મામદાનીનું કહેવું છે કે ૭ ઓક્ટોબરના ત્રણ વર્ષ પછી પણ કબજો અને રંગભેદ ચાલુ ન રહેવા જોઈએ

 

(એજન્સી) તા.૯
૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ન્યૂયોર્ક સિટીના મેનહટનમાં આવેલા યુનિયન સ્ક્વેર ખાતે “ઇઝરાયેલીઝ ફોર પીસ NYC” દ્વારા આયોજિત ૭ ઓક્ટોબરની સ્મૃતિ સભા (vigi) દરમિયાન ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મામદાની (મધ્યમાં) યુદ્ધ-વિરોધી પ્રદર્શનકારીઓ સાથે જોડાયા. ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મામદાનીએ બુધવારે ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના હુમલાની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે પીડિતો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે ઇઝરાયેલની નીતિઓની ટીકા કરી હતી અને જેને તેમણે ‘કબજો’ અને ‘રંગભેદ’ ગણાવ્યા હતા, તેનો અંત લાવવાની હાકલ કરી હતી. મામદાનીએ કહ્યું, “અમે ૭ ઓક્ટોબરે થયેલા ભયાનક યુદ્ધ અપરાધોની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે શોક વ્યક્ત કરીએ છીએ; તે ઘટના દરમિયાન હમાસે ૧,૧૦૦થી વધુ ઇઝરાયેલીઓની હત્યા કરી હતી અને ૨૫૧થી વધુ લોકોનું અપહરણ કર્યું હતું.” તેમણે ઉમેર્યું, “અમે અમારા એવા પડોશીઓ અને મિત્રો સાથે દુઃખમાં સહભાગી છીએ જેઓ અકલ્પનીય નુકસાનનો સામનો કરી રહ્યા છે.” હુમલા બાદના ત્રણ વર્ષોમાં ઇઝરાયેલની નીતિઓનો ઉલ્લેખ કરતા મામદાનીએ કહ્યુંઃ “આ નરસંહારના ત્રણ વર્ષ પછી, આપણે એવી દુનિયાને સ્વીકારવાનો ઇનકાર કરવો જોઈએ જ્યાં કબજો અને રંગભેદ ચાલુ રહે છે.”

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks