૧૯પ૦માં તૈયાર થયું તેમાં પણ આ હક્કોનો સમાવેશ કરેલ છે. તેમાંય આપણા બંધારણમાં તો એથીય આગળ વધીને કહ્યું છે કે આપણા દેશના દરેક નાગરિક માટે શહેર કે ધર્મ કે બોલી કે પ્રદેશને અનુલક્ષીને કોઈ ભેદભાવ નહી રાખે. આપણી સરકારનો કોઈ ધર્મ નથી પરંતુ આપણા દેશમાં હિંદુ ધર્મ પાળતા નાગરિકનું જે સ્થાન છે તે જ સ્થાન પારસી, ઈસ્લામ, શીખ કે ખ્રિસ્તી ધર્મ પાળનારા નાગરિકનું છે. તેમાં તલભાર પણ ફેરફાર નથી.
    ટૂંકમાં બંધારણની ભાષામાં વાત કરીએ તો દરેક ધર્મની પ્રજાને પોતાના ધર્મએ બતાવેલા રસ્તા ઉપર ચાલવાની, પોતાના ધર્મનું રક્ષણ કરવાની અને તે માટે જરૂર પડે તેવી સંસ્થાઓ ઊભી કરવાની છૂટ આપેલ છે અને ધર્મને લગતી કોઈપણ વસ્તુને છોડવા માટે સરકાર વિવશ ન કરી શકે એ વાત આપણા બંધારણમાં સામેલ કરેલ છે. આપણા બંધારણના ઘડવૈયા જાણતા જ હતા કે આપણા દેશમાં વિવિધ ધર્મોના લોકો વસે છે અને તેમની સાથે કોઈ ભેદભાવ ન થાય એટલા માટે દરેક લઘુમતી પ્રજાને પોતાને લગતી સંસ્થાઓ ખોલે તેમાં સરકારને દખલ કરવાનો કોઈ હક નથી. જેથી કરીને દેશની લઘુમતી પ્રજા બહુમતી પ્રજાથી પાછળ ન રહી જાય, તેમનાથી દબાઈ ન જાય અને બંધારણને સ્વીકારે. આજે આ વાતને પ૦ વર્ષ પણ થઈ ગયા છે. પરંતુ આ હક્કોના અમલમાં કયાં ખામી રહી ગઈ છે, તેના અમલ માટે શું કરવું જોઈએ તેના તરફ ધ્યાન આપવાનું કામ અખબારોનું છે, અને તે માટે ગુજરાતમાં લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટ છેલ્લા ૧૦ વર્ષમાં ધન્યવાદને પાત્ર એવો રોલ અદા કર્યો છે. ‘ગુજરાત ટુડે’ મારફતે માનવીના હક્કોનું અસલી અમલીકરણ કયા તબક્કે થઈ રહ્યું છે તે પ્રજાને બતાવવાનું તેમણે સુંદર કાર્ય કર્યું છે, કરે છે. હિંદુસ્તાનમાં મુસ્લિમોની સંખ્યા વિશાળ છે. તેમના માટે લઘુમતી શબ્દ જોડવો બહુ તાર્કિક નથી. આપણા દેશમાં પારસીઓની સંખ્યા ર૬૦૦૦ની છે. મુસલમાનો લઘુમતી નહિ પણ ભારતની બીજા નંબરની બહુમતી પ્રજા છે. મુસલમાનોને લઘુમતી ગણવી ભૂલ ભરેલું છે. દેશના કેટલાક વિસ્તારોમાં તો મુસ્લિમો બહુમતીમાં છે. જેમ કે કાશ્મીર, લક્ષદ્વીપ વગેરે. દેશના ૪પ૦ જિલ્લાઓમાંથી ૪૦માં તો આપણે બહુમતીમાં છીએ જ. મુસ્લિમોની વસ્તી રાષ્ટ્રીયકક્ષાએ ૧ર.પ% ગણાય છે. હિંદુઓની વસ્તી લગભગ ૮૦% છે. તેની સરખામણીમાં લઘુમતીમાં છે, પણ કેટલીક બીજી જ્ઞાતિઓની સરખામણીમાં તો બહુમતીમાં જ છીએ. આસામમાં ૩૦% તો કેરાલામાં ર૪% મુસ્લિમોની વસ્તી છે, માટે આ જ નક્કર સત્ય કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર તેણે ધ્યાનમાં રાખવું પડશે. આપણને મૂળભૂત હક્કો મળેલ છે. બંધારણમાં પણ તેની જોગવાઈ છે. ઈસ્લામમાં પણ તેને મહત્ત્વતા ગણેલ છે. તો તે હક્ક આપણને મળવા જોઈએ. તેનો અમલ કરવામાં જે કોઈ ચીજ નડતરરૂપ હોય તેને દૂર કરવાની ફરજ સરકારની છે. જ્યારે સામા પક્ષે અમારી પણ એ જ ફરજ છે પરંતુ ખાસ એક વસ્તુ યાદ રાખો હક્ક કોઈ દિવસ માગવાથી મળતો નથી; હક્ક તો ઝૂંટવવો પડે છે. માગવું પડે એ કાયરતા છે અને હક્ક ઝૂંટવવા માટે એકતાની ખાસ જરૂર છે. આપણી વસ્તી છે; પણ એકતા નથી. અને જો કદાચ હોત તો આજે હિંદુસ્તાનનો નકશો કંઈક જુદો હોત. આપણે યુરોપના દેવળોમાં અને સહરાની તપતી રેતી પર અઝાન આપી છે. આજે આપણે પાછળ છીએ તેનું મુખ્ય કારણ શિક્ષણનું ઓછું પ્રમાણ, અજ્ઞાનતા અને એકતાનો અભાવ છે.”
    એક હો હમ સબ ખુદ અપની
    પાસબાની કે લીએ,
    લખનૌકી સર-ઝમીંસે
    સાહિલે ગુજરાત તક.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts