મુશર્રફ આગામી મહિને પાકિસ્તાન પરત ફરી શકે

(એજન્સી) દુબઈ, તા.૨૩
પાકિસ્તાની અવામી ઈત્તેહાદના નેતાએ કહ્યું છે કે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ હાઈટ્રેઝન કેસમાં કોર્ટમાં ઉપસ્થિત રહેવા આગામી મહિને પાકિસ્તાન આવશે. ૭૪ વર્ષના જનરલ મુશર્રફ દુબઈમાં રહે છે તેમને મેડિકલ સારવાર માટે દેશ છોડવાની પરવાનગી મળી હતી. માર્ચ-ર૦૧૪માં સૈન્ય શાસક જનરલ મુશર્રફે દેશમાં કટોકટી લાદી હતી. જેમાં ૧૦૦ જજોને હાંકી કાઢી કેટલાક વરિષ્ઠ જજોને નજરકેદ કર્યા હતા. જે કેસની મુશર્રફને જાહેર કરેલા ગુનેગાર તેમજ બેનઝીર ભુટ્ટો કેસના આરોપી બનાવાયા હતા. મુશર્રફના પાકિસ્તાનમાં આગમનની તારીખ હવે પછી જાહેર કરાશે. મુશર્રફના વકીલે સરકારને કહ્યું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ સામે સલામતીનું જોખમ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks