યુપીમાં ૧૦ વર્ષની દલિત છોકરી પર બળાત્કારના આરોપી એક વ્યક્તિને રહેંસી નખાયો

હાપુરમાં, ૧૦ વર્ષની દલિત છોકરી પર બળાત્કારના આરોપી ૨૮ વર્ષીય શ્રવણ કુમારનું મેરઠની એક હોસ્પિટલમાં ગ્રામજનો દ્વારા માર મારવામાં આવ્યા બાદ મૃત્યુ થયું. આ ઘટના ૧૭ એપ્રિલના રોજ બની હતી જ્યારે કુમારે કથિત રીતે છોકરીને એક ખાલી ફેક્ટરીમાં લલચાવીને તેના પર હુમલો કર્યો હતો

(એજન્સી)               મેરઠ, તા.ર૬
હાપુરના એક ગામમાં ૧૦ વર્ષની દલિત છોકરી પર બળાત્કાર કરવાના આરોપમાં ગુસ્સે ભરાયેલા ટોળા દ્વારા માર મારવામાં આવેલા ૨૮ વર્ષીય વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું.આરોપી વિરૂદ્ધ બળાત્કારની બીએનએસ કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ તેની ઈજાઓની ગંભીરતાને કારણે, તેને સાત દિવસની ન્યાયિક કસ્ટડી આપવામાં આવી હતી અને હોસ્પિટલમાં સારવાર લેવાની મંજૂરી આપવામાં આવી હતી.૧૭ એપ્રિલના રોજ, જ્યારે ચોથા ધોરણમાં ભણતી છોકરી ઝૂંપડીમાં એકલી હતી, જ્યારે તેનો પરિવાર ખેતરમાં કામ કરી રહ્યો હતો, ત્યારે આરોપી શ્રવણ કુમાર, જે બીજા ગામના મજૂર હતા, તેને એક ખાલી ફેક્ટરીમાં લઈ ગયો. ત્યાં, તેણે કોલ્ડ ડ્રિંકના દારૂ ભેળવીને તેણે પીવરાવ્યું અને દારૂના નશામાં તેના પર બળાત્કાર ગુજાર્યો.તે ગુમ થયાની જાણ થતાં, તેના પરિવારે શોધખોળ શરૂ કરી, જ્યારે કેટલાક ગ્રામજનો પોલીસને જાણ કરવા ગયા. બાદમાં તેના પરિવાર અને સ્થાનિક લોકોને  તે બેભાન હાલતમાં મળી. તેઓએ આરોપીને તેની બાજુમાં જોયો અને પોલીસ આવે તે પહેલાં તેને માર માર્યો.પોલીસ તેને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ ગઈ અને મેરઠના બીજા એક હોસ્પિટલમાં ખસેડ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું. મૃત્યુ પહેલાં, કુમારના કાકાએ ગઢ મુક્તેશ્વર પોલીસ સ્ટેશનમાં છોકરીના પરિવાર અને કેટલાક ગ્રામજનો વિરૂદ્ધ "હત્યાનો પ્રયાસ" કરવાનો કેસ દાખલ કર્યો. ગઢ મુક્તેશ્વરના એસએચઓ નીરજ કુમારે જણાવ્યું હતું કે,  "પ્રક્રિયા મુજબ, કુમારના મૃત્યુ પછી, ક્રોસ-એફઆઈઆરમાં આરોપો હત્યામાં અપગ્રેડ થવાની સંભાવના છે. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. અમે છોકરીના પરિવાર સાથે પણ સતત સંપર્કમાં છીએ, જેમણે અમને કહ્યું કે તેની હાલત સ્થિર છે પરંતુ હજુ પણ ગંભીર આઘાત હેઠળ છે."

લગ્નની લાલચ આપી કિશોરી પર બળાત્કાર, કેસ દર્જ

પકોલિયાના એક ગામમાં, એક યુવકે લગ્નના બહાને ૧૫ વર્ષની દલિત છોકરી પર બળાત્કાર ગુજાર્યો. પીડિતાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી છેલ્લા એક વર્ષથી તેની પુત્રીનું શોષણ કરી રહ્યો હતો

(એજન્સી)       પેકોલિયા, તા.૨૬
પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની ૧૫ વર્ષની દલિત છોકરી સાથે લગ્નના બહાને એક યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીડિતાની માતાએ પોલીસને આપેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે મુઈલી ગામનો રહેવાસી અમર લગભગ એક વર્ષથી તેની પુત્રી સાથે વાત કરી રહ્યો હતો. તે લગ્નના બહાને તેને વારંવાર ફોસલાવતો રહ્યો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો. જ્યારે તેણે તેના પર લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે તેણે અપશબ્દોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું અને તેને મારી નાખવાની ધમકી પણ આપી. આ યુવતી અનુસૂચિત જાતિની છે. ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે આરોપી વિરૂદ્ધ બળાત્કાર અને દલિત ઉત્પીડન અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ સીઓ હરૈયા સંજય સિંહને મોકલવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks