યુકેની ૧૭ વર્ષની વિદ્યાર્થિનીએ યુરોપિયન ઈન્ફોર્મેટિક્સ ઓલિમ્પિયાડમાં ટીમ ઈન્ડિયા માટે સિલ્વર મેડલ જીત્યો

લંડન, તા.૩૦
લંડનની એક ૧૭ વર્ષિય વિદ્યાર્થિનીએ નેધરલેન્ડમાં યુરોપિયન ગર્લ્સ ઓલિમ્પિયાડ ઈન ઈન્ફોર્મેટિક્સ (ઈઝીઓઆઈ)માં ટીમ ઈન્ડિયા માટે સિલ્વર મેડલ જીત્યો છે. જ્યાં ભારતીય ટીમે બે બ્રોન્ઝમેડલ અને એક સન્માનજનક ઉલ્લેખ સાથે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ડુલવિચ સ્થિત એલેન્સ સ્કૂલની વિદ્યાર્થિની સાન્યા ગોયલ, કોમ્પ્યુટર વિજ્ઞાનમાં રસ ધરાવનારી યુવા મહિલાઓ માટે આયોજિત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ૫૦ દેશોની ટોચની કેડર્સ સાથે હરીફાઈ કરી રહી હતી જે સપ્તાહના અંતે વેલ્ડહોવરમાં સમાપ્ત થઈ.
ગણિતની ઉત્સાહીએ ટીમો માટે નિર્ધારિત પડકારોની જોડીને તોડવા માટે નવીન ઉકેલો સાથે આવવા માટે સમસ્યા હલ કરવાની માનસિકતાનો ઉપયોગ કર્યો. ગોયલે કહ્યું કે એવા સમયે ઈન્ફોર્મેટિક્સમાં ગર્લ્સ ઓલિમ્પિયાડમાં ભારત માટે સિલ્વર મેડલ જીતવા બદલ ખૂબ જ ગર્વ અનુભવું છું. જ્યારે સ્પર્ધાત્મક પ્રોગ્રામિંગ સમગ્ર વિશ્વમાં ખાસ કરીને ભારતમાં સૌથી લોકપ્રિય રમત તરીકે ઉભરી રહી છે. હરીફાઈમાં પાંચ કલાકના બે સેશનનો સમાવેશ થતો હતો અને દરેક સેશનમાં અમને ઉકેલ માટે ચાર સમસ્યાઓ આપવામાં આવતી હતી. સમસ્યાઓ જટિલ હોય છે. પાંચ કલાક ખૂબ જ ઝડપથી પસાર થઈ જાય છે અને આ સમય પૂરતો નથી તેમ તેણીએ જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks