ફરીથી ચાલ્યા જવાનો ઇઝરાયેલ તરફથી નવેસરથી આદેશ અપાયોએક સાંકડા વિસ્તારમાં હકાલપટ્ટીના આદેશને કારણે ડેર અલ-બલાહ તથા દક્ષિણ તરફના રફાહ અને ખાન યુનિસ શહેરો વચ્ચેનો સંપર્ક કપાઈ જશે
(એજન્સી) ગાઝા પટ્ટી, તા.૨૦
યુદ્ધવિરામની વાટાઘાટો અત્યારે નિષ્ફળ ગઈ છે અને સ્થગિત થઈ ગઈ હોવાથી ઈઝરાયેલના લશ્કર દ્વારા મધ્ય ગાઝામાંથી તમામ વિસ્તારો ખાલી કરી જવાનો નાગરિકોને ફરીથી નવો આદેશ આપવામાં આવ્યો છે. મધ્ય ગાઝા એક એવો વિસ્તાર છે જ્યાં લશ્કરી દળોની હાજરી ભાગ્યે જ જોવા મળે છે અને હેરફેર ભાગ્યે જ જોવા મળે છે. મધ્ય ગાઝા વિસ્તાર ખાલી કરી જવાના આદેશથી સાંકડા પટ્ટામાં આવેલા ડેર અલ-બલાહ અને દક્ષિણના રફાહ તથા ખાન યુનિસ શહેરો વચ્ચેનો સંપર્ક કપાઈ જશે.કતારમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી યુદ્ધવિરામ માટેની મંત્રણાઓનું હજી કોઈ પરિણામ આવ્યું નથી અને કોઈ સમજૂતી થઈ શકી નથી તે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીઓએ જણાવ્યું હતું.ઇઝરાયેલી વડાપ્રધાન નેતાન્યાહુ અવારનવાર કહી ચૂક્યા છે કે, ગાઝા પટ્ટી વિસ્તારમાં ઇઝરાયેલને લશ્કરી કાર્યવાહીનો વિસ્તાર કરવાથી જ વાટાઘાટો કરવા માટે લડાકુ સંગઠન હમાસ ઉપર દબાણ આવશે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને યુનો પ્રેરિત સંસ્થાઓ સહાયના કેન્દ્રો જે વિસ્તારોમાં લઈ જવા માંગે છે એ વિસ્તારો જ ખાલી કરી દેવાનો ઇઝરાયેલ દ્વારા નવેસરથી હુકમ કરવામાં આવ્યો છે જેના કારણેની નાગરિકોમાં મારે ભય અને દહેશતની લાગણી પ્રસરી વળી છે. મધ્ય ગાઝા વિસ્તારમાં રહેતા લોકો અને છાવણીઓમાં આશરો લઈ રહેલા લોકોને દક્ષિણ કાંઠા તરફ આવેલા અને અત્યંત નિરંજન એવા મેવાસી વિસ્તાર તરફ ચાલ્યા જવા ઇઝરાયેલના લશ્કરે આદેશ આપ્યો છે એ વિસ્તારને ઇઝરાયેલ દ્વારા માનવતાવાદી ઝોન જાહેર કર્યો છે પણ એ બિલકુલ ઉજ્જડ અને નિર્જળ વિસ્તાર છે. નવેસરથી અપાયેલા હકાલપટ્ટીના આદેશની બંધક ઇઝરાયેલી નાગરિકોના પરિવારોના સંગઠન દ્વારા ભારે ટીકા કરવામાં આવી છે અને આ બંધકોના પરિવારોએ કહ્યું છે કે, હવે બહુ થયું.