રમઝાન બાદ રફાહમાં તરત જ ૬ અઠવાડિયામાટે હુમલા શરૂ કરવા ક્રૂર ઇઝરાયેલે કરી તૈયારી

(એજન્સી) તેલ અવીવ, તા.૨૯
ઇઝરાયેલ સરકાર અને સેના ઇજિપ્તની સરહદે ગાઝાના રફાહ ક્ષેત્રમાં અંતિમ ઓપરેશન માટે તૈયારી કરી રહી છે. અહીં તેનું માનવું છે કે, મોટાભાગના ઇઝરાયેલી બંધકો અને તેમના હેન્ડલર્સ અહીં જ છૂપાયેલા છે.
ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની સરકાર અને સેના એવા ઓપરેશન માટે તૈયારી કરી રહ્યો છે જેનાથી રફાહમાં આતંક વરસાવી તેમનો સફાયો કરી શકે. તેનું માનવું છે કે, જો કતારમાં વાટાઘાટો નિષ્ફળ જાય તો તે તેના પ્લાન-બી સાથે આગળ વધશે.
ઇઝરાયેલે હમાસ વતી વાટાઘાટોકારો દ્વારા રજૂ કરવામાં આવેલી મોટાભાગની માગણીઓને નકારી કાઢ્યા પછી કતારમાં પરોક્ષ શાંતિ વાટાઘાટોમાં અવરોધ સર્જાયો હતો. વાટાઘાટો નિષ્ફળ થયા પછી ઇઝરાયેલે તેની યોજના બી સક્રિય કરી અને રમઝાન મહિનાના અંત પછી ત્રણ દિવસ પછી લશ્કરી કાર્યવાહી હાથ ધરશે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (ૈંડ્ઢહ્લ) અને ઇઝરાયલી ઇન્ટેલિજન્સે યુદ્ધ કેબિનેટને આક્રમણના પરિણામો તેમજ તેમાં સામેલ લોજિસ્ટિક્સ વિશે જાણકારી આપી છે. રફાહ એક ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે અને અપેક્ષિત ૧૩ લાખ પેલેસ્ટીની આ પ્રદેશમાં કામચલાઉ તંબુઓ અને નિયમિત ઇમારતોમાં આશ્રય મેળવી રહ્યા છે.
છેલ્લે સાત ઓકટોબરથી ચાલી રહેલા યુદ્ધને પગલે ઉત્તર અને મધ્ય ગાઝામાંથી મોટાભાગના વિસ્થાપિત પેલેસ્ટીનીનો રાફાહ પ્રદેશમાં સ્થળાંતર કરી ગયા છે જે ગાઝા પટ્ટીના દક્ષિણ છેડે આવેલો વિસ્તાર છે. ઇઝરાયેલ સેનાએ યુદ્ધ કેબિનેટને જાણ કરી છે કે, તેની પાસે ગાઝામાંથી નાગરિક વસ્તીને ખસેડવા માટે તમામ લોજિસ્ટિક્સ સાથે સ્પષ્ટ કટ પ્લાન છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts