(એજન્સી) નવી દિલ્હી તા.૧૬
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉ.પ્ર.ના દાદરીમાં ગૌમાંસ ખાવાની અફવા પર થયેલી અખલાકની હત્યા અને મુંબઇમાં પાકિસ્તાની ગઝલ ગાયક ગુલામ અલીના કર્યક્રમ રદ થવાની ઘટનાને દુખદ અને બિનજરુરી ગણાવી હતી અને જણાવ્યુ હતુ કે આ ઘટનામાં કેન્દ્ર સરકારનો કોઇ હાથ નથી.
મોદીએ જે કંઇ કહ્યું તે પણ દુખદ અને બિનજરુરી હતું
અમેરીકામાં જ્યારે પણ હત્યાકાંડ કે નરસંહાર જેવી ઘટના થાય છે ત્યારે અમેરીકાના પ્રમુખ ઓબામાની જેમ આપણા વડા પ્રધાને પણ આ બધા હત્યાકાંડને તત્કાળ વખોડી કાઢવા જોઇતા હતા એટલુ જ નહીં મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કરવામાં અને શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપવામાં તેમણે અગ્રેસર રહીને પહેલ કરવી જોઇતી હતી.
થોડુ રાજકીયકરણ જરુરી હતું
અમેરીકામાં તાજેતરની ગોળીબારની ઘટના બાદ રાષ્ટ્રપતિએ જે કઇ કહ્યુ હતુ તેના વિરુદ્ધમાં કોઇક ક્યારેક એવી ટિપ્પણી કરશે અને કહેશે કે ઓબામાએ આ મુદ્દાને રાજકીય રંગ આપ્યો હતો. સામુહિક ગોળીબાર જેવી ઘટનામાં આપણે રાજકીયકરણ કરવુ જોઇએ એ જ રીતે એ વાત આપણે સમજવી અને સ્વીકારવી જોઇએ કે અત્રે હિંદુવાદ એક પ્રભાવક ધર્મ છે એટલે હિંદુઓ નારાજ થાય એવુ તેઓ કઇ લખે કે જમે તેના કારણે મહીલાઓ અને પુરુષોને મારી નાખી શકાય નહીં.
આ રોગના મૂળ ઊંડા છે
ઉદારવાદી ભારતમાં જે સમન્વયાત્મક સંસ્કૃતિ છે તે ભારતના મુસ્લિમ શાસકોની એક ભેટ છે.મુસ્લિમ શાસકોએ સંસ્કિૃત સાહિત્યનો અનુવાદ કરીને તેની શૈલી અને ગાથાઓને અપનાવી હતી.ગાયોની હત્યા અને ગૌમાંસનો મુદ્દો ઉગ્ર રાજકીય બાબત બની ગઇ છે કારણકે હિંદુઓએ તેને આવુ સ્વરુપ આપ્યુ છે જેમાં બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં એવી કેટલીક વિચિત્ર જોગવાઇઓ કરાવી છે.મહાત્મા ગાંધીએ એ વખતે તેનો વિરોધ કર્યો હતો પરંતુ અગાઉ તેમણે જણાવ્યુ હતુ કે મારા મતે ગૌહત્યા અને માનવ હત્યા એક જ સિક્કાની બે બાજુ સમાન છે.તેમનો કહેવાનો અર્થ એ હતો કે તેને બેમાંથી એક પણ સ્વીકાર્ય નથી.મહાત્મા ગાંધીને દોષિત ગણવા એ ગેરવાજબી છે પરંતુ ભારતના બંધારણાં જે કઇ સારુ કે ખરાબ છે તેના મૂળ તેમના વિચારોમાં છે.
સ્પષ્ટ નીતિનો અભાવ
ભારતમાં કોઇ પણ સંસ્થાએ ભારતનો વિચાર, સ્વતંત્રતાને વ્યાપક બનાવવી,વૈવિધ્યનું રક્ષણ કરવુ અને નબળાઓનો બચાવ કરવાની બાબતમાં સુપ્રીમકોર્ટ જેટલુ કોઇએ કર્યુ નથી. સુપ્રીમકોર્ટના ચુકાદાઓ માનવ અધિકારીની વ્યાખ્યાના અવતાશ માટે વિદેશની અદાલતમાં ટાકવામાં આવે છે પરંતુ છેલ્લા એક દાયકામાં બહુમતીની ધાર્મિક લાગણીઓના સંદર્ભમાં એવા કેટલાય ચુકાદાઓ છે જેમાં અદાલત પોતે જે માને છે એ મુજબ કહેવામાં પ્રમાણિક રહી નથી.આમ ગૌમાંસ કે ગૌહત્યા જેવા અનેક મુદ્દે ભારતની સ્થિતિ હાલ ત્રિશંકુ જેવી છે.