૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ અમને સ્વતંત્રતા મળી હતી, આપણને મળેલ આ આઝાદી તમામ વર્ગો અને સમુદાયોના પુરૂષો અને સ્ત્રીઓનું યોગદાન અને તેઓએ આપેલા બલિદાન અને લાંબા સંઘર્ષનું પરિણામ હતું.
જ્યારે ભગત સિંહ, સુભાષ ચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધી જેવા સ્વતંત્રતા સેનાનીઓને આઝાદીની લડાઈ માટે શ્રેય આપવામાં આવે છે તો બીજી તરફ ભારતની આઝાદીની લડતમાં મુસ્લિમ મૌલવીઓ, વિદ્વાનો અને આલીમો દ્વારા આપવામાં આવેલ બલિદાન અને યોગદાનને મોટે ભાગે અવગણવામાં આવે છે.
૧૮૫૭નો વિપ્લવ (ભારતની સ્વતંત્રતા માટેનું પ્રથમ યુદ્ધ) એક નિષ્ફળ બળવો સાબિત થતાં એ પછી બ્રિટિશ દમનનો મુખ્ય લક્ષ્ય મુસ્લિમ આલીમો બન્યા હતા. આશરે ૨૦૦,૦૦૦ પુરૂષો અને સ્ત્રીઓ એ સમયે શહીદ થયા હતા. આમાંથી ૫૧, ૨૦૦ મુસ્લિમ આલીમો (ધાર્મિક વિદ્વાનો) હતા. અને આશરે ૫૦૦ આલીમોને દિલ્હીમાં ફાંસી આપવામાં આવી હતી.
ભારતની સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધના વીસ વર્ષ પછી ૧૮૭૭માં શૈખૂલ હિન્દ મૌલાના મહેમૂદ હસને ‘જીટ્ઠદ્બટ્ઠિેંં ્ટ્ઠહ્વિૈઅટ્ઠં’ અંગ્રેજો સામે સશસ્ત્ર વિદ્રોહ માટે ‘સામ્રાતૂત તરબિયાત’ની સ્થાપના કરી હતી. આ સંસ્થા લગભગ ત્રણ દાયકાઓ સુધી અંગ્રેજો સામે સંઘર્ષ કરતી રહી હતી અને ૧૯૦૯માં તેનું મૌલાના ઉબેદુલ્લાહ સિંધીના નેતૃત્વ હેઠળ જમાત એ અન્સારના નામ હેઠળ પુનર્ગઠન કરવામાં આવ્યું હતું.
૧૯૧૩માં જમાત એ અન્સાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ, બ્રિટિશ વસાહતીઓને દેશમાંથી દૂર કરવા ‘નઝેરતુલ મારીફ’ ની રચના કરવામાં આવી હતી. તે જ વર્ષે સ્વાતંત્ર્ય ચળવળ માટે શૈખૂલ હિન્દ મૌલાના મહેમૂદ હસન, મૌલાના ઉબેદુલ્લાહ સિંધી અને મૌલાના અબુલ કલામ આઝાદ જેવા નેતાઓના નેતૃત્વ હેઠળ સિલ્ક પત્ર ચળવળ અથવા ‘રેશ્મિ રૂમાલ તહેરીક’ તરીકે ઓળખાતી ચળવળ શરૂ કરવામાં આવી હતી. આ ચળવળ તુર્કી, શાહી જર્મની, અને અફઘાનિસ્તાનની મદદ સાથે બ્રિટિશ શાસનથી ભારતને મુક્ત કરવાની યોજના બનાવી રહી હતી.
જોકે આ ચળવળ ૧૯૧૬માં રેશમ કાપડ પર મૌલાના ઉબેદુલ્લાહ સિંધી દ્વારા લખવામાં આવેલ પત્ર બ્રિટિશ શાસન દ્વારા પકડી પાડવામાં આવતા તેને નિષ્ફળતા મળી હતી અને એ પછી કુલ ૨૨૨ મુસ્લિમ ધાર્મિક વિદ્વાનોની બ્રિટિશ સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ભારતને આઝાદ કરવા માટે પ્રયાસ કરનાર મૌલાના મહેમૂદ હસન અને તેમના સાથીઓ મૌલાના વાહિદ અહેમદ ફેઝાબાદી, મૌલાના અઝીઝ ગુલ હકીમ, સૈયદ નુસરત હુસેન અને મૌલાના હુસૈન અહમદ મદની જેવા અગ્રણી આલીમોની મક્કામાં ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને માલ્ટા મોકલવામાં આવ્યા હતા જ્યાં તેઓને લાંબા સમય માટે જેલમાં રાખવામાં આવ્યા હતા.
માર્ચ ૧૯૧૯માં જમાત-એ-ઉલેમા-એ-હિંદનો જન્મ થયો હતો.
આપણે એક હકીકત ભૂલી જઈએ છીએ કે એવા સમયે જ્યારે ઘણા ભારતીયો અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા બ્રિટિશના નેતૃત્વ હેઠળ આંશિક સ્વતંત્રતા માગવામાં આવી હતી ત્યારે જમાત-એ-ઉલેમા-એ-હિંદે ભારત માટે સંપૂર્ણ સ્વતંત્રતાની માંગ કરવાની હિંમત કરી હતી.
આ માંગ કોકણમાં સૌપ્રથમ મૌલાના સૈયદ હુસૈન અહમદ મદની દ્વારા જાન્યુઆરી ૧૯૨૪માં કરવામાં આવી હતી અને માર્ચ ૧૯૨૬માં તેના અમલ માટે એક ઠરાવ કલકત્તામાં પ્રથમ વખત પસાર કરવામાં આવ્યો હતો.
૧૯૨૮માં જમાતે ‘નહેરૂના અહેવાલ’ જેમાં બ્રિટિશ શાસન હેઠળ સ્વાયત્તતાની માંગ કરી હતી તેનો વિરોધ કર્યો હતો કારણ કે આ માંગ તેઓની સંપૂર્ણ સ્વતંત્રતાની માંગની વિરૂદ્ધ હતી. અંતે ડિસેમ્બર ૧૯૨૯માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રખ્યાત લાહોર સત્રમાં કોંગ્રેસે જમાતની તરફેણમાં મતદાન કર્યું હતું અને ભારત માટે સંપૂર્ણ સ્વતંત્રતાની માંગનો સ્વીકાર કર્યો હતો.
જમાતે ૧૯૨૬માં સંપૂર્ણ તાકાત સાથે સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો એ પછી ૧૯૨૭માં કોંગ્રેસ દ્વારા પણ આ કમિશનનો વિરોધ કરવામાં આવ્યો હતો. આખરે સાયમન કમિશન નિષ્ફળ થઈને બ્રિટન પરત ફર્યું હતું.
૧૯૨૯માં મહાત્મા ગાંધીની દાંડી કૂચની ચળવળને જમાતે સંપૂર્ણ આધાર આપ્યો હતો. પરિણામે મૌલાના અબ્દુલ કલામ આઝાદ, મૌલાના હાફિઝૂર રહેમાન, મૌલાના ફકરૂદ્દીન, મૌલાના સૈયદ મોહમ્મદ મદની, અને મૌલાના બશીર અહમદ ભાટિયા જેવા ઘણા મોલાનાની ધરપકડ કરવામાં આવી હતી.
નાગરિક અસહકારની ચળવળ દરમિયાન પણ અનેક મોલાનાની ધરપકડ કરવામાં આવી હતી.
૧૯૩૨માં મુફ્તી દહેલ્વીએ બીજી નાગરિક અસહકાર ચળવળ દરમિયાન વિરોધ કરતાં ૧૦૦,૦૦૦ કરતાં વધુ પુરૂષોની રેલીનું આયોજન કર્યું હતું, અને તેમની દિલ્હીમાં આઝાદ પાર્કમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ પછી તેમના ઉત્તરાધિકારી મૌલાના હુસૈન અહમદ મદની, મૌલાના અહમદ સઇદ દહેલ્વી, મૌલાના હાફિઝૂર રહેમાન, મૌલાના સૈયદ મોહમ્મદ મિયાં, દેવબંધી મૌલાના હબીબુર રહેમાન લુધિયાનવી અને અન્ય ઘણા ધર્મગુરૂઓની ધરપકડ કરવામાં આવી હતી. બીજી નાગરિક અસહકાર ચળવળ દરમિયાન ધરપકડ કરવામાં આવેલ ૯૦ હજાર લોકોમાંથી ૪૪ હજાર જેટલા મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા.
૧૯૪૦માં મૌલાના હુસૈન અહમદ મદનીએ ફરી એક વાર ભારત માટે સંપૂર્ણ સ્વતંત્રતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના માટે તેઓની એકતા સંમેલનમાં જતાં હતા ત્યારે ધરપકડ કરવામાં આવી હતી અને છ મહિનાની કેદ આપવામાં આવી હતી.
મુસ્લિમ વિદ્વાનો અને ધર્મગુરૂઓની એક સંસ્થાએ ૫ ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ ‘ભારત છોડો’નો ઠરાવ પસાર કર્યો હતો, અને આવો જ ઠરાવ બોમ્બે સત્ર દરમિયાન ૯મી ઓગસ્ટે કોંગ્રેસ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આ માટે ઘણા કોંગ્રેસી નેતાઓ અને મુસ્લિમ વિદ્વાનોને કારાવાસની સજા થઈ હતી.
મુસ્લિમ આલીમો અને વિદ્વાનોની આ સંસ્થાએ બે રાષ્ટ્રના સિદ્ધાંત અને પાકિસ્તાનના વિચારનો પણ વિરોધ કર્યો હતો. અને ટૂંક સમયમાં જ જમાત વિભાજીત થઈ હતી અને અને તેને મુસ્લિમ લીગનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રક્રિયામાં મૌલાના હુસૈન અહમદ મદની અને મૌલાના આઝાદ મુસ્લિમ લીગની હિંસાનો ભોગ બન્યા હતા કારણ કે મુસ્લિમ લીગ રાજકીય રીતે ૧૯૪૫માં મજબૂત હતી. સમગ્ર ભારતમાં અનેક આલીમોને તેની સતામણીનો સામનો કરવો પડ્યો હતો.
જોકે અંતે દેશનું ધર્મના નામે વિભાજન થયું હતું. પણ આપણે જે પુરૂષો અને સ્ત્રીઓ આઝાદીનો જંગ લડ્યા અને અવિભાજિત ભારત માટે બલિદાન આપતા મૃત્યુ પામ્યા છે તેમના સંઘર્ષને ક્યારેય ભૂલવું જોઈએ નહીં.
એક બ્રિટિશ આર્મી જનરલ થોમસન, જે ૧૮૫૭ના બળવામાં મુસ્લિમો સામે લડ્યા હતા તે પોતાના પુસ્તક ‘ધર્મગુરૂઓ અને બળવો’ શીર્ષક હેઠળ તેમના સંસ્મરણોમાં લખે છે કેઃ
“જો શકિતશાળી સત્તાના કબ્જામાંથી પોતાના દેશને મુક્ત કરવા માટે યોજના સાથે યુદ્ધો કરવાને જો દેશભક્તિ કહેવામાં આવે છે તો પછી નિઃશંકપણે મોલવીઓ (મુસ્લિમ આલીમો અને વિદ્વાનો)ને તેમના દેશમાટે એક વફાદાર દેશપ્રેમી તરીકે તેમની અનુગામી પેઢી પોતાના હીરો તરીકે હંમેશા યાદ રાખશે”.
-આઝીન કિરમાની
(સૌ.ઃ મુસ્લિમ મિરર)