ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી
(એજન્સી) તા.૨૬
ઈરાનના વિદેશ મંત્રીએ રવિવાર, ૨૫ ઓક્ટોબરના રોજ ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુદ્ધની નવી ધમકીઓ ઈરાનને તેની નીતિઓ પરથી ડગાવી શકશે નહીં. તેહરાનમાં રાજદ્વારીઓના એક જૂથને સંબોધતા વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી કહ્યું, “આજે ફરીથી યુદ્ધ વિશે વાત થઈ રહી છે, પરંતુ હું યુદ્ધ પછીની સ્થિતિ વિશે વિચારી રહ્યો છું. ભલે યુદ્ધ થાય કે ન થાય, અમારી નીતિઓ યથાવત રહેશે.” તેમણે અમેરિકાને ઈરાન પર ફરીથી હુમલા ન કરવા ચેતવણી આપી હતી અને અગાઉના નિવેદનોનું પુનરાવર્તન કરતા કહ્યું કે, તેહરાન પર્શિયન ગલ્ફ (ફારસી અખાત) વિસ્તારના પડોશી આરબ દેશો સાથે સહયોગ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું, “આપણા પ્રદેશમાં બધું જ બદલાઈ ગયું છે. તાજેતરના યુદ્ધ પછી, હવે કંઈ પણ પહેલા જેવું રહેશે નહીં.”
Facebook
0
Twitter
0