યમનમાં ઓગસ્ટથી લશ્કરી તણાવ વધવાને કારણે લગભગ ૩,૫૭,૦૦૦ લોકો વિસ્થાપિત થયા : સંયુક્ત રાષ્ટ્રની એજન્સી

 

(એજન્સી) તા.૨૦
અનાદોલુના અહેવાલ મુજબ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંગઠન (IOM)એ ગુરૂવારે જણાવ્યું હતું કે, ઓગસ્ટની શરૂઆતથી યમનમાં સરકારી દળો અને હુથી જૂથ વચ્ચે વધતા સંઘર્ષને કારણે લગભગ ૩,૫૭,૦૦૦ લોકો વિસ્થાપિત થયા છે. સંયુક્ત રાષ્ટ્રની આ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ૧ ઓગસ્ટથી ૧૭ નવેમ્બરની વચ્ચે ૩,૫૬,૬૦૨ લોકો વિસ્થાપિત થયા છે. નિવેદન અનુસાર દક્ષિણપશ્ચિમ યમનના તાઇઝ પ્રાંતમાં સૌથી વધુ ૧,૪૫,૩૪૪ વિસ્થાપિત લોકો પહોંચ્યા છે; ત્યારબાદ લાહજમાં ૯૫,૫૮૦ અને એડનમાં ૭૧,૭૦૬ લોકો વિસ્થાપિત થયા છે.IOMસ્એ અબ્યાન, અલ-ધલે, શબવા, હોદૈદાહ, મારબ, હદરામૌત અને અલ-મહરા પ્રાંતોમાં પણ લોકોના વિસ્થાપનની નોંધ કરી છે. આ વિસ્થાપન ૫ ઓક્ટોબરથી શરૂ થયેલા ‘ડોન ઓફ યમન’ નામના લશ્કરી અભિયાન દરમિયાન થયું છે. પ્રેસિડેન્શિયલ લીડરશીપ કાઉન્સિલના અધ્યક્ષ રશાદ અલ-અલીમીએ જણાવ્યું હતું કે, આ અભિયાનનો ઉદ્દેશ્ય હુથીઓના કબજામાંથી સરકારી સંસ્થાઓને પાછી મેળવવાનો અને રાજધાની સના પર ફરીથી નિયંત્રણ મેળવવાનો છે. આ લશ્કરી કાર્યવાહી જુલાઇમાં શરૂ થયેલા તણાવ બાદ હાથ ધરવામાં આવી છે. એપ્રિલ ૨૦૨૨માં થયેલા યુદ્ધવિરામ બાદ દેશમાં જે પ્રમાણમાં શાંતિ સ્થપાઇ હતી, ત્યારપછીનો આ સૌથી મોટો લશ્કરી સંઘર્ષ છે. સપ્ટેમ્બર ૨૦૧૪માં હુથીઓએ સના અને અન્ય કેટલાક પ્રાંતો પર કબજો જમાવ્યો ત્યારથી યમન સંઘર્ષમાં ફસાયેલું છે. આ ઘટના બાદ માર્ચ ૨૦૧૫માં યમન સરકારના સમર્થનમાં સઉદી અરેબિયાના નેતૃત્ત્વ હેઠળના આરબ ગઠબંધને આ સંઘર્ષમાં હસ્તક્ષેપ કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks