યુનિસેફ : ગાઝામાં ૯૦ ટકા પેલેસ્ટીનીઓને સ્વચ્છ પાણીની સુવિધાનો અભાવ છે

(એજન્સી)                                                                         તા.૧૪
યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)એ ગઈકાલે જણાવ્યું  કે ગાઝા પટ્ટીમાં પાણીની અછત ગંભીર સ્તરે પહોંચી ગઈ છે, જેમાં દસમાંથી નવ લોકોને પીવાના શુદ્ધ પાણીની ઍક્સેસ નથી. ગાઝામાં યુનિસેફના અધિકારી રોસાલિયા બોલાને જણાવ્યું કે નવેમ્બર ૨૦૨૪માં જે ૬,૦૦,૦૦૦ લોકોને પીવાનું પાણી મળવાનું હતું, તેઓ ફરી એકવાર કપાઈ ગયા છે. તેમણે જણાવ્યું કે ‘હજારો પરિવારો અને બાળકો માટે આ જોડાણ પુનઃસ્થાપિત કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સંયુક્ત રાષ્ટ્ર એજન્સીઓનો અંદાજ છે કે ૧૮ લાખ લોકોને- જેમાંથી અડધાથી વધુ બાળકો છે ને તાત્કાલિક પાણી, સ્વચ્છતા અને આરોગ્ય સહાયની જરૂર છે. સંયુક્ત રાષ્ટ્રોનું કહેવું છે કે ઇઝરાયેલ દ્વારા રવિવારે આ પ્રદેશમાં વીજળીનો પુરવઠો બંધ કરવાના નિર્ણયને પગલે પરિસ્થિતિ વધુ વણસી છે, જેનાથી ડિસેલિનેશનના મહત્ત્વપૂર્ણ કામમાં વિક્ષેપ પડ્યો છે. તે જ સમયે પેલેસ્ટીની પ્રદેશોમાં માનવાધિકારની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્રના વિશેષ સંવાદદાતા ફ્રાન્સેસ્કા અલ્બેનિસે ઇઝરાયેલના નિર્ણયની ટીકા કરી અને તેને નરસંહારની ચેતવણી ગણાવી. તેમણે જણાવ્યું કે નરસંહારની ચેતવણી ! ઇઝરાયેલ દ્વારા ગાઝાનો વીજળી પુરવઠો બંધ કરવાનો અર્થ છે, અન્ય વસ્તુઓની સાથે કોઈ કાર્યરત ડિસેલિનેશન સ્ટેશન નથી, એટલે કે શુધ્ધ પાણી નથી. રવિવારે, ઇઝરાયેલના ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રી એલી કોહેને ગાઝા પટ્ટીમાં વીજળીનો પુરવઠો તાત્કાલિક કાપી નાખવાનો નિર્ણય કર્યો, જેમાં હમાસે ગાઝા સામે તેલ અવીવના વિનાશક યુદ્ધના ચાલુ તરીકે જોયું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks