શીખ પ્રેસ એસોસિએશન જૂથે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ફિલ્મને “શીખ વિરોધી” માનવામાં આવે છે અને આ વિરોધ પ્રદર્શનોને કારણે બર્મિંગહામ અને વોલ્વરહેમ્પ્ટનમાં તેનું પ્રદર્શન રદ કરવામાં આવ્યું હતું
(એજન્સી) તા.૨૫
કેટલાક બ્રિટિશ શીખ જૂથોએ ‘ઇમર્જન્સી’ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનોનું આયોજન કર્યું હતું, જેના કારણે ગયા શુક્રવારે રિલીઝ થયા પછી યુકેના કેટલાક સિનેમાઘરોમાં તેનું પ્રદર્શન ખોરવાઈ ગયું હતું. શીખ પ્રેસ એસોસિએશન જૂથે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ફિલ્મને “શીખ વિરોધી” માનવામાં આવે છે અને આ વિરોધ પ્રદર્શનોને કારણે ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સ પ્રદેશમાં આવેલા બર્મિંગહામ અને વોલ્વરહેમ્પ્ટનમાં તેનું પ્રદર્શન રદ કરવામાં આવ્યું હતું. સામુદાયિક સંગઠન ઇનસાઇટ યુકેએ તેના ઠ પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં રનૌત દ્વારા દિગ્દર્શિત ફિલ્મના લંડન સ્ક્રીનિંગમાં માસ્ક પહેરેલા વિરોધીઓ અવરોધ પેદા કરી રહ્યા હતા. કંગના આ ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા પણ ભજવે છે. કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ના સ્ક્રીનિંગમાં ઘૂસીને ‘નકાબ પહેરેલા ખાલિસ્તાની આતંકવાદીઓ’ દ્વારા ઉત્તર-પશ્ચિમ લંડનમાં તેમના મતદારોને ધમકી આપવામાં આવી હતી, જેના પછી વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના સંસદ સભ્યએ યુકેના ગૃહ સચિવને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. બ્લેકમેને સંસદમાં જણાવ્યું કે, મારા મતદારોમાંથી ઘણા લોકો હેરો વ્યુ સિનેમામાં ભેગા થયા અને ફિલ્મ ‘ઇમર્જન્સી’ના સ્ક્રીનિંગ માટે પૈસા ચૂકવ્યા. ફિલ્મના સ્ક્રીનિંગના લગભગ ૩૦ કે ૪૦ મિનિટ પછી નકાબ પહેરેલા ખાલિસ્તાની આતંકવાદીઓ ઘૂસી ગયા, દર્શકોને ધમકી આપી અને સ્ક્રીનિંગ બંધ કરવાની ફરજ પાડી,’.