યુદ્ધવિરામ છતાં ઇઝરાયેલે દક્ષિણ ગાઝા પટ્ટીમાં પેલેસ્ટીની બાળકની ગોળી મારીને હત્યા કરી

(એજન્સી)                                તા.૬
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ હોવા છતાં બુધવારે દક્ષિણ ગાઝા પટ્ટીના રફાહ શહેરમાં ઇઝરાયેલી દળો દ્વારા એક પેલેસ્ટીની બાળકનું મોત થયું હતું. ખાન યુનુસમાં નાસેર મેડિકલ કોમ્પ્લેક્સના એક તબીબી સ્ત્રોતે જણાવ્યું કે રફાહમાં ઇઝરાયેલી દળો દ્વારા હમઝા અલ-હમ્સ નામના ૧૩ વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ઇઝરાયેલી દળોએ રફાહના અલ-અવદા વિસ્તારમાં બાળક પર ગોળીબાર કર્યો, જેમાં તે ઘાયલ થયો. તેણે જણાવ્યું કે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત થયું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks