હ્લૈંઇમાં જણાવાયું છે કે, ઉપાધ્યાયે કથિત રીતે જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કર્યો અને કહ્યું કે, ફરિયાદી નીચલી જાતિનો હોવા છતાં મંદિરમાં આવતો રહે છે
(એજન્સી) તા.૧
ફરિયાદીએ દાવો કર્યો હતો કે આરોપીઓ મંદિરમાં પૂજા કરતા એક દલિત વ્યક્તિથી નારાજ હતા. મલાડ પશ્ચિમ નજીક માલવાનીમાં એક મંદિરની બહાર એક પરિવારના ત્રણ સભ્યો પર એક દલિત વ્યક્તિને સાથે દુર્વ્યવહાર કરવા અને તેના પર જાતિવાદી અપશબ્દો કહેવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. માલવાનીના ૪૫ વર્ષીય રહેવાસી, જે પ્લમ્બર છે, તેની ફરિયાદના આધારે આ કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ, આ ઘટના ૨૮ જૂનના રોજ બની હતી જ્યારે તે ઓમકારેશ્વર મહાદેવ મંદિર ગયો હતો. જ્યારે ફરિયાદી અને મંદિરના ટ્રસ્ટના વડા, મિથિલેશ સિંહ, મંદિરની બહાર નો-પાર્કિંગ બોર્ડ લગાવી રહ્યા હતા, ત્યારે સોનુ ઉપાધ્યાયે કથિત રીતે તેનો વિરોધ કર્યો અને ફરિયાદી સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું. એફઆઈઆરમાં જણાવાયું છે કે, ઉપાધ્યાયે જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને કહ્યું હતું કે, ફરિયાદી નીચલી જાતિના હોવા છતાં મંદિરમાં આવતા રહે છે. ઉપાધ્યાયના પિતા ઓમકારનાથ ઉપાધ્યાય અને માતા પાર્વતીએ પણ ફરિયાદી સાથે દુર્વ્યવહાર કર્યો હોવાનો તેમણે એફઆઈઆરમાં આરોપ લગાવ્યો હતો. ફરિયાદીએ દાવો કર્યો હતો કે આરોપીઓ મંદિરમાં પૂજા કરતા એક દલિત વ્યક્તિથી નારાજ હતા. ફરિયાદીએ જણાવ્યું હતું કે, આવું જાતિવાદી અને ભેદભાવપૂર્ણ કૃત્ય શરમજનક છે. આપણે ૨૧મી સદીમાં છીએ. ચાર વર્ષ પહેલાં, જ્યારે મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે બધા સમુદાયો અને ધર્મોના લોકો ભેગા થયા હતા અને તેના માટે કામ કર્યું હતું. મંદિરના ઉદ્ઘાટનના દિવસે એક હરિજન પરિવારે પૂજા કરી હોવાથી, ઉપાધ્યાય પરિવાર આનાથી નારાજ છે,’. પોલીસે ત્રણેય વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી) અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મિથિલેશ સિંહ, જે ઓમકારેશ્વર મહાદેવ મંદિર ફાઉન્ડેશનના પ્રમુખ પણ છે, તેમણે જણાવ્યું કે, ફરિયાદી લાંબા સમયથી મંદિરમાં સ્વૈચ્છિક સેવા આપી રહ્યા છે. સિંહે કહ્યું કે, આરોપી ઉપાધ્યાય પરિવાર લાંબા સમયથી તેમની સાથે દુર્વ્યવહાર કરી રહ્યો છે. જ્યારે સોનુ ઉપાધ્યાય અને તેના માતા-પિતાએ ફરિયાદી સાથે દુર્વ્યવહાર કર્યો ત્યારે અમે મંદિરની બહાર નો-પાર્કિંગ બોર્ડ લગાવી રહ્યા હતા,’. જોકે, ઓમકારેશ્વર ઉપાધ્યાયે કહ્યું, ‘પાર્કિંગના મુદ્દા પર ઝઘડો થયો હતો. જોકે, મારા પરિવારમાંથી કોઈએ પણ તેમની સામે જાતિવાદી શબ્દોનો ઉપયોગ કર્યો ન હતો. અમારા દાવાઓને સમર્થન આપવા માટે અમારી પાસે વીડિયો પુરાવા છે. જ્યારે પોલીસ અમને બોલાવશે, ત્યારે અમે તેમને રજૂ કરીશું.