(એજન્સી) તા.૫
યમની હોથી વિદ્રોહીઓની સાથે દેશના દક્ષિણ પશ્ચિમમાં સંઘર્ષની વચ્ચે સઉદી દળોને ડઝનો જાનહાનીની સંખ્યાનો સામનો કરવો પડયો. સમાચાર મુજબ નજારાન શહેરમાં હોથી સેનાની સાથે સંઘર્ષ થયો. સઉદી અધિકારીઓએ અત્યાર સુધી કોઈ ટિપ્પણી કરી નથી. મધ્ય પૂર્વ મોનિટર સ્વતંત્ર રીતે રિપોર્ટોની ચકાસણી કરવામાં અસમર્થ રહ્યા છે. ર૦૧૪ પછીથી યમન હિંસા અને અરાજકતાથી ઘેરાઈ ગયું છે, જયારે હોથી વિદ્રોહીઓએ સના સહિત દેશના વધુ પડતા ભાગો પર કબજો કરી લીધો. સંકટ ત્યારે વધી ગયો જયારે સઉદીના નેતૃત્વ વાળા સૈન્ય ગઠબંધને હોથી પ્રાદેશિક લાભ પરત કરવાના ઉદ્દેશથી એક વિનાશકારી હવાઈ અભિયાન શરૂ કર્યું. ર૦૧૪ના અંતમાં રાજધાની સનામાંથી હાઉદીએ સઉદી સમર્થિત, આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા મેળવેલ સરકારને બહાર કર્યા પછી માર્ચ ર૦૧પમાં યમનમાં હસ્તક્ષેપ કર્યો. સંયુકત રાષ્ટ્ર મુજબ યમનના દસેક લોકોને સંઘર્ષમાં મારી નાખ્યા છે, જયારે અન્ય ૧૪ મિલિયન ભૂખમરાના જોખમમાં છે. વધુ પડતાં મોટા શહેરી કેન્દ્રોને નિયંત્રિત કરનારા હોથિઓનું કહેવું છે કે તે એક ભ્રષ્ટ વ્યવસ્થાથી લડી રહ્યા છે.