દુબઈ, તા.ર૦
ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીએ બાંગ્લાદેશ વિરૂદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફી ર૦રપની મેચમાં દમદાર પ્રદર્શન કર્યું છે. આ મેચમાં જેવી જ તેણે ત્રીજી વિકેટ ઝડપતા વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં ર૦૦ વિકેટ લેવાનો રેકોર્ડ તેણે પોતાના નામે કર્યો છે. આ મામલામાં તેણે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કને પાછળ પાડી દીધો છે. જો કે મેચોની દૃષ્ટિએ મિચેલ સ્ટાર્ક ભારતીય બોલરથી આગળ છે. મો.શમી ભારતનો પહેલો એવો બોલર છે જેણે સૌથી ઓછી મેચોમાં ર૦૦ વિકેટ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઝડપી છે. તે ભારત માટે સૌથી ઓછી મેચોમાં ર૦૦ વિકેટ લેનાર બોલર બની ગયો છે.