(એજન્સી) તા.૧
મુસ્લિમ વિદ્વાનોના આંતરરાષ્ટ્રીય સંઘ (આઈયુએમએસ)એ શનિવારે મુસ્લિમ બ્રધરહૂડ(એમબી)ને બદનામ કરનારા સઉદીના એક ફતવાની નિંદા કરી, જેમાં આ જૂથને ભટકેલ આતંકવાદી સંગઠન તરીકે ગણાવ્યું હતું. સમાચાર એજન્સીનો અહેવાલ. સંઘના પ્રમુખ ડો.અહેમદ અલ-રાયસુની અને સામાન્ય સચિવ ડો.અલી અલ-કરાદઘીએ હસ્તાક્ષર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે મુસ્લિમ બ્રધરહૂડ એક ઈસ્લામિક જૂથ છે. જેનો ઈસ્લામની સેવા કરવાનો ઈતિહાસ છે અને તેના ઉપર ભટકેલો આતંકવાદી અને અપરાધી હોવાનો આક્ષેપ કરવો, તે પણ પુરાવા વગર, એક ખોટી જુબાની છે. આ મહિનાની શરૂઆતમાં વરિષ્ઠ વિદ્વાનોની કાઉન્સિલ અને સઉદી અરેબિયાની ઈફતાએ દાવો કર્યો હતો કે એમબીનો ઈસ્લામ સાથે કોઈ સંબંધ નથી અને તે એક ગુમરાહ જૂથ છે. યુએઈની ફતવા સમિતિએ પણ સઉદીના ફતવાનો પુનઃઉચ્ચાર કર્યો હતો. આઈયુએમએસના નિવેદનમાં કહેવાયું છે કે, આ જૂથ વિશ્વના મોટાભાગોમાં તેની રાજકીય અને હિમાયતી વલણની હાજરી ધરાવે છે. આ જૂથ અસ્તિતવમાં છે અને વિશ્વભરમાં લાખો હજારો સભ્યો અને સમર્થકો સાથે જાણીતું છે. સંઘે જણાવ્યું કે સઉદીના ફતવા દ્વારા એમબીને બદનામ કરવાથી સલ્તનતમાં અને વિશ્વભરમાં મુસ્લિમોને ગુસ્સો આવ્યો છે. પરંતુ તે જ સમયે ફતવા પંચના આ ફતવાથી ઈસ્લામના બધા દુશ્મનો શાંત થયા છે. જેમાં સૌથી ટોચ પર ઝાયોનિસ્ટ રાજ્ય છે. સઉદી ફતવાના જવાબમાં પ્રતિક્રિયા આપતા એમબીએ કહ્યું કે તે એક હિમાયતી અને સુધારણા જૂથ છે. અને આતંકવાદી જૂથ નથી. આઈયુએમએસ દોહામાં સ્થિત એક સ્વતંત્ર મુસ્લિમ સંસ્થા છે.