પોલીસ જ્યારે ધરપકડ કરી રહી હતી ત્યારે મૌલાના મોહસીન રઝા એવું બોલતા સંભળાયા હતા કે હમેં મુસલમાન હોને કી સજા દી જા રહી હૈ, મુસલમાન હૈ હમ ઇસ લિયે યે કિયા જા રહા હૈ
(એજન્સી) બરેલી શરીફ, તા.ર
ઉત્તર પ્રદેશમાં”આઇ લવ યુ મોહમ્મદ”ના બેનરો સાથે જુમ્માની નમાઝ પછી દેખાવો થયા પછી અને પોલીસ સાથે અથડામણ થયા પછી ધરપકડનો દોર શરૂ થઈ ગયો છે. પોલીસે મૌલાના તૌકીર રઝાના ખાસ સાથી મૌલાના મોહસીન રઝા અને તૌેકીર રઝાના મોટાભાઈના જમાઈ મનાનીમિયાની ધરપકડ કરી હતી. પોલીસ ધરપકડ કરવા આવી ત્યારે મોહસીન રઝા એવું બોલતા સંભળાયા હતા કે હમેં મુસલમાન હોને કી સજા દી જા રહી હૈ…આ સમયે ત્યાં હાજર પોલીસવાળા અને અધિકારીઓ એવું બોલ્યા હતા કે ફાલતું ભાષણ ના કીજીએ.પોલીસે મોહસીન રઝા તથા તૌકીર રઝા વગેરેની મિલકતો પર બુલડોઝર ફેરવી દેવાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી હોવાનું જાહેર થયું છે. મંગળવારે કથિત રીતે ગેરકાયદે બાંધવામાં આવેલા એક ગેરેજ સહિતના કેટલાક બાંધકામોને ગેરકાયદે ગણાવીને તોડી પાડવામાં આવ્યા હતા. મોહસીન રઝાના રિસોર્ટને પણ સીલ મારવામાં આવ્યું હતું. હિંસામાં મુખ્ય ભૂમિકા ભજવવાના આરોપસર પોલીસે અત્યાર સુધીમાં મોલાના તૌકીર રઝા, ડોક્ટર નફીસ અને નદીમ ખાન સહિત ૭૨થી વધુ લોકોની ધરપકડ કરી છે અને તૌકીર રઝા તથા એમના સાથીઓની રૂપિયા ૧૫૦ કરોડની કિંમતની મિલકતો પણ જપ્ત કરવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમગ્ર કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે અને કડક પગલાં લેવાનું અધિકારીઓને આદેશ આપ્યો છે.